Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાટણ શહેરમાં ભાજપ, કોંગ્રેસના ઉમેદવારોે ઘેર ઘેર મત માંગવા નીકળ્યા

- સ્થાનિક રોજગારી, જીઆઈડીસીનુ સ્વપ્ન કયારે પુરૃ થશેના પ્રશ્નો પુછીને ઉમેદવારોને અકળાવતા મતદારો

ચાણસ્મા, તા.૬ ડિસેમ્બર 2017 બુધવાર

પાટણ શહેરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરો મતમાટે જાહેરસભા, રેલીઓ અને ઘેર ઘેર ફરી મત માગવા માટે મતદારોને રીઝવી રહ્યા છે. ભાજપ વિકાસના નામે  તેમજ કોંગ્રેસ સરકાર બને તો ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પરિપૂર્ણ કરવા આશ્વાસન આપવામાં આવી રહ્યુ છે.

વર્ષોથી પાટણ શહેરની અનેક સમસ્યાનો ઉકેલ લાવવામાં હજુ સુધી સત્તાધારી પક્ષ દ્વારા ઉકેલ ન આવવાને કારણે મતદારો કોને મત આપશે તેનુ મન કળવા દેતા નથી.

પ્રચાર દરમિયાન પાટણથી ભીલડી રેલ્વેના પાટા નાંખવાનો પ્રશ્ન હજુ સુધી અધ્ધરતાલ છે. સ્થાનિક રોજગારી માટે જી.આઈ.ડી.સી. બનાવવાનુ લોકોનુ સ્વપ્ન કયારે પુરૃ થશે તેનો જવાબ બે મુખ્ય રાજકીય પક્ષો પાસે આજે પણ નથી.

શહેરમાં વધતી વસ્તી અને વાહનોની સંખ્યા વધારે હોવાને કારણે પાટણની ટ્રાફીક સમસ્યા હલ કરવામાં હજુ સુધી સરકારી તંત્રને સફળતા મળી નથી.

 શહેરમાં ચારેય બાજુ રખડતા પશુઓનો પ્રશ્ન આજે પણ રાહદારીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓની હાલ ખુબ જ ચિંતાજનક છે.

 ઠેરઠેર ગંદકીના સામ્રાજયે માથુ ઉચકયુ છે. તેની સફાઈ કરવાનુ કામ સ્થાનિક નગરપાલિકાના સત્તાધીશો  દ્વારા નિયમિત કરવામાં આવતુ નથી.

 શહેરની મધ્યભાગમાં આવેલી સીવીલ ધારપુર ખાતે ખસેડવામાં આવી છે. જો કે કોંગ્રેસ પક્ષ દ્વારા સીવીલ બચાવો અભિયાન ઘણા સમયથી ચાલી રહ્યુ છે. આવા અનેક પ્રશ્નોના ઉકેલ માટે બોદા વચનો આપી મત માગી ચૂંટણીમાં વિજય બન્યા બાદ ભુગર્ભમાં ચાલ્યા જતા નેતાઓને પ્રજા સબક શીખવાડવા માગે છે.

Post Comments