Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાંસલપુરમાં ૨૦ ફુટ ઉંડા બોરવેલમાં બે વર્ષની બાળકી ફસાતા બચાવી લેવાઇ

- બાળકી રમતાં-રમતાં બોરવેલમાં ગરકાવ થઈ હતી

- ફાયર બ્રિગેડે બચાવી લીધી

ચાણસ્મા,તા.૧૬ મે 2018, બુધવાર

બહુચરાજી નજીકના હાંસલપુર ગામે બંધ પડેલા ૨૦ ફુટ ઉંડા બોરવેલમાં એક શ્રમિક પરિવારની બે વર્ષની માસુમબાળકી ફસાઈ જતાં અફડાતફડીનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડની મદદથી બાળકીને બચાવી લેવામાં સફળતા મળી હતી.

આજે બહુચરાજીથી ૨ કિ.મી. દૂર આવેલા માંડલ તાલુકાના હાંસલપુર ગામે   એક ખેતરમાં બંધ પડેલા ખુલ્લા બોરવેલમાં એક બે વર્ષની બાળકી રમતાં-રમતાં બોરવેલમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ ખાનગી  કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને આજુબાજુના ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગેડની એક ટીમે બાળકીને બચાવી લેવા કામમાં જોતરાઈ હતી અને સમયસુચકતાને કારણે એક માસુમ બાળકીનો જીવ બચી ગયો હતો. જાણવા મળે છે તે મુજબ અહીંની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા એક શ્રમિકની બાળકી હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીના અદ્ભુત બચાવથી તેણીના સ્વજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી અને બાળકીના બચાવથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

Post Comments