Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલીખડકંપામાં પતિએ જ પત્નીનું ઢીમ ઢાળ્યું હોવાનો ઘટસ્ફોટ

- ચારીત્ર્ય ઉપરના વહેમે સંબંધોનું ખૂન કર્યું

- લૂંટ અને હત્યા કેસનો ભેદ ઉકેલાયો : દોઢ માસ અગાઉના બનાવ બાદ ટાઉન પોલીસે હત્યારા પતિને ઝડપી હવાલાતે કર્યો

મોડાસા,તા.૧૬ મે 2018, બુધવાર

દોઢ માસ અગાઉ મોડાસા નજીકના કોલીખડકંપાની સીમમાં આવેલાખેત ઓરડીમાં રહેતી મહિલા ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ ખૂનની કોશીશ સાથે લૂંટ કરાતાં ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.લૂંટ અને હત્યા પ્રકરણે જયારે પતિ એ જ પત્નિના ચારીત્ર્યથી વહેમાઈ મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં જણાતાં અને હત્યારા પતિએ ગુનાની કબુલાત કરી હતી.

મોડાસા નજીક આવેલા કોલીખડકંપાની સીમમાં સલીમભાઈ શેઠ નામના ખેડૂતના ખેતરમાં છોટાઉદેપુર જિલ્લાના ચીચોટ ગામનો પરિવાર વસવાટ કરતો હતો. ખેતરની ખેત ઓરડીમાં રહેતા અને ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા બકાભાઈ નાયકાના પત્નિ ગત તારીખ ૨ એપ્રિલના રોજ ઘરે એકલા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્શોએ આ મહિલાના માથે લોખંડની ઈગલ ફટકારી જીવલેણ ઈજા પહોંચાડી જયોત્શનાબેને પહેરેલ સોનાની ચુની અને પીળી ધાતુની જુઠી બુટ્ટી- ૨ લૂંટી લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી  મહિલાને પ્રથમ મોડાસા ખાતે સાર્વજનિક હોસ્પીટલમાં અને ત્યાર બાદ સઘન સારવાર અર્થે અમદાવાદ ખાતેની સીવીલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી.પોતાની પત્નિ ઉપર લૂંટના ઈરાદે ખૂનનો પ્રયાશ કરનાર અજાણયા શખ્શો વિરૃધ્ધ પતિ બકાભાઈ માધુભાઈ નાયકા એ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.સારવાર દરમ્યાન આ મહિલાનું મોત નીપજતાં ટાઉન પોલીસે આ ચકચારી પ્રકરણે ઈપીકો કલમ ૩૦૭ ને બદલે કલમ ૩૦૨ હેઠળ ખૂનનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી.

મોડાસા ટાઉન પોલીસ ઈન્સ્પેકટર એન.કે.રબારીએ  ચકચારી લૂંટ અને ખૂનનો ગુનો ઉકેલવા મૃતક મહિલાના વતન સહિત સગા-સંબંધીઓમાં તપાસ હાથ ધરી હતી.જિલ્લા એલસીબી પોલીસ ઈન્સ્પેકટર સી.ડી.વણજારા અને ડી-સ્ટાફ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા જોડાયો હતો.પોલીસની સઘન તપાસમાં ફરીયાદી પતિ જ પોતાની પત્નિના ચારીત્ર્ય ઉપર વહેમ રાખી અવાર નવાર મારઝૂડ કરતો હોવાનું જણાતાંજ આ દિશામાં તપાસ હાથ ધરાઈ હતી. અને આખરે પોલીસની કડક પુછપરછમાં પતિ એજ પોતાની પત્નિને લોખંડની ઈગલ ફટકારી મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરતાં આ ચકચારી ગુનાને ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

ઘટના સ્થળે જોવા મળેલી ચાવીનું રહસ્ય હજુ અકબંધ
ખેત ઓરડીમાં રહેતા ખેત મજૂર પરિવારની મહિલાનું તેના જ પતિ એ ચારીત્ર્યથી વહેમાઈ મોત નીપજાવ્યું હોવાનું જણાતાં જ હત્યાનો ભેદ ઉકેલાયો છે.પરંતુ જેતે સમયે આ મહિલા ઉપર ખૂની હુમલો કરાયો હતો તે સમયે મળી આવેલ લોખંડની ઈગલ સાથેની એક ચાવી એ હજુ રહસ્ય અકબંધ રાખ્યું છે ? ખેત મજૂરની ઓરડીમાં કારની ચાવી કયાંથી આવી ? એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તો હજુય કેટલાય રહસ્ય બહાર આવે તેમ મનાઈ રહયું છે.

પતિના મોબાઈલનું લોકેશને જ પોલીસને  શંકા ઉપજાવી હતી
કોલીખડકંપાના ખેતરની ઓરડીમાં પોતાાની પત્નિ ઉપર કોઈ અજાણ્યા ઈસમોએ હુમલો કરી લૂંટ કરી હોવાની ફરીયાદ નોંધાવનાર પતિ ઉપર જ પોલીસને પ્રથમ શંકા ઉઠી હતી.આ બકાભાઈ નાયકાના મોબાઈલનું લોકેશન ઘટના ના સમયે આ સ્થળનું આવતાં પોલીસે પતિ પર શંકા રાખી આ દિશામાં જ તપાસ હાથ ધરી હતી.

Post Comments