Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇડરના વસઈની પશુ ચોરીનો ભેદ ઉકેલાયો : એક પકડાયો

- ચોરાયેલા પશુ પરત મળવાની ઈડર પંથકની પ્રથમ ઘટના

- જીપડાલુ, ત્રણ ભેંસ સહિત રૃા. ૫.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો : ચાર આરોપી ફરાર

ઈડર, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

ઈડરના વસાઈ ગામની પશુચોરીનો ભેદ, પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી, આ પશુ ચોરી સાથે સંકળાયેલા એક આરોપીને મોડાસાથી ઝડપી પાડયો છે. સાથે જ પોલીસે ચોરીમાં વપરાયેલી ૩,૫૦ લાખનું જીપ ડાલુ તથા ૧,૬૦ લાખની ત્રણ ભેંસો મળી રૃપિયા ૫.૧૦ લાખનો મુદ્દામાલ પણ કબજે લીધો છે.

 પોલીસની આ ઝડપી અને પ્રશંસનિય કામગીરીને આ વિસ્તારના પશુ પાલકોએ બિરદાવી છે. પશુચોરીના આ ગુનામાં હજુ નાસતા-ફરતા ચાર આરોપીઓને ઝડપી પાડવા પણ પોલીસે કવાયત આરંભી છે.

ઈડરના વસાઈ ગામની સીમમાં આવેલ જીતાભાઈ હરિભાઈ પટેલ નામના પશુપાલકના તબેલા પરથી ગત તા. ૧૦ની રાત્રિથી તા. ૧૧ની વહેલી સવારના સમય દરમ્યાન ત્રાટકેલ પશુચોર રૃપિયા ૧,૬૦,૦૦૦ની કિંમતની ત્રણ દૂધાળી ભેંસોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગેની જાણકારી ગત રોજ વહેલી સવારે સામે આવતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી. દરમિયાન પોલીસને જાણ કરાતાં પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. ઈડરના પી.આઈ. શૈલેષ ચૌધરીએ ડી. સ્ટાફના સહિતની ટીમ મળી બે અલગ અલગ ટીમોને પશુચોરીનો ભેદ ઉકેલવા કામે લગાડી દીધી હતી. જેમાં સુનસર ગામેથી મળી આવેલ સી.સી. ટીવી કેમેરાના દ્રશ્યો પોલીસને આરોપી સુધી દોરી ગયા હતા.

પોલીસે આ દ્રશ્યો આધારે મોડાસા શહેરમાં તપાસ આરંભી હતી. જેમાં મોડાસામાંથી ચોરીમાં વપરાયેલ જીપડાલુ તથા એક આરોપી નુરમંહમદ હુસેન મુલ્તાની પોલીસના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો. આ આરોપીની પૂછ-તાછ બાદ ડુગરવાડા રોડ પર આવેલ એક ખેતર પરથી ચોરાયેલ ત્રણ ભેંસો પણ મળી આવી હતી. બાદમાં પોલીસ આ મુદ્દામાલ તથા આરોપીને લઈ રાત્રે જ ઈડર આવી ગઈ હતી. અહીં આ આરોપીની વધુ પૂછતાછ દરમિયાન આ પશુચોરી સાથે સંકળાયેલ બીજા ચાર નામ પણ સામે આવ્યા છે. જેમાં (૧) જલાલ શફીભાઈ મુલતાની (૨) જલાલ અલ્લારખા મુલતાની (૩) હમીદ સેવાભાઈ મુલતાની તથા (૪) જુલપુકાર ઉર્ફે શૈલી ઉર્ફે ઓટલાનો સમાવેશ થાય છે.

આ પ્રકારે ચોરાયેલ પશુ પરત મળ્યા હોય તેવી આ વિસ્તારની પ્રથમ ઘટના છે. પોલીસની ઝડપી કામગીરીને પશુ પાલકો સહિત કિસાન સંગઠનો એ પણ બિરદાવી છે.હાલમાં પોલીસે નાસતા-ફરતા મોડાસાના રહિશ ઉપરોક્ત ચાર આરોપીને શોધવા કવાયત આરંભી છે.

Post Comments