Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થરાદના રડકામાં નર્મદા કેનાલ પર ખેડૂતોના ર૦૦ કનેકશન કપાયા

- કેનાલો પર ગેરકાયદે પાણી ચોરી પર તંત્રની તવાઇ

- પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા નિગમના અધિકારીઓઅ કનેકશનો કાપી નાખતા રોષ

થરાદ, તા.૧૬ મે 2018, બુધવાર

નર્મદા ડેમમાં જળસંકટની સ્થિતિતી ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાની મનાઇ ફરમાવાઇ છે અને કેનાલમાંથી ગેરકાયદે પાણી લેતા તત્તવો પર તંત્ર દ્વારા તવાઇ બોલાવાઇ છે ત્યારે થરાદ તાલુકાના રડકા ગામે પસાર થતી મુખ્ય નર્મદા નહેર પર  અધિકારીઓએ પોલીસ કાફલા સાથે ૨૦૦થી વધુ  પાણીના કનેકશનો  કાપી નાખવામાં આવ્યા હતા.

સરદાર સરોવરમાં પાણી ઓછુ હોવાથી રાજય સરકાર દ્વારા ગત ૧પ-૩-૧૮ ના રોજ સિચાઈ માટે કેનાલમાં પાણી આપવાની મનાઈ કરી હતી. માત્ર મુખ્ય કેનાલમાં પીવા માટે પાણી આપવામાં આવશે જેને લઈ કેનાલમાં માત્ર પીવા માટે પાણી છોડવામાં આવ્યુ  છે.    જેમા થરાદ તાલુકામાં થરાદ નર્મદા વિભાગ તથા દિયોદર વિભાગના કર્મચારીઓ દ્વારા સવારે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાલુકાના રપ૬૧ ગામોમાંથી   પસાર થતી કેનાલ પર પોલીસ તથા એસ.આર.પી.ના જવાનો સાથે કનેકશન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ર૦૦ થી વધુ કનેકશનો કાપવામાં આવ્યા હતા. કનેકશન કાપ્યા બાદ પાઈપના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા હતા. જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. અત્યારે ભર ઉનાળામાં ખેડૂતો જણાવી રહયા છે કે અમારા પશુઓ તથા ઘરવપરાશ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Post Comments