Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આમરણાંત ઉપવાસ પર ઉતરેલા પરિવારજનોને હાર્દિક પટેલનું સમર્થન

- ગઢ ફાયરીંગમાં બે પાટીદાર યુવકોના મોત મામલે

- સીઆઈડી ક્રાઈમે એસીફોર્મ આપવાની તૈયારી દર્શાવતા પરિવારે પારણાં કર્યા

ડીસા, તા.13 જૂન 2018, બુધવાર

પાટીદાર આંદોલનનો પડઘો બનાસકાંઠામાં પણ પડયો હતો અને પાટીદાર આંદોલન સમયે બનાસકાંઠાના ગઢ ગામે ફાયરીંગમાં બે પાટીદાર યુવકોના મોત થયા હતા. જેને મામલે મૃતકના પરિવારજનો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. જો કે ઉપવાસના સમર્થનમાં આજે હાર્દિક પટેલ પણ પાલનપુરમાં ઉપસ્થિત રહ્યા હતા. સીઆઈડી ક્રાઈમે એસી ફોર્મ આપવાની તૈયારી દર્શવતા પરિવારે પારણા કર્યા હતા.

પાલનપુર તાલુકાના ગઢ ગામે થયેલા ગોળીબારમાં બે પાટીદાર યુવાનો મોતને ભેટયા હતા. પાટીદાર આંદોલન સમયની આ ઘટનાન લઈ અને પરિવારજનો વારંવાર આ યુવકોના મોતના ન્યાય માટેની માંગણી કરી ગયા હતા. પરંતુ માંગણી ન સંતોષતા આખરે આમરણાંત ઉપવાસ પર પરિવારજનો ઉતર્યા છે.

ત્યારે આજે હાર્દિક પટેલે પાલનપુરની મુલાકાત લીધી હતી અને ઉપવાસ સ્થળ પર હાજર રહ્યા હતા. જયારે સરકાર પર ચાબખા મારતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે પોલીસ દમન અને સરકારની પાટીદાર વિરોધી નીતિને કારણે પાટીદારોને અન્યાય થઈ રહ્યો છે. જો આગામી સમયમાં પાટીદારો પર થયેલા પોલીસ કેસ પાછા નહી ખેચાય અને મૃતક પાટીદાર યુવાનોને ન્યાય નહી મળે તો આવનારી લોકસભાની ચૂંટણી માટે સરકારને કપરા ચઢાણ ચઢવા પડશે તેમ જણાવ્યુ હતુ.

પાલનપુરમાં પાટીદાર યુવકોના મોતને લઈને ન્યાય માટે આમરણાંત ઉપવાસ થઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે એસપીજીના લાલજી પટેલ અને દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. જયારે હાર્દિક પટેલ આજે ઉપસ્થિત રહી અને સરકાર તરફથી પાટીદાર યુવકોને ન્યાય મળે અને જો ન્યાય ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે એવી ચીમકી આ નેતાઓએ ઉચ્ચારી હતી.

Post Comments