Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૭મીએ હાર્દિક પટેલનો ગુજરાતમાં પ્રવેશ રતનપુર બોડર્રે પાટીદારો ઉમટશે

- બહુચરાજીમાં પાટીદાર સમાજની બેઠક યોજાઇ

- હિંમતનગર બપોરના સમયે પાટીદાર હુંકાર સભા યોજાશે : ૧.૫૦ લાખ પાટીદારો જોડાશે : આંદોલનની દશા અને દિશા નક્કી કરાશે

ચાણસ્મા, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આગામી ૧૭મી જાન્યુઆરીના રોજ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરનાર છે ત્યારે રતનપુર બોર્ડર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે પાટીદાર સમાજ દ્વારા ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. જેના આયોજન અંગે આજે બુધવારે બહુચરાજી તાલુકાના પાટીદારોની બેઠક મળી હતી. તેમાં રતનપુર બોર્ડરે હાર્દિકનું સ્વાગત કરવા ૫૦ થી ૬૦ હજાર પાટીદારો ઉમટી પડવાની શક્યતા છે. જેમાં ઉ.ગુ.માં ખુબજ મોટી સંખ્યામાં લોકો જોડાનાર હોઈ તે અંગે માર્ગદર્શન અપાયું હતું.

બહુચરાજીની ઉમિયાવાડીમાં મળેલી બહુચરાજી તાલુકાના પાટીદારોની બેઠકમાં પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ સંબોધન કરતાં જણાવ્યું કે ૧૭મીએ હાર્દિકનું ગુજરાત આગમન અને તેના સ્વાગત માટે પાટીદારોની હાજરીથી અનામત આંદોલનની દશા અને દિશા નક્કી થશે. હિંમતનગરમાં બપોરે ૨.૩૦ વાગે પાટીદાર હુંકાર સભા યોજાશે. જેમાં દોઢ લાખથી વધુ પાટીદારો ઉમટી પડવાનો અંદાજ છે. અત્યાર સુધી ૬૮૦૦ વાહનોનું બુકીંગ પણ થઈ ગયું છે.

તેમણે સરકારની કુટનીતિ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે સરકાર સાથે પાસના આગેવાનોની મિટીંગ મળ્યે દોઢ મહિનો થઈ ગયો પણ હજી કોઈ ચર્ચા કરતા નથી. સરકાર એમ કહીને પાટીદારોની વાત ટાળી રહી છે કે તમને આપીએ તો બીજા પણ માગે. સરકારની દાનત સાફ નથી. એટલે આપણી ફરી એકવાર એકતાની તાકાત બતાવવાનો સમય પાકી ગયો છે. તેમણે કહ્યું કે શ્વેતાંગ પટેલ મર્ડર કેસમાં આરોપીઓના નામ જાહેર થઈ ચુક્યા છે, છતાં સરકાર કોઈ પગલા લેતી નથી. પાટીદારોએ ૧૪ વીરલા ગુમાવ્યા છે, તેનો જવાબ સરકારે આપવો પડશે. જવાબદારો સામે પગલા ભરવા પડશે નહીં તો પાટીદારો ૨૦૧૭ની ચૂંટણીમાં હિસાબ સરભર કરવા મક્કમ છે.

પાસના પ્રવક્તા મનોજ પનારાએ જણાવ્યું કે પાટીદારોના વિકાસમાં અનામત નામની દીવાલ નડે છે. જો વિકાસ કરવો હોય તો કાં તો આ દીવાલ તોડી નાખવી પડે, કાં તો દીવાલ કૂદવી પડશે. જે સમાજને મળ્યું છે તે ઝુંટવી લેવામાં પાટીદાર સમાજ માનતો નથી એટલે દીવાલ તોડવી નથી. વિકલ્પ છે દીવાલ કૂદવી પડે.
મનોજ પનારાએ જણાવ્યું કે સરકારે અનામત આપ્યા સિવાય છુટકો નથી. આંદોલનને પોણા બે વર્ષ થયા હવે છ મહિના ધીરજ ધરવાની છે. આ સરકારે સત્તામાં બેસવું હશે તો પાટીદારોને અનામત આપવી પડશે જ.

૧૭મીએ હાર્દિકના સ્વાગત માટે તેમજ ૧૭ થી ૨૧ જાન્યુઆરી દરમિયાન કાગવડ ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉમટી પડવા હાકલ કરાઈ હતી. આ પ્રસંગે પાટીદાર સમાજના સરપંચ પદે ચુંટાયેલા આગેવાનોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

Post Comments