Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇડરમાં ગઢવી- ચારણ સમાજ દ્વારા ના. કલેક્ટરને આવેદનપત્ર અપાયું

- ફેસબુક પર મોગલ માતા વિરૃદ્ધ અભદ્ર ટિપ્પણી મુદ્દે

- સાત દિવસમાં આરોપીઓ સામે યોગ્ય પગલા નહિ ભરાય તો આંદોલન

ઇડર, તા.13 જૂન 2018, બુધવાર

ઇડરમાં આઇશ્રી સોનલ શક્તિ સંગઠને ગઢવી (ચારણ) સમાજના પૂજનીય મોગલ માતા વિરૃદ્ધ ફેસબુક પર થયેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી, આવી ટિપ્પણી કરનાર વિરૃદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. ચિમકી ઉચ્ચારી છ કે, આ બાબતે ૭ દિવસમાં કોઈ પગલાં નહી ભરાય તો આ સંગઠન ઉગ્ર આંદોલન કરશે.

ગત સપ્તાહમાં કેટલાક તત્ત્વો દ્વારા ફેસબુક પર ચાલતા અપના અડ્ડા નામના ગુ્રપમાં ચારણ (ગઢવી), ક્ષત્રિય, માલધારી તથા અન્ય સમાજના પૂજનીય મોગલ માતા વિરૃદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ટિપ્પણીથી ગુજરાત તથા સમગ્ર વિશ્વમાં ફેલાયેલ ચારણ- ગઢવી સમાજની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાઈ છે. કેટલાક ધર્મ તથા જ્ઞાાતિ વિરોધી તત્ત્વો આવું હલકી કક્ષાનું કૃત્ય આચરી જ્ઞાાતિવાદ ફેલાવવાનો તથા વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ તત્ત્વોનું આવું કૃત્ય હરગીજ સાંખી લેવાય તેમ નથી. આવી ટીપ્પણીથી સમગ્ર ચારણ- ગઢવી સહિત મોગલ માતાને પૂજતી જ્ઞાાતિઓમાં રોષ ફેલાયો છે. જેને પગલે ગુજરાતભરમાં આ સમાજ દ્વારા આ પ્રકારની અભદ્ર ટીપ્પણી સાથે જોડાયેલ ગૃપના ૧૦ વ્યક્તિના નામજોગ આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

આ મામલે આજે ઇડરમાં પણ આઇશ્રી સોનલ શક્તિ સંગઠન તથા ઇડર ગઢવી સમાજે આવેદનપત્ર આપી ટીપ્પણી કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. આ બાબતે ૭ દિવસમાં કોઈ કાર્યવાહી નહી થાય તો સંગઠન દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.

Post Comments