Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાબરકાંઠા કોંગ્રેસની જનમિત્ર બનાવવાની બેઠકનો ફિયાસ્કો

- તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના પદાધિકારઓની સુચક ગેરહાજરી

- ચૂંટણી પહેલાનું કમઠાણ

હિંમતનગર, તા.૧૬ મે 2018, બુધવાર

આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ ધ્વારા બુથ લેવલે જનમિત્ર બનાવવા માટે તાજેતરમાં હિંમતનગર ખાતે મળેલી બૃ્રહદ કારોબારીમાં કરાયેલી જાહેરાત બાદ બુધવારે હિંમતનગર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પદાધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં મોટા ભાગના પદાધિકારીઓ ગેરહાજર રહેતા મીટીંગનો ફિયાસ્કો થયો હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

 થોડા સમય અગાઉ હિંમતનગર ખાતે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધપક્ષના નેતાની ઉપસ્થિતમાં યોજાયેલા બૃ્રહદ કારોબારીની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા જિલ્લાના ૨૩૭ બુથમાં એક પુરુષ અને એક મહિલા એમ બે જનમિત્રો બનાવવા માટેની જાહેરાત કરાઈ હતી. અને તેની જવાબદારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓને સોંપાવામાં આવી હતી.ેજે સંદર્ભે બુધવારે હિંમતનગર સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં જનમિત્ર સંદર્ભે તાલુકા, જીલ્લા અને નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ કમનસીબે આ બેઠકમાં ખુબજ ઓછા પદાધિકારીઓ હાજર રહેતા બેઠકનો ફિયાસ્કો થયો હોવાનું આધારભુત સૂત્રોમાંથી જણાવાયુ છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ભાજપ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક કબ્જે કરવા માટે અત્યારથી જ માઈક્રો પ્લાનીંગ કરી રહયુ છે.

Post Comments