Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેસાણાની ગોંવિદ મહાદેવની ચાલીના :મકાન રેલ્વે કોરીડોરના કપાતમાં જતા રહીશોના પ્રતીક ઉપવાસ

- ત્રણ દિવસ બાદ મળનારી કોરીડોરની બેઠકમાં પ્રશ્રો રજુ કરવાની ખાત્રીથી આંદોલન સમેટાયું

મહેસાણા, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં શહેરની ગોવિંદ મહાદેવ ચાલીના રહીશો આજે મંગળવારે ગાંધીજી ના બાવલા પાસે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. આ ચાલીના રહીશોના મકાનો રેલવેકોરીડોરમાં કપાતમાં જતા હોઈ આંદોલનનુ શસ્ત્ર રહીશોએ ઉગામ્યુ હતુ જો કે કલેકટરે તેઓને સમજાવી ત્રણ દિવસ બાદ કોરીડોરની બેઠકમાં તેમની સમસ્યા મુદ્દે રજુઆત કરશેની હૈયા ધારણા આપતા રહીશોએ પ્રતિક ઉપવાસ આટોપ્યા હતા.

મહેસાણાના ગંજબજાર પાછળ જનતાનગર નજીક આવેલ ગોવિંદ મહાદેવ ચાલીના પ૦ થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ ચાલીમાં વસવાટ કરતા પરિવારો મજુરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ઘણા વર્ષોથી અહી રહેતા આ પરિવારો પાલીકાના વેરો તેમજ વિજળી બીલ ભરે છે. જયારે સરકારના રેલવે કોરીડોરનો પ્રોજેકટ આવતા આ પરિવારોની ઉઘ હરામ થઈ ગઈ છે. કેમ કે કોરીડોરમાં તેમના મકાનો કપાતમાં જતા હોય તેઓ ચિંતીત બન્યા છે. ત્યારે આ મામલે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટની આગેવાનીમાં મંગળવારે આ ચાલીસ પરિવારોએ ન્યાય માટે ગોપીનાળા પાસે ગાંધીજીના બાવલાએ પ્રતિક ઉપવાસ નો પ્રારંભ કર્યો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતુ કે કલેકટરે અમારી તેમજ આ દઃુખી પરિવારોના આગેવાનો સાથે બપોરે બેઠક કરી હતી જેમાં ત્રણ દિવસ પછી કોરીડોરની બેઠક હોઈ તેમાં આ પ્રશ્ન મામલે રજુઆત કરાશે અને તેમની સમસ્યાનુ સમાધાન લાવવામાં આવશે. કલેકટરે હૈયાધારણાને લઈ પ્રતિક ઉપવાસ આટોપી લેવાયા હતા.

Post Comments