Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાક મુરઝાયો :વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકામાં સૌથી ઓછો વરસાદ

- વરસાદ ખેંચાતા બોર કુવાઓના સહારે ખેડૂતોએ ડાગરના ધરૃની રોપણી શરૃ કરી

પ્રાંતિજ, તા.11 જૂલાઇ 2018 બુધવાર

પ્રાંતિજમાં  સિઝનનો માત્ર  માત્ર એક ઇચ વરસાદ પડતાં ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ છે  જેના કારણે પાક મુરઝાવા લાગ્યો છે અને તૈયાર થયેલા ડાંગળનો ધરૃ પાણી વગર સુકાવા લાગ્યા છે. કેટલાક ખેડૂતો બોરકુવાઓના સહારે  ડાંગળની રોપણીની શરૃઆત કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં સૌથી ઓછો વરસાદ પ્રાંતિજ- તલોદ તાલુકામાં પડયો છે જેમાં સિઝનનો અત્યાર સુધીનો પ્રાંતિજમાં એક ઇચ અને તલોદ માં દાઢ ઇંચ વરસાદ ખાબક્યો છે   હાલ બોર કુવાઆમાંપણ પાણીના તળ નીચે જતાં તળીયા દેખાવા માંડયા છે.  બીજીબાજુ ધરતી પુત્રોએ વરસાદની આશાઓ સાથે ચોમાસું ખેતી ડાંગળનો તૈયાર થયેલ ધરૃ પણ મોટો થવા આવ્યો છતાં ધરતી પુત્રો દ્વારા ખેતરમાં રોપણી કરવામાં આવી નથી.  કેટલાક ખેડૂતો દ્વારા બોરકુવાઓના પાણીને લઇને ડાંગરની રોપણીની શરૃઆત કરવામાં આવી રહી છે. કેટલાક ખેડૂતોએ વગ પાણીએ ડાંગરની રોપણી હાથધરવામાં આવી છે. અને જો વરસાદ ખેંચાશે તો ખેડૂતો ને ડાંગરનો ધરૃ રોપણી ખાતર સહિતનો ખર્ચ માથે પડશે. ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

Post Comments