Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેના ગ્રામીણ બેન્કમાં ત્રાટકેલા તસ્કર ટોળકીનો ફેરો ફોગટ નિવડયો

- તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ખાતેની

- મુખ્ય દરવાજાના તાળા તોડીને બેન્કમાં ઘૂસ્યા પછી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ ગયા

તલોદ, તા. ૧૪ નવેમ્બર મંગળવાર 2017

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ખાતેની દેના ગુજરાત ગ્રામીણ બેંકના મુખ્ય દરવાજાના તાળાથી માંડી અડધો ડઝનથી વધુ તાળાં કાપી/તોડી બેંકમાં ઘૂસેલા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ આજે મંગળવારે બેંકના શાખા મેનેજરે તલોદ પોલીસ દફતરે નોંધાવી છે.

બેંક મેનેજર ભદ્રેશકુમાર ભગવાનભાઈ પટેલએ નોંધાવેલ ફરિયાદ અન્વયે મળતી માહિતી જોતાં તાજપુર કેમ્પ ખાતેની દેના ગુજરાત ગ્રામીણ બેંક શાખામાં કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. બેંકના મુખ્ય દરવાજાના અને અન્ય તાળાં તસ્કરોએ ધારદાર કટરથી કાપી નાંખ્યા હતા. આ ઉપરાંત બેંકમા ધૂસીને સી.સી.ટી.વી.ના વાયર પણ કાપી નાંખ્યા હતા પણ  તિજોરીને તોડવામાં નિષ્ફળતા સાંપડી  હતી.
આખરે ખાલી હાથે તસ્કરો ભાગી છૂટયા હતા.

Post Comments