Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈલોલમાં કોટનના ગોડાઉનમાં આગ લાગતા કપાસનો ખોળ ખાખ

- અગમ્ય કારણસર આગ ભભૂકતા એક હજાર બોરી ખોળ બળી ગયોછ જાનહાનિ ટળી

હિંમતનગર, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

હિંમતનગર તાલુકાના ઈલોલ ગામે આવેલા કોટનના એક ગોડાઉનમાં મંગળવારે અગમ્ય કારણોસર આગ લાગતા અંદાજે ૧૦૦૦ થી વધુ બોરી કપાસનો ખોળ બળી ગયો હતો. જેથી ગોડાઉનના માલિકોને નુકશાન થયુ છે.

હિંમતનગર ફાયરબ્રીગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈલોલ ગામે આવેલ ફર્મા કોટન ઈન્ડસ્ટ્રીઝમાં બપોરના સુમારે અચાનક આગ લાગતા તે અંગે હિંમતનગર ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બે ફાયર ફાઈટરો તથા ફાયરબ્રીગેડના જવાનોએ તાબડતોબ પાણીની ટેન્કરો સાથે ઈલોલ પહોંચી ગયા હતા.

ત્યારબાદ ફર્મા કોટન ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં લાગેલી આગ બુઝવવા માટે પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે આગ લાગવાને કારણે ગોડાઉનમાં રખાયેલ અંદાજે ૧૦૦૦ થી વધુ કપાસીયા ખોળની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

Post Comments