Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેસાણાના કોંગી નગરસેવકો દીવની સહેલગાહે જવા રવાના

- ભાજપનું સ્વપ્ન રોળાયું: કોંગ્રેસમાં બળવો થવો અશક્ય

- ભાજપ હોર્સ ટ્રેડિંગ ન કરે તે માટે નગરસેવકોને ૪૨૦ કિ.મી. દૂર લઈ જવાયા

મહેસાણા, તા. 12 જૂન 2018, મંગળવાર

મહેસાણા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી આગામી તા. ૧૪મીએ છે ત્યારે ભાજપ હોર્સ ટ્રેડિંગ ન કરે તે માટે તમામ ૨૯ નગરસેવકોને દિવ ખાતે લઈ જવાયા છે. મહેસાણાથી ૪૨૦ કિ.મી. દુર લઈ જઈ ત્યાંથી પાર્ટી જેને મેન્ડેટ આપે તેને પ્રમુખ બનવા માટે તમામ કોંગી નગરસેવકો રાજી થઈ જતા ભાજપના સ્વપ્ન ઉપર પાણી ફરી ગયું છે.

મહેસાણા પાલિકામાં જ્યારથી કોંગ્રેસની સરકાર આવી ત્યારે માત્ર સવા વર્ષ સુધી કોંગ્રેસ સત્તા ભોગવી શકી હતી.  કારણ કે ત્યારબાદ ભાજપે ટેકો આપી કોંગ્રેસ પાસેથી મહત્વના પદ છીનવી લીધા હતા. જેમાં કારોબારી ચેરમેનનું પદ મહત્વનું હતું ત્યારબાદ હવે ૧૪મીએ ફરી ઈલેક્શન હોવાથી કોંગ્રેસ પક્ષ સતર્ક થઈ ગયું છે. જેથી મોવડીઓએ તમામ કોંગી નગરસેવકોને દિવ ખાતે લઈ ગઈ છે. આજે સવારે કોંગ્રેસના નગરસેવકો સરકીટ હાઉસથી સીધા બાય બસ દીવ નીકળ્યા હતા. જેમાં અમુક આગેવાનો પોતાની કાર લઈને ગયા હતા.

કોંગ્રેસના તમામ નગરસેવકોને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે મત આપવા રાજી થઈ ગયા છે. જેથી ભાજપે પણ પોતાના હથિયારો હેઠા મુકી દીધા છે. જોકે ૧૪મીએ હજુ તમામની નજર રહેવાની છે. કારણ કે ગઈ ટર્મમાં પણ ોકંગ્રેસના નગરસેવકો સુરત ગયા હતા પણ ભાજપે ખેલ પાડી દીધો હતો.

Post Comments