Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિધ્ધપુરની ગૌરવ યાત્રામાં કોંગ્રેસના ૫૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા

- તા. પંચાયત પ્રમુખ  તથા સદસ્યો, પાલિકા પ્રમુખ વિકાસ પેનલ, યુથ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા ગરમાવો

સિધ્ધપુર, તા. ૧૧ બુધવાર, ઓક્ટોબર 2017
ઉત્તર ગુજરાતમાં ગૈૌરવયાત્રા ઠેરટેર ફરી રહી છે. ત્યારે આજે ગૈરવયાત્રાનું સિધ્ધપુરમાં આગમન થયું હતું. ગૌરવયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત રહ્યા હતા.  આ દરમ્યાન સિધ્ધપુરના પુર્વ ધારાસભ્ય બલવંતસિંહ રાજપુતના સમર્થનમાં તેમની આગેવાની ૫૦૦થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો.

સિધ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર ૧૫ સભ્યો સાથે તેમજ સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અજીતભાઈ મારફતીયા વિકાસ પેનલ અને અપક્ષ ૧૧ તેમજ કોંગ્રેસ પક્ષના ૬ સભ્યો મળી ૧૭ સભ્યો ભાજપમાં જોડાયા હતા. આમ, સિધ્ધપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હસ્તગત કરી હતી. આ ઉપરાંત માર્કેટયાર્ડના જશુભાઈ પટેલ સહિત ૪ ડીરેક્ટર, સિધ્ધપુર અને સરસ્વતી તાલુકાના ૫૦થી વધુ સરપંચો, મોટી સંખ્યામાં આગેવાનો, એન.એસ.યુ.આઈ.ના ૫૦૦ કાર્યકરો, પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી ભાવેશ રાજગુરુ, શહેર કોંગ્રેસ પ્રમુખ જે. ડી. પટેલ, કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તે ઉપરાંત તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંતરબા ઠાકોર મોટી સંખ્યામાં મહિલાઓ સાથે ભાજપમાં જોડાયા હતા.

Post Comments