Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્દિક પટેલની ગાંગલાસણના જનવેદના સંમેલનની સભા યોજવા સામે ફરિયાદ

-વિધાનસભાની ચૂંટણી દરમિયાન

એક માસ બાદ મામલતદારે સિધ્ધપુર પો. સ્ટે.માં સભા દરમિયાન આક્ષેપો અંગે શરત ભંગ સહિતના આરોપોની ફરિયાદ નોંધાવતા ચકચાર

સિધ્ધપુર, તા.11 જાન્યુઆરી 2018, ગુરૂવાર

પાસના નેતા હાર્દિક પટેલની ગયા મહિને સિધ્ધપુરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તા. ૧૦-૧૨-૧૭ના રોજ ગાંગલાસણ રોડ પર આવેલી એપલ રેસીડેન્સીમાં પાટીદાર સમાજની જનવેદના સંમેલનની જાહેર સભા યોજાઈ હતી. જેમાં સિધ્ધપુર મામલતદારે આ જાહેરસભામાં હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલ ભાષણમાં પંચાયતની શરતોનો ભંગ કરવા બદલ એક માસમાં સિધ્ધપુર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવતા સિધ્ધપુરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સિધ્ધપુર મામલતદાર ફરિયાદી હરીશકુમાર વસંતલાલ ગોરનાઓને જિલ્લા ચૂંટણી અધિકારી પાટણએ હુકમ અનુસાર ગુજરાત વિધાનસભામાં ૧૭ની ચૂંટણીમાં નોડલ ઓફિસર તરીકે સિધ્ધપુર ખાતે નિમણુંક કરી હતી. જે સિધ્ધપુરમાં હાઈવે કાકોશી ચાર રસ્તાથી ગાંગલાસણ રોડ પર આવેલી  એપલ રેસીડેન્સીમાં પાસના નેતા હાર્દિક પટેલની જાહેર સભા કરવા માટે પાસના નેતા હાર્દિક ભરતભાઈ પટેલ તથા ગૌરવકુમાર રમેશભાઈ પટેલ વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે.

જેમાં હાર્દિક પટેલ ઉપર જનવેદના સંમેલનમાં જાહેર સભામાં તેના પ્રવચનમાં પરવાનગીની શરતોનો ભંગ કરતા પ્રવચનમાં પાટીદાર સમાજ પ્રેરીત શરૃ થયેલા આંદોલનની શરૃઆતમાં બે ભાગમાં કરવા ઉત્તર ગુજરાતની અંદર  સમાજને ગેરમાર્ગે દોરવા તેમજ પટેલ તેમજ મુસ્લીમ અને હિન્દુઓ જેવી જાતિઓ વચ્ચે વર્ગવિગ્રહ વધે તેવું કામ કર્યું  છે તેવા આક્ષેપો નિતીનભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરી સામે કર્યો  છે. જે આક્ષેપવાળા બન્ને વ્યક્તિઓ ગુજરાત રાજ્યની વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.

જ્યારે બીજા આક્ષેપોમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા નહીં તેવા ઉચ્ચારણો ભાજપના નેતાઓ સામે કરી ભાજપને ચૂંટણીલક્ષી સીધી રીતે અસર થાય તેવા સીધા મતદારોના માનસને નકારાત્મક પ્રભાવ પાડે તેવા પ્રયત્નો કરતા સિધ્ધપુરના મામલતદારે હાર્દિક પટેલ વિરુધ્ધ પરવાનગીની શરતો ભંગ કરેલ હોઈ તેમજ ગૌરવકુમાર રમેશભાઈ પટેલનાઓએ હાર્દિક પટેલને ગુનો કરવામાં મદદગારી કરેલ હોઈ બન્ને વિરુધ્ધ ગુનો દાખલ કરી સિધ્ધપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.તેજ રીતે ચાણસ્મા માં પણ મામલતદારે ફરિયાદ નોધાવી છે.

Post Comments