Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહા શિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી

- સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં

- જિલ્લાભરના શિવાલયો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠયા વિવિધ અભિષેક સહિત ચાર પ્રહરની વિશેષ પૂજા અર્ચના કરાઈ

મોડાસા,હિંમતનગર તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

દેવાધી દેવ મહાદેવજીની વિશેષ પૂજા અર્ચનાનું મહિમાવંતુ પર્વ મહાશિવરાત્રી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાભરમાં શ્રધ્ધા-ઉમંગભેેર મનાવાયું હતું.મહાવદ-૧૩ના પવિત્ર દિને ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના અને ચાર પ્રહરની પૂજા તમામ શિવાલયોમાં યોજાતાં હજારો શિવભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા અને હર હર મહાદેવના જયઘોષ થી શિવાલયો ગુંજી ઉઠયા હતા.

અરવલ્લી જિલ્લામાં મહા શિવરાત્રીનું પર્વ શ્રધ્ધાભેર ઉજવાયું હતું. આ પવિત્ર પર્વે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના હાથ ધરાઈ હતી.વહેલી સવારથી જ શિવભક્તો શિવાલયોમાં ઉમટી પડયા હતા અને ભગવાન વિશ્વનાથ ની જળ,દૂધ,બિલ્વપત્રો,શેરડી ના રસ સહિતની અભિષેક પૂજા કજાઈ હતી.આ મહિમા પર્વે મોડાસા ખાતે કાશી વિશ્વનાથ ભગવાનની પરંપરાગત શોભાયાત્રા યોજાઈ હતી.જયારે ગેબીનાથ મહાદેવ ખાતે યોજાયેલા લોકમેળામાં નગરજનો અને આસપાસના ગ્રામજનો મોટીસંખ્યામાં ઉમટયા હતા.ગેબીનાથ શિવાલયના ટ્રસ્ટ દ્વારા ૫૦ કીલો થી વધુ ઘી માંથી બનાવેલ શિવ-પાર્વતીની નયનરમ્ય મૂર્તિના દર્શન વડે શિવ ભક્તો ધન્ય બન્યા હતા.પંથકના રામનાથ મહાદેવ,પશુપતિ નાથ મહાદેવ(પાલનપુર) સોમનાથ મહાદેવ(રાજેન્દ્રનગર),કપિલેશ્વર મહાદેવ(કોલવડા),લંકેશ્વર મહાદેવ(જાલોદર),કુંભેરા મહાદેવ(શામપુર),મોટેશ્વર મહાદેવ (મોટીઈસરોલ),ચંદ્રમોલેશ્વર મહાદેવ(ઉમેદપુર),વૈજનાથ મહાદેવ(વાદીયોલ)અને ટીંટોઈ ના શિવ મંદિર સહિતના દેવાલયોમાં હર હર મહાદેવના જયઘોષ વચ્ચે ઓમ નમ : શિવાય ના પંચાક્ષરી મંત્રનો નાદ ગુંજી ઉઠયો હતો.

શિવરાત્રી નિમિત્તે હિંમતનગરના ઝરણેશ્વર, ભોલેશ્વર, બેરણાના કંટાળેશ્વર, રાયગઢના વૈજનાથ મહાદેવ તથા પ્રાંતિજના મારકંડેશ્વર મહાદેવ, ગલતેશ્વર અને વદરાડ ગામે આવેલ સ્વયભૂ કંટાળેશ્વર મહાદેવ માં મંગળવારે વહેલી સવારથી શિવ ભક્તો એ આવી પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો. રાયગઢના વૈજનાથ મહાદેવમાં શિવરાત્રી નિમિત્તે શિવ ભક્તો ધ્વારા ૧૫૦૦૦ નારીયેરની મદદથી શિવલીંગને શણગાર કરવામાં આવ્યો હતો ઉપરાંત બેરણાના કંટાળેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની પ્રતિમાં સમક્ષ સવામણ રૃ માંથી દિવેટ બનાવી ને શિવ ભક્તોએ શુભ ચોઘડીયામાં પ્રજવલિત કરતાની સાથે શિવ ભક્તોએ જયભોલેના નાદ સાથે ઉચ્ચારણો કરી મહાદેવ પરિસરને ભક્તિમય બનાવી દીધુ હતુ અને ભાંગનો પ્રસાદ લીધો હતોવદરાડ ગામે આવેલ કંટાળેશ્વર મહાદેવમાં શિવરાત્રી નિમિત્તે ગામના યુવાનો ધ્વારા ભજન સંધ્યાનું લોકફાળો એકત્ર કરી આયોજન કર્યુ હતુ જેમા નામાંકિત ભજનીકોને બોલાવ્યા હતા શિવરાત્રી નિમિત્તે રજા હોવાને કારણે બજારોમાં પણ ચહલ પહલ નહિવત રહેવા પામી હતી.

Post Comments