Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંંચાયત દ્વારા દુકાનોના ખાતમુહર્તના ખાડામાં બેસીને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો

- મોડસાના ટીંટોઈ ગામે પંચાયતના સભ્યનો અનોખો વિરોધ

- બ્રાહ્મણ સમાજની જમીન હોવાનો દાવો કરવા સાથે ઐતિહાસિક કૂવાના રક્ષણની માંગણી કરી

મોડાસા,તા.૧૨ ઓક્ટોબર ગુરુવાર 2017

મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ગ્રામ પંચાયત દ્વારા દુકાનો બનાવવાની યોજના હેઠળ ખાતમુહર્ત યોજાયું હતું. પરંતુ આ જગા ઉપર છેલ્લા ૨૫ વર્ષથી ધંધો રોજગારી કરી રહેલા કેબીન-ગલ્લા ધારકોને અનઅધિકૃત રીતે દિવાળીના તહેવાર ટાણે જ હટાવી દેવાની પંચાયતની નીતી રીતી સામે વિરોધ દર્શાવવા પંચાયતના સદસ્ય જ ખાતમુહર્તના ખાડામાં અનશન પર બેસી જતાં ભારે ચકચાર મચી હતી. અને તંત્ર દોડતું થયું હતું.અંતે આ સદસ્યને પારણાં કરાવી સમાધાન કરાવાતાં ચકચારી મામલો થાળે પડયો હતો.

ટીંટોઈ ગ્રામ પંચાયત દ્વારા ગામની જમીનમાં દબાણ કરી બેઠેલા લારી-ગલ્લાવાળાઓને હટાવી આઠ દુકાનો બાંધવાના પ્રોજેકટ ના ભાગરૃપે ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો હતો. અગ્રણીઓની ઉપસ્થિતિમાં જ યોજાયેલ ખાતમુહર્ત કાર્યક્રમ દરમ્યાન ગ્રામ પંચાયતના સદસ્ય નારાયણભાઈ રાઠોડ ખાતમુહર્તના ખાડામાંજ બેસી ગયા હતા અને દિવાળી ટાણે કેબીન ગલ્લા ધારકોને હટાવી ખાનગી જમીનમાં પંચાયત દ્વારા દુકાનો બાંધવાની કામગીરી સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો.પંચાયત સદસ્ય નારાયણ રાઠોડે ખાતમુહર્ત ના ખાડામાંથી જ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી મળતીયાઓને દુકાનો બાંધવા અપાયેલ કોન્ટ્રાકટનો પણ વિરોધ વ્યક્ત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.પંચાયત સદસ્ય જણાવ્યા મુજબ પંચાયત હાલ જે જગા ઉપર દુકાનો બાંધવા ખાતમુહર્ત યોજી રહી છે તે જમીન બ્રાહ્મણ સમાજની છે. આ જગા ઉપર આવેલ ૧૮૫૭ની સાલના ઐતિહાસીક કૂવાનો નાશ પંચાયત દ્વારા કરાઈ રહયો છે.જો પંચાયતે શોપીંગ બનાવવાનું હોય તો પંચાયતની માલીકીની જગા આવેલ છે ત્યાં બનાવે.વધુમાં પંચાયતમાં આવેલ ૨૧ લાખ રૃપિયાની ગ્રાન્ટ સત્તાધીશો પોતાની મરજી મુજબ વાપરી રહયા હોવાનો અને ગામમાં ફેલાયેલી ગંદકી હટાવવા ના બદલે કે રોડના કામો હાથ ધરવાના બદલે હોદ્દેદારોના મળતીયાઓને શોપીંગ બાંધવાના કોન્ટ્રાકટ આપવામાં રચ્યા પચ્યા હોવાનું જણાવ્યું હતું.ત્રણ કલાની સમજાવટ બાદ આ પંચાયત સદસ્યને પારણાં કરાવાતાં ખાડો છોડી બહાર આવ્યા હતા.

ટીંટોઈ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મહેશભાઈ પટેલના જણાવ્યા મુજબ જે સ્થળે આઠ દુકાનો બાંધવાની છે તે જમીન પંચાયતની છે અને હાલ કબ્જો-ભોગવટો ધરાવતા ઈસમોને આ દુકાનો ફાળવવાની છે.ગલ્લા હટાવી દુકાનો બાંધવાનો હેતુ સ્વચ્છતા જળવાય અને ગામની શોભા વધે એજ હોવાનું ઉપસરપંચે જણાવ્યું હતું.

Post Comments