Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોડાસામાં ટેકાના ભાવે તુવેરની પ્રથમ દિવસે ૧૦૬ બોરીની ખરીદી

- ૯૦ ખેડુતો દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન નોંધણી કરાવાઈ

- મોડાસા ખાતે પુરવઠા નિગમ દ્વારા ઘઉંની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૃ કરાયું

મોડાસા, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

સરકાર દ્વારા ઠરાવેલ ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરવા શરૃ કરાયેલ ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ વિધિવત રીતે મંગળવારના રોજ મોડાસા ખાતે ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો અને પ્રથમ દિવસે જ  ૯ ખેડૂતો પાસેથી ૧૦૬ બોરી તુવેરની મણે રૃપિયા ૧૦૯૦ ભાવે ખરીદી કરાઈ હતી.

રવિ પાકના વાવેતર બાદ તૈયાર થયેલ ખેત પેદાશોની આવકો શરૃ થતાં ખેડૂતોને પોતાની ખેતપેદાશોના યોગ્ય પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સત્વરે ટેકાના ભાવે ઘઉં,તુવેરની ખરીદી શરૃ કરાયે તેવી માંગ ઉઠી હતી.ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદી માટેની એજન્સી નક્કી કરાયા બાદ ૯મી માર્ચથી તુવેર વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન મોડાસા યાર્ડ ખાતે શરૃ કરાયું હતું. જેમાં છેલ્લા પાંચ દિવસમાં ૯૦ ખેડૂતો એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આજે મોડાસા ખાતે ના સરદાર પટેલ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનું કેન્દ્ર શરૃ કરાયું હતુ. આજથી વિધિવત રીતે પ્રારંભ કરાયેલ આ નવીન માર્કેટયાર્ડ ખાતે ના કેન્દ્ર પર પ્રથમ દિવસે ૧૦૬ બોરી તુવેરની ખરીદી કરાઈ હોવાનું અધિકારી દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું. ટેકાના ભાવ પ્રતિ મણ રૃ.૧૦૯૦ ના ભાવે ૮૫ કવીન્ટલની ખરીદી કેન્દ્ર દ્વારા કરાઈ હતી.જયારે આગામી દિવસોમાં વધુ મોટા પ્રમાણમાંં ખેડૂતો દ્વારા માલ વેચાણ અર્થે ઉતારાશે એમ મનાઈ રહયું છે.

રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા આગામી ૧૫મી માર્ચથી પ્રતિ મણ રૃ.૩૪૭ના ઠરાવેલ ટેકાના ભાવે જિલ્લામાં ઘઉંની ખરીદી શરૃ કરવામાં આવનાર છે.ત્યારે જિલ્લા પુરવઠા ગોડાઉન મેનેજર એન.સી.શાહના જણાવ્યા મુજબ ૧૩મી માર્ચથી ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જિલ્લાના મોડાસા,ધનસુરા અને ટીંટોઈ યાર્ડ સહિત તાલુકા કક્ષાનાન પુરવઠા ગોડાઉન ખાતે ગુરૃવારથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૃ કરવામાં આવનાર છે.

Post Comments