Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પ્રદેશ દ્વારા હોદ્દા પરથી દૂર કરાયા

- ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચાર કર્યાનો વિડીયો વાયરલ તથા ફરિયાદ થતાં પગલું ભરાયું : નવા પ્રમુખ દિનેશ ગઢવીની નિમણૂંક

છાપી, તા. ૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઝાકીર ચૌહાણ ઉપર જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટિકિટોની વહેચણીમાં ભ્રષ્ટાચાર કર્યાનો વિડીયો વાયરલ થતાં અને તેઓ વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાવાતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લામાં નિરીક્ષકો મોકલી રિપોર્ટ મંગાવ્યો હતો. જેને લઈ ઝાકીર ચૌહાણને તેમના હોદ્દા ઉપરથી દુર કરી કાર્યકારી પ્રમુખ તરીકે દિનેશ ગઢવીની નિમણૂંક કરવામાં આવી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી મંગળવારે જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અને તાજેતરની ઘટનાની જાણકારી મેળવી હતી.  જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ દ્વારા વડગામ તાલુકાના વણસોલ તાલુકા પંચાયતની ટિકિટ આપવા પેટે રૃા. ૨૫૦૦૦ ફતાભાઈ કરેમ પાસે લીધા હતા. જોકે ટિકિટ ન આપી છેતરપીડી કરતા નાણાં પરત ન આપતા પ્રમુખ વિરુધ્ધ ફતાભાઈએ છેતરપીંડીની ફરિયાદ પાલનપુર પોલીસ મથકે નોંધાવતા જિલ્લાથી લઈ પ્રદેશ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા કાર્યકરો સાથે ચર્ચા કરી ઝાકીર ચૌહાણની તેઓના પદ ઉપરથી દુર કર્યા હતા. આમ તેઓને જગ્યાએ  દિનેશભાઈ ગઢવીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરી હતી. દિનેશભાઈ ગઢવીને નિમણુંકથી જિલ્લા કોંગ્રેસમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Post Comments