Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરવલ્લી જિલ્લામાં બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ

મોડાસા,તા.13 બુધવાર, સપ્ટેમ્બર 2017

વિદેશના સોશીયલ મીડીયાના પ્લેટફોર્મ પર તથા ઈન્ટરનેટના વિવિધ કોમ્પ્યુનીકેશન પ્લેટફોર્મ પર ચકચાર મચાવનાર બ્લૂ વ્હેલગેમે વિશ્વભરમાં ચકચાર મચાવી છે.આ ચકચારી ગેમના કયુરેટર કે એડમીનીસ્ટ્રેટર ગેમ રમતા યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરીત કરી રહયા છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આત્મહત્યા કરવા પ્રેરીત કરતી ગેમની ગતિવિધિ વિરૃધ્ધ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
ત્યારે રાજયમાં પણ આવી ઘટનાઓ નોંધાતાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૃરી સાવચેતીના પગલારૃપે આ ગેમ રમનાર કે રમવા પ્રોત્સાહિત કરનારાઓ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જરૃરી આદેશો કરાયા હતા.

અરવલ્લી જિલ્લા મેજીસ્ટ્રેટ શાલીની અગ્રવાલ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો બીજા અધિનીયમ)ના કાયદાની કલમ૧૪૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૃએ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું.આ જાહેરનામામાં કરાયેલી તાકીદ મુજબ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુસર બ્લૂ વ્હેલ ગેમ કે બ્લૂ વ્હેલ ચેલેન્જ કોઈપણ પ્લેટફોર્મ પરથી રોલ પ્લે કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જેથી ગેમ રમવા ઉપર અને કયુરેટ અને એડમિનિસ્ટ્રેશનનો રોલ અદા કરનાર સામે  ફોજદારી ગુનો નોંધવામાં આવશે તે મુજબનું જાહેરનામુ પ્રસિધ્ધ કરી કોઈ રમતુ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત અથવા મૌખિક  જાણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

આ જાહેરનામાનો ઉલ્લઘંન કરનાર સામે કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસની એટકની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

Post Comments