Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂતોના પાક નિષ્ફળ અને જમીન ધોવાણ મામલે મામલતદારને આવેદન

- ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા

- વ્હાલા દવાલાની નીતિમાં સહાય ચુકવાઈ નથી

ભાભર, તા.૧ર ઓક્ટોબર ગુરુવાર 2017

ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિથી ભાભર તાલુકાના તમામ ગામના ખેડૂતોને ખેતી પાક નિષ્ફિળ અને જમીન ધોવાણ થવાથી મોટા પાયે નુકશાન થવા પામેલ છે અને સરકાર દ્વારા હેકટરદીઠ વળતર ચુકવવાની જાહેરાત છતાં ખેડૂતોને પુરતું વળતર મળેલ નથી અને  સહાય ચુકવણામાં વ્હાલા-દવાલાની નિતી અખત્યાર કરવામાં આવી હોવા બાબતે આજે ભાભર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તાલુકાના ગામેગામથી ખેડૂતોના જણાવ્યા મુજબ ભાજપના કાર્યકરોએ તેમના મળતીયા ખાતેદારોને વળતર વધુ અપાવેલ છે. જે પક્ષપાત થયો છે. જે બિનલોકશાહી કૃત્ય છે. તમામ ખેડૂતોને નિયમોનુસાર એક સરખું વળતર આપવા માંગણી છે અને સરકારની યોજનામાં બધા ખેડૂતોનો સરખો હિસ્સો છે જેથી જે ખેડૂતોને વળતર ઓછુ આપેલ છે તેઓને પુરતુ વળતર આપવુ તેમજ તમામ બેંકોમાં ખેડૂતોના વળતરના જમા થયેલ નાણાં દિવાળી પહેલાં મળી શકે તેવી વ્યવસ્થા કરવાની માંગ પણ કરાઈ છે.

 તેમજ ભાભર તાલુકાની નર્મદા કેનાલોનુ રીપેરીંગ કામ સત્વરે પૂર્ણ કરી રવિ સીઝનમાં પાણી આપવું. વેજપુર બેણપ નર્મદા કેનાલમાંથી મેરાપુરાથી એડવ ૧ (એક) નુ તુટેલી કેનાલનુ રીપેરીંગ  પૂર્ણ કરવુ. તથા ભાભર તાલુકાના ખેડૂતોને વીજ કનેકશનો સત્વરે પૂરા પાડવા તથા ખેતીના વીજ બીલો ડીસેમ્બર-૧૭ સુધી માફ કરવા બાબતનુ આવેદનપત્ર આજે બપોરે એ.આઈ.સી.સી.ના મેમ્બર ગેનીબેન ઠાકોર સહિત તાલુકાના મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ મામલતદાર કચેરીએ આપેલ હતું.

Post Comments