Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાલનપુર-મહેસાણા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવાનો પ્રયાસ

- રેલ્વેના પાટા વચ્ચે લોખંડના હૂક લગાવી

- રેલ્વે અધિકારી, પાટણ એસપી, એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

છાપી, તા.૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

પાલનપુર-મહેસાણા રેલ્વે લાઈન ઉપર આવેલા છાપી પાસેના ધારેવાડા રેલ્વે સ્ટેનના  સો મીટરના અંતરે રેલવેના પાટાના જોઈન્ટ  ઉપર લોખંડનો હુક લગાવી ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે રેલ્વાના કર્માચારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે રેલ્વે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે પાલનપુર -મહેસાણા રેલ્વે લાઈન ઉપર આવેલા ધારેવાડાની દક્ષિણ દીશાએ સો મીટરના અંતરે ૧૩ નંબરના સેજ પાસેના જોઈન્ટમાં લોખંડનો હુક લગાવી કથિત અજાણ્યા ઈસમોએ ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ રાત્રિ પેટ્રોલીંગ કરતા રેલ્વેના કર્મચારીને થતા તાત્કાલીક રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. જેથી ઘટનાને લઈ રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ પાટણ એસ.પી. સહીતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી. રેલવેના જોઈન્ટ ઉપર લોખંડનો હુક લગાવ્યા બાદ પાટા ઉપરથી ટ્રેનો પસાર થવા છતા કોઈ નુકશાન થયુ નહતુ અને લોખંડનો હુકમ તુટીને બહાર ફેકાઈ ગયો હોવાનુ જાણવા મળે છે.

 આ બાબતે એફ.એસ.એલ.ની ટીમ ઘટના સ્થળ ઉપર આી તપાસ હાથ ધરી હતી.

જોકે આ સમગ્ર ઘટનાના પ્રકાશમાં આવતા તંત્ર ચોંકી ઉઠયુ હતુ. મહેસાણા-પાલનપુર ેરેલ્વે ટ્રેક ઉપર કથિત ટ્રેન ઉથલાવવાનુ કાવત્રુ અને ભાંગફોડની ઘટનાને લઈ રેલ્વે તંત્ર સહીત પંથકમાં ખળભળાટ સાથે ભયનુ વાતાવરણ સર્જાયુ છે. આ સમગ્ર ઘટનાને લઈ રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી કાવત્રાખોરોની તપાસ હાથ ધરી છે.

એફએસએલના રીપોર્ટ બાદ સમગ્ર વિગતો જાણી શકાશે
રેલ્વે પોલીસ અધિકારી પીએફ પઠાણ જણાવ્યુ હતુ કે ટ્રેનોની ગતિના કારણે હુક ઉછળીને પાટા ઉપર પડયો હોવાનુ શકયતા હોઈ શકે એફ.એસ.એલ.ના રીપોર્ટ બાદ સાચી જાણકારી મળી શકે હાલ પુરતુ કોઈ ભાંગફોડની શકયતા જણાતી નથી.

પાટા પાસેથી દારૃની બોટલો અને સિગારેટના પેકેટ મળ્યા
રેલ્વે પાટાના જોઈન્ટની સામે પચાસથી સાઈઠ ફુટના અંતરે ઈગ્લીશ દારૃની બોટલ પાણીના પાઉચ અને સીગરેટના પેકેટ મળી આવ્યા હતા. જેથી આ કાવત્રુ ઘટવામાં ચારથી પાંચ શખ્સો હોઈ શકે છે. પોલીસે આ દિશામાં પણ તપાસ ધરી હોવાનું જાણવા મળે છે.

Post Comments