Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધાનેરાના શેરગઢ ગામમાં ખેતરના શેઢાની તકરારમાં કુહાડીથી હુમલો

- ટ્રેક્ટરથી થાંભલો પાડી નાખી લઈ જતા મામલો બીચક્યો

ધાનેરા, તા. ૧૨ ઓક્ટોબર ગુરુવાર 2017

ધાનેરા તાલુકાના શેરગઢ ગામે શેઢાની તકરારમાં મારામારી થઇ હતી જેમાં એકને ઈજા પહોંચાડતા દવાખાને દાખલ કરાયો હતો.

ધાનેરાના શેરગઢ ગામે પટેલ કેહરાભાઈ ભેમાભાઈનું ખેજડાવાળુ ખેતર આવેલ છે તેમાં કેહરાભાઈ કુટુંબકબીલા સાથે રહે છે. બાજુમાં  પટેલ જેઠાભાઈ હીરાભાઈનું ખેતર આવેલ છે. બન્ને વચ્ચે થાંભલા નાખી હદ નક્કી કરવામાં આવી છે. ગત તા. ૯-૧૦-૧૭ના રોજ બપોરના સાડા ત્રણના સુમારે પટેલ જેઠા હીરા તથા ધનરાજ અજબા તેમનું સોનાલીકા ટ્રેક્ટર લઈ શેઢા પાસે આવી થાંભલો પાડીને લઈ જવા લાગતા તેને સોનાભાઈ ભેમાભાઈ તેને શેઢો તોડવા તથા થાંભલા પાડવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ જઈ  ગાળો બોલી ટ્રેક્ટર ચાલુ કરી ઉપર નાખવાની કોશિશ કરતા સોનાભાઈ ખસી જતા બચી ગયા હતા જેથી ટ્રેક્ટરમાંથી નીચે ઉતરીને પટેલ જેઠાભાઈ હીરાભાઈએ કુહાડીથી સોનાભાઈના ડાબા હાથ ઉપર મારતા આંગળી કપાઇ ગઇ હતી. તે દરમ્યાન ધનરાજભાઈ પણ સોનાને ગડદાપાટુનો માર મારવા લાગતા સોનાભાઈએ બુમાબમ કરતા મોટાભાઈ કેહરાભાઈ તથા નજીકના લોકો દોડીને આવેલ અને વચ્ચે પડી છોડાવ્યા હતા તે દરમ્યાન જેઠાભાઈએ ધમકી આપેલ આજે તો બચી ગયો છે હવે શેઢા બાજુ આવ્યો તો જાનથી મારી નાખીશ તેમ કહી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડાયો હતા. આ અંગે ફરિયાદ કરી છે.

Post Comments