Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ-ઉદેપુર રેલ્વેના ગેજ રૃપાંતરનું કામ ૨૦૧૯માં પૂર્ણ થવાની શકયતા

- ૫શ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સાબરકાંઠાની મુલાકાતે

- રેલ્વેના જનરલ મેનેજરે બ્રોડગેજની કામગીરી અને નવનિર્મિત નવ રેલ્વે સ્ટેશનોનું પણ નિરિક્ષણ કર્યું

હિંમતનગર, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

અમદાવાદ-ઉદેપુર (એ.પી.) રેલ્વે લાઈન વર્ષોથી મીટર ગેજ હોવાને કારણે સાબરકાંઠાની પ્રજાનો વિકાસ રૃધાતો હતો. જેથી તે અંગે વડાપ્રધાન સમક્ષ કરાયેલી રજુઆત બાદ અમદાવાદ-ઉદેપુર રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૃપાંતર કરવા માટે રેલ્વે વિભાગ ધ્વારા બજેટમાં જોગવાઈ કરાઈ હતી. જે આધારે એક વર્ષથી અમદાવાદ-ઉદેપુર વચ્ચે દોડતી મીટર ગેજ રેલ્વે લાઈન પરની ટ્રેનો બંધ કરી દેવાઈ છે.

રેલ્વે સ્ટેશન તથા નવા પાટા નાખવાનું કામ પુરજોશમાં શરૃ કરાયુ છે. જેની જાણકારી મેળવવા માટે મંગળવારે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર તથા અન્ય અધિકારીઓએ અમદાવાદ ઉદેપુર રેલ્વે લાઈન પર આવેલ નવ રેલ્વે સ્ટેશનોની મુલાકાત લઈને જાણકારી મેળવી હતી.

અમદાવાદ-ઉદેપુર રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૃપાંતર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ગાંધીનગરના રખિયાલ, દહેગામ અને અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનને અદ્યતન બનાવવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે ઉભી છે ત્યારે મંગળવારે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા તથા અન્ય અધિકારીઓએ હિંમતનગર આવી રેલ્વે સ્ટેશન અને બ્રોડગેજની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.

અમદાવાદ-ઉદેપુર રેલ્વે લાઈનનું તથા રેલ્વે સ્ટેશનોનું બાકી કામ વર્ષ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેના માટે રેલ્વે મંત્રાલય આયોજન કરીને નાણાંની કોઈ ખેંચ પડે નહી તે માટે કાળજી રાખીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે. અમદાવાદ-ઉદેપુર રેલ્વે લાઈન પર કામગીરી પૂર્ણ થયા બાદ બ્રોડગેજ રેલ્વે શરૃ થશે ત્યારે જિલ્લાની પ્રજાને દિલ્હી, મુંબઈ, રાજસ્થાન તથા અન્ય સ્થળે જવા માટે ઘર આંગણે સગવડ મળશે. તથા અત્યારે રોડ પર જે વાહનોનું વધુ ભારણ છે તેમાં પણ ઘટાડો થશે.

Post Comments