Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોડાસાના આંતર રાષ્ટ્રીય પતંગોત્સવમાં૧૩ દેશના ૩૮ પતંગબાજોએ ભાગ લીધો

 -૮ રાજયોના ૨૩ પતંગબાજોએ વિવિધ પ્રકારના પતંગો ચડાવી કરતબ બતાવ્યું : મોટી સંખ્યામાં લોકો ઉમટયા

મોડાસા,તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતે રાજય સરકાર દ્વારા બીજીવાર યોજાયેલ આંતર રાષ્ટ્રીય પતંગોત્સવથી પતંગબાજો અને નગરજનોમાં ભારે ઉત્સાહ વર્તાયો હતો.નગરની જીનીયસ સ્કુલ નજીક ના વિશાળ મેદાનમાં યોજાયેલ આ પતંગ ઉત્સવથી આકાશ વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગોથી છવાયું હતું.
 
ગુજરાત પ્રવાસન નીગમ,જિલ્લા વહીવટી તંત્ર અને મોડાસા નગરપાલિકા  ના સંયુક્ત ઉપક્રમે સ્વામિ વિવેકાનંદ જયંતિને ૧૨ જાન્યુઆરીએ આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાયો હતો.નગરના માલપુર રોડ પર આવેલ જીનીયસ સ્કુલ પાસેના વિશાળ મેદાનમાં યોજાયેલ પતંગ મહોત્સવમાં ૧૩ દેશના ૩૮ પતંગબાજો અને દેશના ૮ રાજયોના ૨૩ પતંગબાજો એ ભાગ લેધો  હતો.જિલ્લાના સાંસદ દ્વારા ખુલ્લા મુકાયેલા આ આંતર રાષ્ટ્રીય પતંગોત્સવમાં જિલ્લાના નીવાસી અધિક કલેકટર પી.સી.ઠાકોર, અધિક કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસવડા કે.એન.ડામોર સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

દેશ-વિદેશના પતંગબાજોના વિવિક પ્રકારના રંગબેરંગી વિશાળ પતંગો આકાશમાં ચગતાં આ ઉત્સવ માણવા ઉમટી પડેલા નગરજનો,શાળાના વિદ્યાર્થીઓ અને ખાસ ઉપસ્થિત રખાયેલા જિલ્લાના દિવ્યાંગ બાળકોમાં ભારે ઉત્સાહ વર્તાયો હતો. શુક્રવારના રોજ યોજાયેલ આ પતંગોત્સવ દરમ્યાન પવનની અનુકૂળ ગતિ અને બદલાયેલા મૌસમ થી પતંગબાજો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદેશ ના ક્રાઈટીસ્ટો એ બાળકોને ઓટોગ્રાફ આપી પ્રોત્સાહિતી કર્યા હતા.જયારે ટાઉન પોલીસે આ પતંગોત્સવ સ્થળે સઘન બંદોબસ્ત પુરો પાડયો હતો.

ધારાસભ્યોની રજુઆત બાદ તંત્રએ ભૂલ સુધારી : નવા આમંત્રણ કાર્ડ છપાવ્યા

મોડાસા ખાતે રાજય સરકારના પ્રવાસન નિગમ દ્વારા યોજાયેલ પતંગોત્સવમાં અરવલ્લી જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ નામ આમંત્રણ કાર્ડમાં નહી છપાતાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભારે વિરોધ કરાયો હતો. જયારે જિલ્લાના ધારાસભ્યો દ્વારા કલેકટરને આ અંગે રજુઆત કરતાં તંત્રને ભુલ સુધારી નવા આમંત્રણ કાર્ડ છાપવાનો વારો આવ્યો હતો.

Post Comments