Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાબરડેરીમાં રોજનું સંપાદિત થતું ૨૬ લાખ લીટર દૂધ

- દૂધ ઉત્પાદનમાં વિક્રમજનક વધારો

- આંતરરાષ્ટ્રીય બજારમાં પાવડરની માંગ ઘટતા ચિંતાજનક સ્થિતિ : ૧૦ લાખ લીટર દૂધ પાઉચમાં વેચાય છે

હિંમતનગર, તા.૧૬ મે 2018, બુધવાર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવન ધોરણમાં સારો એવો સુધારો થઈ રહયો છે ત્યારે ભર ઉનાળે બંને જિલ્લાના દૂધ ઉત્પાદકો સાબરડેરીને રોજનું ૨૬ લાખ લીટર દૂધ મોકલી આપે છે. જે ગત વર્ષ કરતા પાંચ લાખ લીટર વધુ છે.

 સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટાભાગના લોકો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે જેના કારણે રોજબરોજ સ્થાનિક ડેરીઓ મારફતે દૂધ ભરાવીને દૂધ ઉત્પાદકો પોતાનું જીવન નિર્વાહ કરે છે. જોકે ગામડાઓમાંથી બે ટાઈમ સંપાદિત કરાતા દૂધને સ્થાનિક મંડળીઓમાં ઠંડુ પાડીને ટેન્કરો મારફતે રોજે રોજ સાબરડેરીમાં મોકલી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે મે માસમાં સાબરડેરીમાં રોજનું ૨૧ લાખ લીટર દૂધ સંપાદિત કરવામાં આવતુ હતુ. પરંતુ વર્ષ દરમ્યાન દૂધાળા પશુઓની સંખ્યામાં થયેલા વધારાના પ્રતાપે આ વર્ષે પાંચ લાખ લીટર દૂધનો વધારો થયો હોવાનું સાબરડેરીના એમડી ર્ડા.બી.એમ.પટેલનું કહેવુ છે.

તેમના જણાવાયા મુજબ સાબરકાંઠા-અરવલ્લી, હૈદરાબાદ, દિલ્હી, રોહતકમાં સાબરડેરી સંચાલિત જે પ્લાન્ટ આવેલા છે ત્યાં રોજ સાબરડેરી ધ્વારા અંદાજે ૧૦ લાખ લીટર દૂધ પેચ્યુરાઈઝ કરીને વેચાણ માટે મોકલી આપવામાં આવે છે. ઉનાળાને કારણે અત્યારે રોજ ૨ લાખથી વધુ લીટર દૂધનો ઉપયોગ આઈસ્ક્રીમ, દહીં, શ્રીખંડ તથા અન્ય દૂધની બનાવટોમાં વપરાય છે. જયારે બાકી રહેલા દૂધનો પરાણે પાવડર બનાવામાં આવે છે.

પરંતુ અત્યારે આંતરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની માંગ ઓછી હોવાને કારણે જોઈએ તેટલી નિકાસ થઈ શકતી નથી. ખાસ કરીને ભારતમાં અમુલના નામે વેચાતો દૂધનો પાવડર પાકિસ્તાન, બાગ્લાદેશ, આરબના દેશો ઉપરાંત પહાડી વિસ્તારોમાં મોકલી આપવામાં આવે છે.

Post Comments