Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૫૬૦ અમીર વીજગ્રાહકોએ સોલાર યોજના માટે રસ દાખવ્યો

- યુજીવીસીએલ હેઠળના કરોડો ગ્રાહકોમાંથી માત્ર

સબસીડીની મર્યાદા તેમજ સોલાર સિસ્ટમની ઉંચી કિંમતને કારણે મધ્યમવર્ગના વીજગ્રાહકોને આકર્ષી શકાયા નહીં

મહેસાણા,તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

છેલ્લા બે વર્ષથી ઉત્તર ગુજરાત વીજકંપની રહેણાંકી વીજ ગ્રાહકોને સોલાર રૃફટોપ આપવા મથી રહી છે, ત્યારે માત્ર ૨૫૬૦ની અરજી આવી છે. આ પૈકી મોટાભાગના વીજગ્રાહકો અમીર હોઈ મધ્યમવર્ગને આકર્ષવા વીજકંપની નિષ્ફળ રહી છે. રાજ્ય સરકારની સબસસીડીની મર્યાદા અને સોલાર સિસ્ટમની ઉંચી કિંમતને કારણે મધ્યમ કે અપર મધ્યમ વર્ગ યોજનાથી દૂર રહ્યા છે.
રાજ્યના વીજવિભાગે ઓગસ્ટ ૨૦૧૫થી સોલાર રૃફટોપ યોજના દાખલ કરેલી છે. જેના હેઠળ ઉત્તર ગુજરાત વીજ કંપનીના કરોડો ગ્રાહકોમાંથી બે વર્ષના અંતે કુલ ૨૫૬૦ અરજીઓ આવી છે. સ્કીમ મુજબ વીજગ્રાહકો જેટલી વીજળી ઉત્પાદન કરે છે તેની સામે નક્કી થતી રકમ વીજબીલમાં ક્રેડીટ સ્વરૃપે મળી જાય છે.

યોજનાની વિગતો જોતા બધુ સારૃ લાગે છે પરંતુ હકીકત તદ્દન અલગ છે. ૨ કિલો વોટની  મર્યાદામાં સબસીડી મળે છે ત્યારે પ્રતિકીલો વોટે વીજગ્રાહકે રૃ.૪૦ હજાર ભરવાના થાય છે. તો વળી ૨ કિલોવોટના રૃ.૮૦ હજાર અને તેની ઉપરના તમામ પ્રતિકીલો વોટદીઠ રૃ.૫૦ હજાર ભરવાના થાય છે. એક સામટી આટલી મોટી રકમ ગરીબ, મધ્યમ કે અપર મધ્યમવર્ગ ભરવા ઈચ્છુક થતા નથી.

હવે જ્યારે વીજકંપનીને મળેલી ૨૫૬૦ અરજી પૈકી મોટાભાગના વીજગ્રાહકોની માંગણી ૫ થી ૧૬ કિલોવોટ સુધીની છે. એટલે કે મોટાભાગના ગ્રાહકોએ રૃ.૨ લાખથી ૫ લાખ સુધીની રકમ ભરીને સોલાર રૃફટોપ યોજનાનો લાભ લીધો છે.સુત્રોએ જણાવ્યું હતું કે સબસીડીની મર્યાદા અને વીજગ્રાહકે એકસામટી મોટી રકમ ભરવાની થતી હોઈ વીજકંપનીના ૯૮ ટકા ગ્રાહકો સોલાર રૃફટોપ યોજનાથી દૂર રહ્યા છે. સુત્રોનુ માનવું છે કે રાજ્યસરકાર સબસીડીની મર્યાદા વધારે તેમજ વીજગ્રાહકોને યોજના માટે લોનની વ્યવસ્થા આપે અથવા વીજબીલમાં સોલાર સિસ્ટમની ક્રેડીટ રકમ કાપી લે તો મધ્યમવર્ગ યોજના પ્રત્યે આકર્ષાય તેમ છે. જોકે વીજકંપનીના સુત્રોએ જણાવ્યું હતું કે રાજ્યસરકાર આગામી દિવસોએ સબસીડી બંધ કરી શકે તેવી સંભાવના જોતા સોલાર રૃફટોપ યોજનાનું ભવિષ્ય અધ્ધરતાલ લાગીરહ્યું છે.

Post Comments