Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દૂધ મંડળીના મંત્રી સામે ફાયરિંગ કરી ૧૮ લાખની લૂંટ

- ધનાલી-મોરીયા વચ્ચેના ભાંખરી પાટીયા પાસે સનસનીખેજ લૂંટ

- બાઈક આગળ કાર ઉભી કરી ફાયરીંગ શરૃ કર્યુ  : ૧૮ લાખ ભરેલો થેલો બચાવવા મંત્રી ખેતરમાં દોડયા પણ લૂંટારૃઓએ પીછો કરી ઝુંટવી ફરાર

- હવામાં ચાર રાઉન્ડ ગોળીબાર (ફાયરીંગ ) કરાયા હતા : રોડ પર ફાયરીંગના નિશાન જોવા મળ્યા

- ગુજરાતી ભાષા બોલતા લુંટારૃઓ હતા આશરે ૩૦ થી ૩પ વર્ષની ઉમરના

વડગામ , તા.૧૬ મે 2018, બુધવાર

વડગામ તાલુકાના મોરીયા ગામની દૂધ મંડળીના સહમંત્રી જગદીશભાઈ હેમરાજભાઈ ચૌધરી બુધવારના સવારે આશરે ૧૦ વાગ્યાની આસપાસ ધનાલી બેન્કમાંથી મોરીયા દૂધ મંડળીના ગ્રાહકોને ચુકવણું કરવાનુ હોવાથી રૃ.૧૮ લાખ લઈને બાઈક ઉપર ધનાલીથી મોરીયા જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા કારના ચાલકે પીછો કરીને ધનાલીથી મોરીયા જવાના રસ્તા પર આવેલા ભાંખરી ગામના પાટીયા પાસે ચાર રાઉન્ડ હવામાં ફાયરીંગ કરીને ડેરીના સહમંત્રી રૃપિયા સાથેનો થેલો લઇ ખેતરમાં  ભાગ્વા લાગ્યા હતા જોકે એક લૂંટારૃએ ખેતરમાં સહમંત્રી સાથે ઝપાઝપી કરી રૃ.૧૮ લાખ રોકડા   લૂંટી લઈને ફરાર થઇ ગયા હતા. આ લૂંટના પગલે પોલીસે જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારૃને પગેરૃ મેળવવા કવાયત હાથ ધરી છે.

મોરીયા દૂધ મંડળીના સહમંત્રી જગદીશભાઈ હેમરાજભાઈ લોહ તેમજ નથુભાઈ રામજીભાઈ ઉપલાણા બંને જણ બાઈક લઈને મોરીયાથી ધનાલીની મધ્યસ્થ સહકારી બેન્ક ધનાલી શાખામાં દૂધ મંડળીના ચુકવણાના રૃ.૧૮ લાખ રકમ લઈને મોરીયા જવા નિકળ્યા હતા તે સમયે ધનાલી ગામમાં પ્રવેશવાના રસ્તા ઉપર જ એક કાર સામેથી આવી રહી હતી. પાછળથી આવીને બાઈકનો પીછો કર્યો હતો. રસ્તામાં કારના ચાલકે બાઈકની નજીક બાઈકનો ચાલક અને દૂધ મંડળીના સહમંત્રી કાર હંકારીનેહતી. કારના કાચ બ્લેક અને બંધ હોવાથી કારમાં કોણ છે તે જોઈ શકાયુ ન હતુ. પરંતુ બાઈકના ચાલક અને ડેરીના સહમંત્રીના મનમાં કોઈ  ઓળખીતો હશે તેથી મજાક કરતા હશે તેમ માનીને બાઈક આગળ લઈને નિકળ્યા હતા.

ભાંખરી ગામના પાટીયા નજીક કારમાં બેઠેલા શખ્સ દ્વારા બાઈકના ટાયર ઉપર ફાયરીંગ કરવાની કોશીશ કરી હતી અને કાર બાઈક આગળ ઓવરટેક કરીને બાઈકને આડે કરતા કારમાંથી એક શખ્સ ઉતરીને હવામાં ફાયરીંગ  કર્યુ હતું. બાઈકનો ચાલક નથ્થુભાઈ રામજીભાઈ ઉપલાણા અને મોરીયા દૂધ મંડળીના સહમંત્રી જગદીશભાઈ લોહ ંબંને ખેતર તરફ દોડયા હતા ત્યારે એક શખ્સ મંત્રીની પાછળ ખેતર તરફ દોડીને હાથમાં રહેલી ટોપી મારીને જગદીશભાઈના હાથમાં રહેલી. રૃ.૧૮ લાખની થેલી  ઝપાઝપી કરીને થેલી ઝુંટવી લીધી હતી અને એક શખ્સ દ્વારા રોડ ઉપર ઉભા ઉભા હાથમાં રહેલી રીવોલ્વરમાંથી ફાયરીંગ કરતા રહ્યો હતો. આંખના પલકારમાંથી આ લુંટારા ટોળકી દ્વારા લુંટને અંજામ આપીને કાર લઈને પાછા ધનાલી તરફ  નાસી છુટયા હતા.

 જયારે ફાયરીંગના ધડાકાના અવાજ સાંભળીને આસપાસના ખેતરમાંથી રહેતા લોકો રોડ તરફ દોડી આવ્યા હતા. ત્યારે લુંટારૃઓ લૂંટ ચલાવીને નાસી છુટયા હતા. આ અંગે  ડેરીના સહમંત્રી દ્વારા ૧૦૦ નંબર પર ફોન લગાવતા ફોન લાગ્યો ન હતો તેમને તરત જ બનાસડેરીના વડગામ વિભાગમાં આવતા વિસ્તરણ અધિકારી નથુભાઈ કોરાટને ફોન કરીને જાણ કરતા વિસ્તરણ અધિકારી તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 બનાસડેરીના ચેરમેન દ્વારા પોલીસ વડાને જાણ કરતા જિલ્લા પોલીસવડા પણ ઘટના સ્થળે ગણતરીના સમયમાં દોડી આવ્યા હતા. લૂંટ અંગેની ફરીયાદ વડગામ પોલીસ મથકે નોધાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. ઘટના સ્થળે વડગામ પોલીસ પાલનપુરથી જિલ્લા પોલીસવડા, નિરજ બડગુજર તેજ ડીવાયએસપી સહીત પોલીસનો કાફલો લુંટના બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો. આ અંગેની જાણ વાયુવેગે લોકોમાં થતા લોકોના ધાડેધાડા પણ લુંટના બનાવ સ્થળે ઉમટી પડયા હતા.  

વર્ષ પહેલાં ૧ લાખની લૂટનો ભેદ ઉકેલાયો નથી

વડગામ તાલુકાના છનિયાણા ગામ પાસે આશરે એક વર્ષ  પહેલા રૃ. પ લાખની લુંટ થવા પામી હતી. જે લુંટારૃઓને પોલીસ આજદીન સુધી શોધી શકી નથી. જયારે તાલુકામાં લુંટનો બીજો કેશ બનતા તાલુકા ભરના લોકોમાં ભારે હાહાકાર મચી ગઈ છે અને લુંટારૃઓ પોલીસના હાથે ઝડપાશે કે કેમ તેવા સવાલ લોકોમાં થઈ રહ્યા છે.

મંત્રી ગ્રાહકોના નાણા ચુકવવા મોરીયા જઇ રહ્યા હતા

મોરીયા દૂધ મંડળીનુ કુલ ચુકવણુ રૃ. ર૩ લાખ જેટલુ છે પરતુ દાણ, ઘાસ  તેમજ ગામના ખેડૂતોના પશુઓની વિઝીટ સહીત કપાત કરીને કુલ રૃ. ૧૮ લાખ લઈને મોરીયા ડેરીના સહમંત્રી  જગદીશભાઈ લોહ ધનાલી બેન્કમાંથી ગ્રાહકોને ચુકવવા માટે લઈને મોરીયા જઈ રહ્યા હતા.

દૂધ મંડળીના સહમંત્રી જગદીશભાઈ શુ કહે છે

કાર અમને ધનાલી ગામના ગોંદરે જ સામે મળી હતી પરંતુ અમે બાઈક લઈને આગળ નીકળતા પાછળથી કારને વાળીને  પીછો કરાયો હતો. રસ્તામાં કાર   બાઈકને અડીને ચલાવતા અમે કહી સમજી શકયા ન હતા. અચાનક કાર   ઓવરટેક કરીને બાઈકના આગળ કાર કરતા બાઈક ઉભુ રાખતા કારમાંથી એક યુવક ઉતરીને હવામાં ફાયરીંગ ચાલુ કર્યુ હતુ. ત્યારે હાથમાં રૃપિયા ભરેલી થેલી લઈને ખેતર તરફ દોડયો હતો. મારી પાછળ એક યુવક દોડતો આવીને મારા હાથમાંથી થેલી ઝુંટાવી  ે ઝપાઝપી કરી હતી અને પલવારમાં રૃપિયા ભરેલી થેલી લઈને નાસી છુટા હતા.

સીસીટીવી ફુટેઝની તપાસ હાથ ધરાઇ

આ ચકચારી લૂંટની ઘટનામાં પાલનપુર એસ.ઓ.જી.ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તેમજ ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી. ઉપરાંત આ લૂંટની ઘટતી મામલે ધનાલી ગામ સહિત વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

બનાસકાંઠા એસ.પી. શુ કહે છે?

વડગામ તાલુકાના મોરીયા ગામે દૂધ મંડળી લૂંટ કેશમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તપાસના પ્રારંભિક તબક્કામાં સીસીટીવી ફુટેઝને ચકાસી આરોપીઓ અને ગુનામાં વપરાયેલ વાહનની ઓળખ કરાઈ રહી છે અને ફરિયાદીના વર્ણન મુજબ આરોપીઓનો સ્કેચ તૈયારકરાયેલ છે. જે આધારે ટૂંક સમયમાં આ ગુનો ડીટેક્ટ કરીશું

Post Comments