Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળકોના મોત માટે સરકારની બાલીશ માનસિકતા જવાબદાર છે

બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં ૬ વર્ષમાં ૩ હજારથી વધુ બાળકોનાં મોત થયાં છે

બીઆરડી કોલેજ વર્ષે ૧૫૦ કરોડ રૃપિયા સરકાર પાસેથી મેળવે છે, પણ ૬૪ લાખ રૃપિયાનું બિલ ન ભર્યું, એમાં ૬૦થી વધુ માતાના ખોળા સૂના થઈ ગયા

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશનું ગોરખપુર ઉજવણીના મૂડમાં હતું. દેશ-ભરના સમાચાર માધ્યમો ગોરખપુરમાં જઈને યોગી આદિત્યનાથની રહેણી-કરણીનો અહેવાલ મેળવી રહ્યાં હતા. મહંત ગોરખનાથનો ઈતિહાસ અને નાથ સંપ્રદાયના ગુણગાન રજૂ કરી રહ્યાં હતા. અત્યારે પણ દેશભરના સમાચાર માધ્યમો ગોરખપુરમાં છે. પરંતુ હવે ગોરખપુર શરમજનક સ્થિતિમાં મુકાયું છે. ગોરખપુરની બાબા રાઘવદાસ મેડિકલ કોલેજમાં ૬૦થી વધુ બાળકોના મોત થયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધીના કુલ મોતની સંખ્યા તો પોણા બસ્સો થવા જાય છે. શરૃઆતી માહિતી પ્રમાણે ઓક્સીજનની અછતથી મોત થયા છે. જોકે સરકારનું કહેવુ છે કે ઓક્સીજનીન કમીનો કોઈ પ્રશ્ન નથી. તો પછી મોત પાછળ બીજું રહસ્ય હોવું જોઈએ.

અચાનક એક જ દિવસમાં ૩૦થી વધુ બાળકો મૃત્યુ પામ્યા (બે દિવસનો મૃત્યુ આંક ૬૦થી વધુ) ત્યારે યોગી સરકાર હરકતમાં આવી. પરંતુ જો થોડો વખત પહેલા જ મેડિકલ કોલેજે પોતાનું કામ કર્યું હોત, સરકારે પોતાનું કામ કર્યું હોત, જિલ્લા તંત્રએ પોતાનું કામ કર્યું હોત તો આ સ્થિતિ ટાળી શકાઈ હોત. કેટલીય જનેતાઓના ખોળા રાતોરાત સુના થઈ ગયા એ અટકાવી શકાયા હોત.

બાબા રાઘવદાસ (બીઆરડી) મેડિકલ કોલેજને પુષ્પા સેલ્સ નામની કંપની ઓક્સીજન પુરો પાડે છે. આ કંપનીએ વારંવાર કોલેજના પ્રિન્સિપાલ, ચીફ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અને નેશનલ હેલ્થ મિશનના સુપ્રીટેન્ડેન્ટને પત્ર લખ્યો હતો. છેલ્લે દસમી ઓગસ્ટે લખાયેલા પત્રમાં સ્પષ્ટ ધમકી હતી કે પ્રવાહી ઓક્સીજનનું બાકી બિલ વહેલી તકે ચૂકવી આપો. અન્યથા ઓક્સીજનના પૂરવઠાને વિપરીત અસર થશે, એટલે કે પુરવઠો બંધ કરી દેવામાં આવશે.

ંકંપનીનું ૬૩.૬૫ લાખ રૃપિયાનું બિલ બાકી હતું. મેડિકલ કોલેજને વારંવાર કહેવા છતાં પ્રિન્સિપાલે એ પૈસા ચૂકવવાની કામગીરી કરી ન હતી. એ વખતે હોસ્પીટલના તંત્રએ કશું ધ્યાન આપ્યું નહીં. એટલે કે ગુનાઈત કહી શકાય એવી બેદરકારી જાળવી. દસમી ઓગસ્ટે ફરીથી પુષ્પા સેલ્સના અધિકારીએ ત્રણેય ઓથોરિટીને જાણ કરી કે હવે અમે ઓક્સીજન બંધ કરીએ છીએ. એ પત્રમાં એમ પણ સ્પષ્ટતા હતી કે હોસ્પીટલમાં ઓક્સીજન ઓછો છે, કદાચ ઘટ પડશે. એટલુ જ નહીં ઓક્સીજનનો જથ્થો ચોક્કસ તારીખો પછી ઘટશે એ વાતનું રિમાન્ડર ઓક્સીજન સંભાળતા વિભાગે પણ પ્રિન્સિપાલને આપ્યું હતું.

એ પછી પણ સરકારી તંત્રના પેટનું પાણી ન હલ્યું. પરિણામે બાળકો મૃત્યુ પામવા લાગ્યા, જેમને હોસ્પીટલમાં સારવાર હેઠળ રખાયા હતા. એટલે એવુ કહી શકાય કે સરકારી તંત્રએ બાળકોને મરવાં દીધા. મૃત્યુ અટકાવવા માટે કોઈ પ્રયાસ કર્યો નહીં.

આ હોસ્પીટલ બાળકોના મોત માટે જ સર્જાઈ હોય એવી સ્થિતિ છે. કેમ કે છ વર્ષમાં અહીં ૩ હજારથી વધારે બાળકો મૃત્યુ પામ્યા છે. એટલે કે વર્ષે સરેરાશ ૫૦૦ બાળકો હોસ્પીટલમાં સારવાર લેવા આવે છે અને જીવ આપીને જાય છે. અહીં જે બાળકોના મોત થયા એ બધા એન્કેફ્લાઈટિસ એટલે કે મગજના સોજાના દરદી હતાં. તેમને ઓક્સીજન સતત મળતો રહેવો જોઈએ. સરકારે એ સ્થિતિમાંથી બચવા માટે હવે એવી જાહેરાત કરી છે કે મૃત્યુનું કારણ ઓક્સીજનની કમી નથી. તો પછી શું હતું? તેનો સરકાર પાસે જવાબ પણ  નથી.

અખિલેશ યાદવ અત્યારે વહેતી ગંગામાં હાથ ધોવા ટ્વીટ કરી રહ્યાં છે. યોગી સરકારની નિષ્ફળતાની ટીકા કરી રહ્યાં છે. પણ અખિલેશ પોતે અગાઉ મુખ્યમંત્રી હતા અને ત્યારે પણ આ કોલેજમાં બાળકોના અવિરત મોત થતા રહ્યાં છે. અખિલેશ તેને અટકાવી શક્યા ન હતા. અટકાવવાનો પ્રયાસ પણ કર્યો ન હતો, બાકી અત્યારે કોલેજની હાલત કંઈક તો સારી હોત ને!

બાળકોના આરોગ્ય માટે અત્યારની કે અગાઉની સરકારો ગંભીર હતી-છે એવુ માનવાને કોઈ કારણ નથી. કેમ કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા 'યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)' આખા જગતના આરોગ્ય અંગે અહેવાલ તૈયાર કરે છે. ભારત વિશેનો અહેવાલ ૨૦૧૩માં તૈયાર થયો હતો. એ વાર્ષિક અહેવાલને સરકારે જાહેર થવા જ નથી દીધો. કેમ કે અહેવાલ જાહેર થાય તો અત્યારની અને અગાઉની યુપીએ સરકાર બન્ને માટે શરમજનક સ્થિતિ આવી પડે એમ છે. ભારતમાં વર્ષ ૨૦૦૭થી સ્વાસ્થ્ય અંગેના વિગતવાર આંકડા જાહેર થયા જ નથી.

એ અહેવાલ વખતે યુનિસેફે ભારત સરકાર સાથે મળીને તમામ ૨૯ રાજ્યોના કુલ મળીને ૧ લાખથી વધારે બાળકોનો સર્વે કર્યો હતો. આરોગ્ય તપાસ્યુ હતું, વાલીઓ સાથે વાત કરી હતી, વજન માપ્યુ હતું. એ પછી તૈયાર થયેલા અહેવાલ પ્રમાણે પાંચ વર્ષ પહેલાં ભારતમાં ૪૨.૫ ટકા બાળકો અન્ડરવેઈટ હતાં. એ પ્રમાણ ઘટીને ૩૦ ટકા થયું હતું. છતાં પણ ભારતનો  એ આંકડો આફ્રિકાના અનેક ગરીબ અને અત્યંત પછાત ગણાતા દેશો કરતાં વધારે છે. આફ્રિકામાં અન્ડરવેઈટનું પ્રમાણ ૨૧ ટકા કરતાં વધારે નથી.

અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન વગેરે પડોશી અને ભારત કરતાં ઓછા વિકસીત દેશો સ્વાસ્થ્ય બાબતે ભારતથી આગળ છે. આ બધા દેશો પાસે સ્વાસ્થ્ય સબંધિત લેટેસ્ટ આંકડાઓ છે. પરંતુ ભારત પાસે ૨૦૦૭ પછીના તથ્યો જ નથી. એટલા પુરતાં તો આ બધા દેશો ભારતથી આગળ નીકળી ગયા છે.

યુનિસેફના રિપોર્ટમાં એ પણ સ્પષ્ટતા થઈ હતી કે ભારતમાં વર્ષે ૧૨ લાખ ૫ વર્ષથી નાના બાળકો કાબુમાં લઈ શકાય એવા રોગોથી મૃત્યુ પામે છે. એટલે કે તેમને સમયસર સારવાર મળી શકી હોય કે પછી યોગ્ય રીતે સારવાર મળી શકી હોત તો એ બાળકો બચી શકે. માત્ર બેદરકારી જ તેમના મોતનું કારણ બને છે.  ભારત સરકાર અત્યારે જીડીપીના ૧થી સવા ટકા જેટલી રકમ આરોગ્ય પાછળ ખર્ચે છે. કુલ આરોગ્ય પાછળ, જેમાં થોડો હિસ્સો બાળ આરોગ્યને મળે છે. સરકારનો ઈરાદો આગામી પાંચેક વર્ષમાં એ રકમ વધારીને ૨.૫ ટકા કરવાનો છે. દરમિયાન આ રીતે અકસ્માતે મળતા બાળકોના પરિવારને સહાય પેટે સરકારે લાખો રૃપિયા ચૂકવવા પડે છે. તેના બદલે પહેલેથી જ આરોગ્ય પાછળ ખર્ચ વધારે તો ઓક્સીજનના અભાવે કોઈનું જીવન કપાતું રહી જાય...

મગજની બીમારી માટે ગોરખપુર કુખ્યાત છે
ગોરખપુરમાં જે બાળકોના મોત થયા એ બધા મગજના સોજાની સારવાર માટે દાખલ થયેલા હતા. આપણે ત્યાં જેમ સ્વાઈન ફ્લુ સ્પેશિયલ વોર્ડ છે એમ ગોરખપુરમાં મગજના સોજાની સારવાર માટેના અલગ વોર્ડ છે. કેમ કે ગોરખપુર પંથક આ બીમારી માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં દાયકાઓથી આ ચેપી રોગ જોવા મળે છે. ૧૯૭૮ પછીની સરકારી નોંધ પ્રમાણે અત્યાર સુધીમાં ૨૫,૦૦૦થી વધુ બાળકો મચ્છર કરડવાથી થતો એન્કેફ્લાઈટિસ એટલે કે મગજની બીમારીથી મૃત્યુ પામી ચૂક્યા છે. આ સરકારી આંકડો છે, જ્યારે બિન સરકારી આંકતો ૫૦ હજારથી વધુનો ગણાય છે. એ પછીય કોઈ સરકારે આ બીમારી દૂર થાય એ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા નથી.
ગોરખપુરની આરોગ્ય સેવા આખા દેશની સૌથી પછાત આરોગ્ય સેવામાં સ્થાન ધરાવે છે. માટે આ ચેપી રોગે દેશમાં ઘણા સ્થળોએ દેખા દીધી હોવા છતાં પોતાનું કાયમી સરનામું માત્ર ગોરખપુરમાં જ બનાવી રાખ્યું છે. આ પંથકની લગભગ દરેક સરકારી હોસ્પીટલો ક્ષમતા કરતાં ડબલ-ત્રબલ દરદીઓને સારવાર આપે છે.

બાળકોના કુપોષણમાં ગુજરાત આગળ છે
યુનિસેફના સ્વાસ્થ્ય અંગેના ભારતના રિપોર્ટમાં સૌથી ખરાબ હાલત ગુજરાતની છે. કુપોષિત એટલે કે પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો જેમને પુરતો પૌષ્ટીક ખોરાક નથી મળતો તેનું પ્રમાણ ગુજરાતમાં ૪૧.૮ ટકા છે. તો વળી રસીકરણમાં પણ ગંભીર બેદરકારી દાખવાઈ રહી છે. રાજ્યના ૪૩.૮ ટકા બાળકો એવા છે, જેનું રસિકરણ પૂર્ણ રીતે થયુ નથી.
ગુજરાતમાં બાળકોની ઉંમર પ્રમાણે ઊંચાઈ ન વધી હોય એવા બાળકોની સંખ્યા ૪૨ ટકા છે. કુલ બાળકો પૈકીના ૬૫ ટકા બાળકો જ એવા છે, જેઓ સંપૂર્ણપણે ચેપમૂક્ત છે. એટલે કે તેમનું યોગ્યરીતે રસિકરણ થયું છે. ગુજરાતમાં ૩૮ ટકા લોકો હજુએ જાહેરમામાં કુદરતી હાજતે જાય છે. ભલે ઉત્તર પ્રદેશ જેવી કરૃણાંતિકા ગુજરાતમાં નથી સર્જાતી, પરંતુ આ રિપોર્ટથી ગુજરાત સરકારની બેદરકારી છૂપી રહી શકતી નથી.

Keywords newsfocus,

Post Comments