Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાઈટ લાઈફ ડાન્સબાર

હુગલી નદીના કિનારે સાંજ પડે છે ને કલકત્તા આખું બદલાઇ જાય છે. જે રીતે મુંબઇ અને દિલ્હીની નાઇટ લાઇફ વિશિષ્ટ છે તે જ રીતે હવે કલકત્તા પણ રાત્રિઓને રળિયામણી બનાવવાની હોડમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરવા લાગ્યું છે. જે રાત્રિઓ માટે રવીન્દ્રનાથ અને જીવનાનંદદાસે અદ્ભુત કવિતાઓ આપી એ જ રાત્રિઓ હવે કલકત્તામાં પ્રાચીન વૈશાલી નગરીની રૃપાંગનાઓ જેવી થઇ ગઇ છે. કલકત્તામાં એક નવો શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે, જેમ કૂળવધૂ હોય તેમ અહીં બારબધૂ એટલે કે બારમાં કામકરતી યુવતી-ડાન્સબારના સંદર્ભમાં આ શબ્દ જાણીતો અને લોકપ્રિય થઇ ગયો છે.

બાગુઇહાટીથી કલકત્તા એરપોર્ટ સુધીના વીઆઇપી રોડ પરથી પસાર થાઓ તો લગભગ છ કિલોમીટરના વિસ્તારમાં ૭૦ થી વધુ ડાન્સબાર આવેલા છે. ઘર છોડી દીધેલા, ઘર વગરના, ઘરેથી વિદાય કરી દેવાયેલા અને બેઘર લોકો માટે આ ડાન્સબાર સાંજ પસાર કરવા માટેનો એક નવો વિકલ્પ બની ગયા છે. દિવસભરના ભારે તનાવ અને થાકને ઉતારવા માટે અહીંની નાની-નાની રંગીન મહેફિલોમાં લોકોના ટોળા ઉમટવા લાગ્યા છે.

પશ્ચિમ બંગાળ સરકાર કોઇ રહસ્યમય કારણસર એકાએક જંગલી ઘાસની જેમ ઝડપથી ફેલાઈ રહેલા આ ડાન્સબારોને અટકાવવામાં નિષ્ફળ નીવડી રહી છે. જો કે ડાન્સબાર અટકાવવા એ કાનૂની રીતે સહેલી વાત નથી. મહારાષ્ટ્ર સરકારે ડાન્સબાર પર પ્રતિબંધ લગાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં નિષ્ફળતા મળી. ગયા એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે તેના એક ન્યાયમૂર્તિ દિપક મિશ્રાની વાણીમાં મહારાષ્ટ્ર સરકારને આકરો ઠપકો આપ્યો હતો. કલકત્તામાં પણ કેટલાક લોકો આ બધા ડાન્સબાર ગેરકાયદે હોવાની રજૂઆત કરે છે.

પરંતુ કાયદો અજબ ગજબ છે. પશ્ચિમ બંગાળ આબકારી કાયદાની કલમ ૨૩૯ પ્રમાણે કોઇ પણ લાયસન્સદાર વેપારી કલેક્ટરની વિશેષ મંજૂરી વિના મંચ પ્રદર્શન કે ગીતગુંજન કરી શકતા નથી. પરંતુ આની સામે તકલીફ એ છે કે પોલીસ દ્વારા સંગીતની રજૂઆતનું લાયસન્સ આપી શકાય છે, જે સંપૂર્ણ રીતે પોલીસની મરજી પર આધારિત છે. કલકત્તા મહાનગર નિગમના લાયસન્સોની યાદીમાં ડાન્સિંગ લાયસન્સનો કોઇ ઉલ્લેખ નથી. આ પરિસ્થિતિનો લાભ લઇને પોલીસે ડાન્સબારને પોતાનું અધિકાર ક્ષેત્ર બનાવી દીધુ છે અને ડાન્સબારના માલિકો સાથે હપ્તાઓનું સેટિંગ ગોઠવી દીધું છે.

કલકત્તાના ડાન્સબારની સૌથી મોટી કરુણતા એ છે કે, રાત્રે પોલ ડાન્સ સહિતના વિવિધ નૃત્યો કરનારી નૃત્યાંગનાઓ દેખીતી રીતે એમ લાગે છે કે, તે તેમની પસંદગીનું કામ કરે  છે. પરંતુ વાસ્તવિકતા એનાથી જુદી છે. ડાન્સબારની આ કન્યાઓને અપહરણ કરાઇને કલકત્તા લાવવામાં આવેલી છે. તેને એટલી બધી યાતનાઓમાંથી પસાર કરવામાં આવી હોય છે કે  તે પછીથી ડાન્સબારમાં કામ કરવાનું સ્વીકારી લે છે. કેટલીક યુવતીઓ તો ડાન્સબારના માલિકોએ ઊંચા ભાવે વસ્તુની જેમ ખરીદી હોય છે, આ એક પ્રકારની માનવ તસ્કરી છે.

થોડા સમય પહેલાં ડાન્સબાર પર દરોડા પાડનાર પોલીસ અધિકારી અરકા બેનરજીએ એવો ઘટસ્ફોટ કર્યો હતો કે પોલીસની એક ટુકડીએ વીઆઇપી રોડ પર મધ્યરાત્રિએ દરોડાઓ પાડીને એવી ૨૫ યુવતીઓને બંધનમાંથી મુક્ત કરાવી હતી જે હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશથી અપહરણ કરીને અહીં લાવવામાં આવી હતી. આ યુવતીઓએ પોતાની જે વ્યથા-કથા સરકારી અધિકારીઓ સમક્ષ રજૂ કરી તેનાથી રાજ્યભરમાં અત્યારે તો સનસનાટી મચી ગઇ છે. છતાં પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર હજુ સુધી ડાન્સબારને અટકાવવા કોઇ નક્કર કદમ ઉઠાવી શકી નથી.

કલકત્તાના લાલ બજારના એક ડાન્સબાર પર પોલીસે દરોડો પાડીને ત્યાં યુવતીઓ સાથે નૃત્ય કરવા લાગેલા બેઘર યુવાનોને રોક્યા તો તેમાંથી એવડી મોટી ધમાલ થઇ કે તોફાની ટોળકી બંદૂક અને પેટ્રોલ બોમ્બ લઇને પાછી આવી અને ધમાલમાં એક નાગરિકની હત્યા પણ થઇ ગઇ.

કોંગ્રેસના નેતા અરુણાવ ઘોષ દ્વારા એવો વિરોધ કરવામાં આવ્યો છે કે, રાજ્યના નેતાઓ અને ડાન્સબાર માલિકો વચ્ચે એક પ્રકારની ધંધાદારી સમજણ કામ કરી રહી છે. જેને કારણે સત્તાધારી પક્ષ કોઇ પગલાં લઇ શકતો નથી. કલકત્તામાં રાજીવ સરકાર નામના એક આધુનિક લોકસેવક ઇન્ડિયા સ્માઇલ નામની એનજીઓ ચલાવે છે. તેમણે વિવિધ ડાન્સબારની માહિતી અને દસ્તાવેજો સરકારમાં સુપરત કર્યા છે. એ દસ્તાવેજોના આધારે પોલીસ કમિશનર જાવેદ શમીમે પોતાના વિસ્તારમાં આવતા ડાન્સબાર બંધ કરાવવા માટે ઝુંબેશ શરૃ કરી તો તેમની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી.

કલક્તાના આબકારી કલેકટર સુબ્રત વિશ્વાસ જાહેરમાં જાણે કે આખી સમસ્યાની મજાક ઉડાવતા હોય તેમ કહે છે કે, આ કોઇ મોટો પ્રશ્ન નથી અને મંચ પર ગીત અને નૃત્ય રજૂ કરવાથી કાયદો અને વ્યવસ્થા સામેનો કોઇ પ્રશ્ન ઊભો થતો નથી એને કારણે પોલીસે કે અમારે કોઇ હસ્તક્ષેપ કરવાની જરૃર નથી. કલેકટરનું નિવેદન એ વાતની ખાતરી આપે છે કે પશ્ચિમ બંગાળમાં રાજકારણીઓ, સનદી અધિકારીઓ અને પોલીસતંત્ર હજુ પણ બે નંબરની નવી નોટોના બંડલો એકત્રિત કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે.

Keywords network,17,november,2016,

Post Comments