Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

વિવિધ દેશોના રાજનેતાઓ શ્રમિક વર્ગના ઉત્કર્ષ વિશે વિચારતા થયા તે લેનિનને આભારી છે

મહત્મા ગાંધી કે ભગત સિંહ વ્લાદિમિર લેનિનથી એમ જ પ્રભાવિત નહોતા


મૂડીવાદી દેશોમાં નિમ્નવર્ગનું શોષણ કરતા રાજનેતાઓ અને ધનિકો પર કટાક્ષકથા લખી શકે એવા જ્યોર્જ ઓરવેલની જરૃર છે

ભારત એક એવો દેશ છે જ્યાં માત્ર સાંસ્કૃતિક વૈવિધ્ય જ નહીં, ભાષાકીય વૈવિધ્ય જ નહીં, ભૌગોલિક વૈવિધ્ય જ નહીં, પરંતુ રાજકીય વૈવિધ્ય પણ સ્વીકારવામાં આવેલું છે. ન માત્ર સ્વીકાર કરવામાં આવ્યો છે, આદર પણ કરવામાં આવે છે. હમણા જોર્ડનના રાજા અયાતોલ્લાહ બીજા ભારતની યાત્રા પર આવ્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું કે અહીં દરેક ધર્મને જીવન મળ્યું છે.

તેની વૃદ્ધિ થઈ છે. કોઈપણ ધર્મ પાળતા અને કોઈપણ ભાષા બોલતા ભારતીયને દેશના આ ગુણ માટે ગૌરવ છે. - એવામાં ત્રિપુરામાં પ્રથમ વખતની જીતમાં જ વિશ્વનેતા વ્લાદિમિર લેનિનનું પૂતળું ધ્વસ્ત કરવું એટલે એવો સંદેશ આપવો કે યોગ્ય તક મળ્યે અમે તમામ પ્રકારના વૈવિધ્યો ખતમ કરી નાખીશું. અને હે નિમ્ન વર્ગના લોકો તમારી તો ખેર નથી.

ડાબેરી રાજનેતાઓ વ્લાદિમિર લેનિનને શ્રમિક વર્ગના ઉત્કર્ષ વિશે વિચારનારા રાજનેતા અને અપૂર્વ સામાજિક ક્રાંતિના જનક તરીકે યાદ કરે છે અને જમણેરીઓ લેનિનના કાળમાં ફાટી નીકળેલા ગૃહ યુદ્ધ માટે તથા તે સમયમાં થયેલી લાખો હત્યાઓ માટે. તેના શાસને આચરેલી ક્રૂરતા માટે.

પહેલું તો એ કે કોઈપણ ઇતિહાસના પાત્રને એક દિશાથી જોઈને તેના વિશે અભિપ્રાય બાંધી લેવો એ હાથીના કાનને અડીને તેને સૂંપડા જેવો ધારી લેવા બરાબર છે.

બોલ્શેવિક ક્રાંતિ પહેલાનું રશિયા કેવું હતું? ઝાર નિકોલસ બીજાના સમયમાં શ્રમિકો અને જમીનદારો અલગ-અલગ સોસાઇટીમાં રહેતા. શ્રમિકો, ખેત મજૂરો, કારીગરોનું શોષણ થતું અને જમીનદારો સાહિબીમાં આળોટતા. લેનિન આવ્યા તો આ વર્ગ ભેદ ખતમ થયો. કાર્લ માર્ક્સની સમાજવાદની થિયરી પરથી લેનિને તૈયાર કરેલી સામ્યવાદની થિયરી બધાને એક સમાન સુખ-સુવિધા આપવા ઇચ્છતી હતી. અલબત્ત આ થિયરીમાં એક દોષ હતો જેના કારણે લેનિન આજની તારીખ લગી વગોવાતા રહ્યા છે. ત્યાં સુધી કે રશિયાના લોકો પણ તેમને હીરો નથી માનતા. તેમણે સામ્યવાદ બળજબરીપૂર્વક લાદવાની કોશિશ કરી, પોતાના વિચારોનો અમલ ક્રૂરતાથી કર્યો.

આ પ્રોસેસમાં જે કોઈ આડખીલી બન્યા તેમના પ્રત્યે જરાય દયા દાખવી નહીં. ગાંધી અમથા સાધન શુદ્ધિની વાત નહોતા કરતા. લેનિનનો વિચાર સારો હતો, પણ અમલવારી આક્રમકતા ભરેલી હોવાથી તેઓ બદનામ થઈ ગયા. એમાં તેમનો ઝાઝો દોષ ન ગણી શકાય. કેમ કે એ સમયે યુરોપના અન્ય દેશો ઝારશાહી પાછી લાવવા જમીનદારો અને તેના ચમચાઓને મદદ કરી રહ્યા હતા.

ઇતિહાસ સાક્ષી પુરાવે છે કે જ્યારે કોઈપણ દેશ ગુલામીમાંથી સ્વતંત્ર થાય ત્યારે ત્યાં ગૃહ યુદ્ધ થાય થાય અને થાય જ છે. કારણ કે ભાખોડિયા ભરતું બચ્ચું જ્યારે પોતાના પગ પર ચાલતું થાય ત્યારે લથડિયાં ખાધા વિના રહેતું નથી. તે જોઈને તમે એવું કહો કે આ બચ્ચાંને તાના માતાપિતાએ દારૃ પીવડાવ્યો એટલે લથડિયાં ખાઈ રહ્યું છે તો તમે બાલિશ છો.

લેનિનની થિયરીમાં દોષ એ હતો કે સારા વિચારને લાગુ કરવા માટે કોઈ પણ હદ સુધી જવાની તેે નૈતિક પરવાનગી આપે છે. એટલે જ સામ્યવાદી શાસકો નિર્દય હોય છે. એ ચાહે ચીનના હોય કે ઉત્તર કોરિયાના કે દુનિયામાં ક્યાંય પણના.

શોષણખોર ઝારશાહીમાંથી છૂટવા જતા પડનારા પ્રત્યાઘાતોને પહોંચી વળવા લેનિને કદાચ હિંસક થવાનું કહ્યું હશે, કિન્તુ તેના તાત્કાલિક અનુગામી જોસેફ સ્ટાલિને અમલીકરણ ઝારના ચમચાઓ પર કરવાને બદલે એ નિર્દોષ ખેડૂતો પર કરી નાખ્યું જેના માટે સામ્યવાદી ક્રાંતિ કરવામાં આવી હતી.

લેનિને જે ક્રૂરતા આચરી તેની વકીલાત નથી કરવી, પણ તમે એ તો વિચારો કે એ પહેલાની રાજનીતિમાં તળિયાના આદમી માટે કશું હતું ખરું? એ માણસને લીધે આજે વિશ્વનો કોઈપણ દેશ ચાહે તે રાજાશાહી હોય કે લોકતાંત્રિક કે પછી સમાજવાદી તે તેમના તળિયાના માણસ વિશે વિચારતો થયો છે અને તેને ઊંચો લાવવા જહેમત ઉઠાવે છે.

જવાહર લાલ નહેરુ, મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, ભગતસિંહ અને તેમના જેવા બીજા અનેક મહાપુરુષો લેનિનથી અમસ્તા પ્રભાવિત નહોતા. એ માણસે કંઈક કર્યું જેના કારણે વિશ્વની રાજનીતિ આજે જુદી છે. પહેલા કરતા થોડી સભાન છે. લેનિનને લીધે પ્રથમ વખત શોષિત વર્ગ રાજા બનવાનું સપનું જોઈ શક્યો.  મૂડીવાદીઓનો હાથો બની ગયેલા લોકતાંત્રિક દેશોને પણ લોકકલ્યાણનું સપનું આવવા લાગ્યું.

લેનિન વિશ્વના બીજા ઈતિહાસ પુરુષો જેવા જ છે જેમનું ખોટું અર્થઘટન થયું. જેમના વિશે ગેરસમજણો પ્રવર્તી. તેમનું સૌથી વધારે ખોટું અર્થઘટન તો સામ્યવાદીઓએ જ કર્યું. જે ઘટતું હતું તે જમણેરી પક્ષો પૂરું કરી રહ્યા છે.

અંગ્રેજીમાં કહેવત છે કે ફાર ઇસ્ટ ઇઝ વેસ્ટ. સુદૂર પૂર્વ એ પશ્ચિમ જ છે. અતિ ડાબેરી પણ નહીં સારા અને જમણેરી પણ નહીં. કેમ કે બેય એક જેવા હોય છે. ક્રૂરતા આચરવામાં બને એક સરખા હોય છે. જેવા સાથે તેવામાં કોણ જેવો હતો અને કોણ તેવો હતો તેનો ખ્યાલ જ રહેતો નથી.

જ્યારે ગરીબ વર્ગના હિતની વાત આવે ત્યારે ધનપતિઓ, સામંતો અને રાજપુુરુષો જે કાવાદાવા અને હુમલા શરૃ કરી દે છે તે ખાળવા માટે કદાચ ક્રૂર અને હિંસક બનવાનો વિચાર હશે, પણ કંઈક કાચું કપાઈ ગયું. સામ્યવાદની નિષ્ફળતા પર વ્યંગ કરતી એનિમલ ફાર્મ લખીને જ્યોર્જ ઓરવેલ વિશ્વ સાહિત્યમાં નામના મેળવી, પણ મૂડીવાદી દેશોમાં મૂંગા મોઢે પિસાયા કરતા ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગની વેદના લખી શકે અને શાસકો પર કટાક્ષ બાણ છોડી શકે ઓવો જ્યોર્જ ઓરવેલ ક્યાં?

ભારતમાં ડાબેરી હોય, મધ્યમ માર્ગી હોય કે જમણેરી તમામે જો કોઈ સમાનતા લાવવી હોય તો તે  સર્વપ્રથમ લોકતંત્ર પ્રત્યેના આદરમાં લાવવી જોઈએ. ચાહે ગાંધીનું પૂતળું પાળવામાં આવે, ચાહે લેનિનનું, ચાહે આંબેડકરનું કે કોઈપણનું. તે બિનલોકતાંત્રિક પદ્ધતિ છે. વિરોધી વિચારવાળા પુરુષોનો આ રીતે અનાદર કરવો તે ભારતની પરંપરા નથી.

ગાંધીજી લેનિનના ચાહક હતા, પરંતુ તેમની થિયરીમાં રહેલી આ કમી વિશે પણ સમજી ગયા હતા. ૧૯૨૭ની વાત છે. તમિલનાડુના મદુરાઈમાં બ્રિટિશ જર્નલ જેમ્સ જ્યોર્જ સ્મિથ નીલની પ્રતિમા રાખવામાં આવી હતી. એક હિંદુ અને એક મુસ્લિમ યુવક મળીને આ પૂતળું તોડવા લાગ્યા. તેમની ધરપકડ થઈ અને તેમના પર કેસ ચાલ્યો. ગાંધીજી ત્યારે મદ્રાસમાં હતા.

કેટલાક યુવકો તેમની પાસે આ આંદોલન માટે સમર્થન મેળવવા પહોંચ્યા. ગાંધીજીએ સમર્થન આપ્યું, પણ સાથોસાથ એક ટકોર કરી. કોઈપણ આંદોલનનો માર્ગ સત્યાગ્રહનો જ હોવો જોઈએ. જેવીરીતે પૌષ્ટિકમાં પૌષ્ટિક દૂધમાં પણ એક ટીપું ઝેર પડવાથી તે પીવાલાયક રહેતું નથી. એમ થોડી પણ અશુદ્ધિ આંદોલનને તેના મૂળ ઉદ્દેશથી ફગાવી દે છે. તેને ખતરનાક અસ્ત્રમાં પલટી નાખે છે.

ઓક્ટોબર ૧૯૨૮માં એક વ્યક્તિએ ગાંધીજીને પત્ર લખીને બોલ્શેવિઝમ પર પોતાના વિચારો સ્પષ્ટ કરવા કહેલું. આ પત્રનો જવાબ બાપુએ ૨૧ ઑક્ટોબર ૧૯૨૮માં નવજીવનમાં લખ્યો. તેમણે લખ્યું કે બોલ્શેવિઝમને જે થોડું ઘણું સમજાય છે તે મુજબ તેનો અર્થ છે કે ખાનગી મિલકત ન હોવી. પ્રાચીન ભાષામાં કહીએ તો સંચય ન કરવો.

આ કામ બધા તેની ઇચ્છાથી કરી લે તો તેના જેવું કલ્યાણકારી કામ બીજું એકેય નથી. પરંતુ બોલ્શેવિઝમમાં જબરદસ્તી કરવામાં આવે છે. મારો દૃઢ વિશ્વાસ છે કે પરાણે લાદવામાં આવેલો વ્યક્તિગત અપરિગ્રહ ઝાઝો સમય ટકી શકતો નથી.... તો પણ બોલ્શેવિઝમની સાધનામાં અસંખ્ય મનુષ્યોએ આત્મ બલિદાન આપ્યું છે. લેનિન જેવા પરિપક્વ વ્યક્તિએ તેનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. આવો મહાત્યાગ નિરર્થક ન જઈ શકે. તેની સ્તુતિ હંમેશા કરવી જોઈએ.

લેનિન વિશે ઝાઝું તો શું કહેવું. ગાંધીજીના જ બે જવાબમાં બધું આવી જાય છે. ૧૭ જુલાઈ ૧૯૪૧માં ગાંધીજીએ એક પત્રમાં લખ્યું કે, સ્ટાલિન અને લેનિનમાં ઘણું અંતર છે. લેનિનનું રશિયા આજે નથી રહ્યું.

વળી તેમણે ૧૭ જુલાઈ ૧૯૪૫ના રોજ સામ્યવાદી શાંતાબેન પટેલને પત્રમાં લખ્યું કે, કોમ્યુનિઝમ અને કોમ્યુનિસ્ટ વચ્ચે ભેદ કરજો. વળી માર્ક્સનું કોમ્યુનિઝમ અલગ છે. લેનિનનું બીજું છે અને સ્ટાલિનનું ત્રીજું. ત્રીજામાં પણ બે ફાંટા છે. ગાંધી એક, ગાંધીવાદ બીજો અને ગાંધીવાદી ત્રીજા. આવા તફાવત્ છે અને રહેશે. કાચી બુદ્ધિવાળા આમાંથી કોઈ એક સાથે થઈ જશે.

સોશિયલ નેટવર્ક

ભગતસિંહ ફાંસી પહેલા નરેન્દ્ર મોદીનું પુસ્તક વાંચી રહ્યા હતા!

પરજય કરતા પણ વધુ ખરાબ કંઈ હોય તો તે છે વિજયનો નશો. ત્રિપૂરામાં તે જોવા મળ્યું. જીતના કેફમાં ઉન્મત બનેલા ભાજપના કાર્યકરોએ બેલોનિયા શહેરમાં મૂકવામાં આવેલી વ્લાદિમિર લેનિનની મૂર્તિ ધ્વસ્ત કરી નાખી.આ વિશે સોશિયલ મીડિયામાં ભારે ગાજવીજ થઈ. સૌએ પોતાના વિચાર મૂક્યા.

અમિત ભંડારીએ ટ્વિટ કરી, વાત લેનિનની નથી. અસલ મુદ્દો હિંસા અને અસહિષ્ણુ માનસિકતાનો છે, જે ચિંતાજનક છે.

ગપ્પિસ્તાન રેડિયો ટ્વિટ્ટર હેન્ડલ પરથી પૂછવામાં આવ્યું, મને હતું કે સામ્યવાદીઓ મૂર્તિ પાછળ પૈસા ખર્ચતા નથી. તો પછી લેનિનની મૂર્તિ ક્યાંથી આવી?

પંકજ જોશી નામના ટ્વિટ્ટર સદસ્યએ પૂછ્યું કં, શહિદ-એ-આઝમ ભગતસિંહ રશિયન ક્રાંતિના જનક લેનિનને આદર્શ માનતા હતા. તેમની પ્રતિમાનું ખંડન કરીને ભાજપ કયો રાષ્ટ્રવાદ સાબિત કરી રહ્યું છે?
કુણાલ સિંહે લખ્યું, લેનિને ધરાશાયી થવું જોઈએ, પરંતુ તેને લેનિનવાદી પદ્ધતિથી ધરાશાયી કરવામાં આવશે તો તેની જીત ગણાશે.

પિક્ચર ઇંડિયા અકાઉન્ટ પર અટલ બિહારી વાજપેયીનો ૧૯૭૮નો ફોટો મૂકવામાં આવ્યો છે, જેમાં તેઓ ભારતના વિદેશ પ્રધાન તરીકે મોસ્કોના રેડ સ્ક્વેયર ખાતે લેનિનને શ્રદ્ધાંજલિ આપતા દેખાય છે. ભાજપના તત્કાલીન નેતા અને વર્તમાન નેતાઓમાં આટલો બધો તફાવત્?

પન્સટર અકાઉન્ટ પરથી વ્યંગબાણ વછૂટયું, લેનિન એક વખત જનતાની સ્મૃતિમાંથી ભુંસાઈ જશે તો ઈતિહાસના પુસ્તકો બીજી વખત લખવામાં આવશે કે ભગતસિંહ તેમને ફાંસી અપાઈ તે પહેલા વડા પ્રધા નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલું પુસ્તક એક્ઝામ વૉરિયર્સ વાંચી રહ્યા હતા.

સુયશ સુપ્રભે ચૂંટી ખણી, આ લોકો જે નથી સમજતા તેને તોડવા માંડે છે, જેમ કે પ્રેમ, વિજ્ઞાાન, લેનિનની મૂર્તિ આદિ.

અભિષેક શ્રીવાસ્તવે વ્યાજ સ્તુતિ અલંકારમાં લખ્યું, લેનિનનું પૂતળું તોડવામાં આવ્યું, સારું થયું. પૂતળાં તૂટવા જોઈએ, ચાહે કોઈપણના હો. માનવ મૂલ્યો અને આદર્શોના પ્રણેતાઓના પૂતળા ઊભા કરવા તે સૌથી મોટો અપરાધ છે. પૂતળું આદર્શોને ગળી જાય છે. બુદ્ધ, કબીર, માર્ક્સ, લેનિન, ગાંધી, ફુલે, પેરિયાર, ઓશો અને આંબેડકર બધાની પ્રતિમા ઊભી કરી બધાના આદર્શોને આપણે ઘોળીને પી ગયા. હવે પ્રતિમા તૂટી તો દર્દ થઈ રહ્યું છે.

અનિરુદ્ધ ગર્ગે તો સ્લોગન જ સર્જી કાઢ્યું, ચલો ત્રિપુરા ચલે દિખાને, જલવા હિંદુ પાવર કા. જિન્સ પહન લો ડેનિમ કા, નામ મિટા દો લેનિન કા.

આજની નવી જોક

ટીચર (લલ્લુને): એક ટોકરીમાં ૧૦ કેરી છે. તેમાંથી બે કેરી સડી ગઈ. તો હવે કેટલી કેરી બચી?

લલ્લુ: ૧૦ કેરી બચી.

ટીચર (ગુસ્સે થઈને): કેવીરીતે?

લલ્લુ: સડયા પછી પણ કેરી તો કેરી જ રહેશે. કેળું નહીં બની જાય.

આજે લલ્લુ વકીલ છે.
 

Keywords network,14,march,2018,

Post Comments