Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

શરદી ઘણા બધા પ્રકારની હોઈ શકે છે

ભારતમાં ૫૦ ટકા લોકો હાઇ બ્લડ પ્રેશરથી પીડાઈ રહ્યા છે

હાઈ બીપીની દવા ન લેનારા દર્દીઓને હાર્ટ અટેક અને હાર્ટ ફેલ્યોરનો ખતરો

એલર્જીથી શરદી થઈ હોય તો મટાડવા માટે શું કરવું?

જેનું આરોગ્ય ખૂબ સારું રહેતું હોય તેમને એવું કહેવાની જરૃર પડે જ નહીં કે પહેલું સુખ તે જાતે નર્યા. જાતે નર્યા ન હોવાના દુ:ખથી પીડાતી વ્યક્તિએ જ આ ઉક્તિ ઘડી કાઢી હોવી જોઈએ.  હેલ્થ એવી બાબત છે જે તમારી પાસે હોય ત્યારે તમને સહેજેય અહેસાસ થતો નથી.  શરીર ન હોવાનો અહેસાસ થાય ત્યારે તમે સૌથી ફિટ છો. જ્યારે શરીરનો વજન લાગવા માંડે, જ્યારે તે ભારે-ભારે અનુભવાવા માંડે એનો અર્થ તમારી તબિયત નાદુરસ્ત છે.

કહે છે કે રોગ અને શત્રુઓને ઊગતા ડામી દેવા જોઈએ. શત્રુઓ તો આપણા હાથમાં નથી, પણ રોગ હાથવગા છે. ક્યારેક રોગની શરૃઆત નાની બીમારીથી થાય છે. આપણે તેને હળવાશથી લઈએ છીએ અને વખત જતા તે આપણા માટે સૌથી ગંભીર બાબત બની જાય છે. આવી બે બીમારીઓ છે. શરદી અને બ્લડ પ્રેશર. શરૃઆત શરદીથી કરીએ.

આ બીમારી તદ્દન સામાન્ય હોવા છતાં સૌથી અધિક પજવનારી છે.  શરદીને આપણે બહુ દાદ આપતા નથી. તેની એક કે બે પ્રકારની સ્ટાન્ડર્ડ દવા લઈએ છીએ. મોટા ભાગે તો મેડિકલવાળા પાસે જ માગી લઈએ કે. શરદી થઈ છે, દવા આપોને. પણ આવું ન કરવું જોઈએ. શરદી થવાના ૫૦ કારણ હોઈ શકે છે. કારણ અનુસાર તેની દવા જુદી-જુદી થઈ શકે. ઘણી વખત તો મોટા-મોટા રોગની શરૃઆત પણ સામાન્ય શરદીથી થઈ શકે.

સામાન્ય શરદીને તબીબી ભાષામાં એલર્જિક રાઇનાઇટીસ કહેવામાં આવે છે. તે પીડાદાયક છે, પરંતુ ગંભીર નથી. એવી જ રીતે વાઇરસથી શરદી થઈ હોય તે વાઇરલ રાઇનાઇટીસ તરીકે ઓળખાય છે.
આ બંને શરદીઓ ગંભીર નથી, પણ પીડાદાયક અવશ્ય છે. સાયનુસાઇટિસના લક્ષણ પણ શરદી જેવા જ હોય છે, પરંતુ તે શરદી નથી. આપણે તેને સાયનસ તરીકે પીછાણીએ છીએ. તેની દવા શરદીની દવા કરતા જુદા પ્રકારની હોય છે.

જો નાસિકા (સેપ્ટમ) સહેજ ત્રાસી હોય તથા નાકમાં નાની-નાની પોલિપની ગાંઠ હોય તોય ઉપરથી તો એમ જ લાગશે કે શરદી છે, પણ આ સામાન્ય શરદી નથી. આની દવા એલર્જીક શરદીથી બિલકુલ જુદી થશે. તેની સંપૂર્ણ સારવાર માટે સર્જરી પણ કરાવવી પડે, એમ પણ બને!

કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટ રૃપે શરદી થઈ જાય છે. કોઈ બીમારીની દવા લાંબા સમયથી ચાલુ હોય કે હમણા ચાલુ કરી હોય અને એકાએક શરદી થઈ જાય કે વધી જાય તો ડોક્ટર પાસે એ વાતની સ્પષ્ટતા કરવી, જેથી સાચો ઈલાજ થઈ શકે.

હોર્મોનલ રાઇનાઇટીસ અને વેજનર ગ્રેનુલોમા જેવી ગંભીર બીમારીના પ્રારંભિક લક્ષણો શરદી જેવા હોય છે. ઘણીવાર તબીબો પણ છેતરાઈ જતા હોય છે.

એસિડિટીની તકલીફ હોય તેમજ પેટનો એસિડ વારેવારે ગળા વાટે મોંમાં આવી જતો હોય તો તેના કારણે શરદી થાય છે. આવી શરદી એસિડિટીની સારવાર ન કરાવવામાં આવે ત્યાં સુધી મટતી નથી.
ઋતુ બદલાય ત્યારે અથવા આખું વર્ષ નાકમાં ખંજવાળ આવે, નાક બંધ થઈ જાય, વારંવાર લીટ વહે, અવાર-નવાર છીંક આવે, આંખમાંથી પાણી નીકળે, ખંજવાળ આવે તો તેને એલર્જિક રાયનાઇટીસ કહે છે.
કોઈ પ્રકારની એલર્જીને કારણે એલર્જિક રાઇનાઇટિસ થાય છે. પરાગરજ, પાલતૂ જાનવરની ત્વચાના વાળ, ઘરની કે અનાજની રજ, બાથરૃમ-બારી-ઘરની વેખમમાં બાઝેલી ફૂગથી એલર્જિક શરદી થઈ શકે છે. એલર્જીથી થતી શરદી માટે દવા હંગામી ઉપાય છે. કાયમી ઇલાજ છે, તેનું કારણ દૂર કરો. જેના કારણે એલર્જિક રાઇનાઇટિસ થતી હોય તે મિટાવવું મસ્ટ છે.

ખૂબ ઉધરસ આવતી હોય, શ્વાસ લેતી વખતે છાતીમાંથી સિસોટી વાગતી હોય તો સમજી લેવું કે નાકની કોથળી માહેથી એલર્જી ફેફસાંની નળીઓમાં ઊતરી ગઈ છે. તેને એલર્જિક બ્રોંકાઇટિસ કહેવામાં આવે છે. સમય જતા તે દમા અથવા અસ્થમામાં રૃપાંતરિત થઈ જાય છે. પરિવારમાં કોઈને દમ કે એલર્જી હોય તો પણ એલર્જિક રાઇનાઇટિસ થઈ શકે છે.

એલર્જી કેવીરીતે થાય છે, એ જાણવું જીકે વધારવા જેવું છે. આપણાં શ્વાસનળી, નાક તથા ગળું સતત વાતાવરણની હવા અને તડકામાં રહે છે. શ્વાસ લેતા હવામાં રહેલી ધૂળ તથા અન્ય કણો પણ અંદર પ્રવેશે છે. શ્વસનતંત્રને તેનાથી એલર્જી હોય તો તરત જ દરેક શ્વાસ એલર્જી વધારવાનું કામ કરે છે. તમે છીંકાછીંક કરવા લાગો છો અને થોડી જ વારમાં શરદીનો શિકાર બની જાવ છો.

હવે બ્લડ પ્રેશરની વાત કરીએ. ઘણા લોકો એવું માને છે કે આપણે તો બન્દા બિનધાસ્ત છીએ. એટલે આપણને ક્યારેય બ્લડ પ્રેશર થઈ શકે નહીં. આપણે ટેન્શન લેતા નથી, આપીએ છીએ. અરે ભાઈ, બ્લડ પ્રેશર માત્ર ટેન્શનને કારણે નથી થતું. બીજા હજાર કારણો છે.

ભારતમાં ૩૦ ટકા લોકો હાઇ બ્લડ પ્રેશરથી પીડાય છે. જો તમે કસરત ન કરતા હો, ઉંમર ૪૦ને પાર થઈ ગઈ હોય, નિષ્ઠાપૂર્વક દારૃ-સિગારેટ પીતા હોવ, કમરનો ઘેરાવો (મહિલા હોય તો ૮૦ સેમી, પુરુષ હોય તો ૯૦ સેમી) કરતા વધી ગયો હોય તો પૂરેપૂરી શક્યતા છે કે હાઇ બ્લડ પ્રેશર તમારા શરીરમાં બેસણા કરે.

હાઇ બ્લડ પ્રેશર કોઈ સાઇડ ઇફેક્ટ નથી કે કોઈ રોગ હોય તો જ થાય. કોઈ વ્યક્તિ માત્રને માત્ર હાઇ બ્લડ પ્રેશરની દર્દી હોઈ શકે છે. લોહીનું દબાણ ઊંચું આવતું હોય તેમણે દવા લેવી જરૃરી છે. જો ન લે તો હાર્ટ અટેકનો ખતરો ડબલ અને હાર્ટ બંધ પડી જવાનો ખતરો ત્રણ ગણો વધી જાય છે.

ડોક્ટર એમ કહે કે તમારું બ્લડ પ્રેશર બોર્ડર લાઇન પર છે તેનો અર્થ એમ કે ચેતવણીની ઘંટડી રણકી ચૂકી છે. તેમણે સુનિશ્ચિત કરવું જોઈએ કે બીપી ૧૪૦/૯૦થી નીચે રહે. જો તમને ડાયાબિટીઝ હોય તો તો પ્રેશર આનાથીય કમ હોવું જોઈએ.

હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે વજન ઘટાડો, દારૃ પીતા હો તો છોડી દો, સિગારેટ છોડી દો, નિયમિત કસરત કરો. રોજ કમસેકમ ૪૦ મિનિટ વૉકિંગ કરો. બેઠા ન રહો, એક્ટિવ રહો.
બ્લડ પ્રેશર ઊંચું રહેતું હોય એનો અર્થ એમ નથી થતો કે નમક ન ખાવું. ખાવું, પણ ઉપરથી ન

ભભરાવવું. દાળ-શાકમાં નાખ્યું હોય એ ખાવ, પણ પાપડમાં, ડુંગળીમાં, છાશમાં, સલાડમાં ઉપરથી કાચું મીઠું ભભરાવવાનું બંધ કરી દો. હવે એ તમારા માટે નિષેધ છે.

જેમને હાઈ બીપી છે તેમણે નિયમિત ચેક કરાવતા રહેવું. તેની દવા પણ લેતા રહેવી, પરેજી પણ પાડવી. દબાણ ૧૪૦/૯૦ની નીચે રહે તો વેલ એન્ડ ગુડ.

વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો નવી ખરીદી શકાય, તબિયત નવી નથી ખરીદી શકાતી. તે જાતે જ બનાવવી પડે. એમાંય કાયમી રોગ ઘર કરી ગયા એટલે ઓર મુશ્કેલી. આપણી પાસે શરીર સૌથી મર્યાદિત માત્રામાં મળેલી જણસ છે. માની લો કે એક જ કપડું છે અને આખી જિંદગી પહેરવાનું છે. એના પરથી સમજી શકાશે કે તેનું કેટલું જતન કરવું.

બહુ કેવાય

મોંઘવારી દર સાડા ચાર ટકા

મુખ્ય આંકડાકીય સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર માર્ચ માસમાં મોંઘવારીનો દર ૪.૨૮ ટકા હતો, એપ્રિલમાં ૪.૫૮ ટકા અને મેમાં ૪.૫૮ ટકા. આ આંકડા રીટેઇલ મોંઘવારીના છે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ પરથી મેળવવામાં આવ્યા છે. શાકભાજીથી લઈને પેટ્રોલ સુધી દરેક ચીજના ભાવ એટલા વધી ગયા છે કે આમ આદમીના ખીસામાં બાકોરા પડી જાય.

શિક્ષણ, આરોગ્ય, પરિવહન, આવાસ, કપડાં, ફુટવેરમાં પાંચ ટકાથી અધિક મોંઘવારી દર જોવા મળ્યો છે. દાળ અને ખાંડ સિવાય એકેય ચીજવસ્તુ એવી નથી કે જેના ભાવમાં ઓટ આવી હોય. આરબીઆઈએ વ્યાજદર ૨૫ બેસિસ પોઇન્ટ વધારે મોંઘવારી કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો છે, પણ તેનાથી આમ આદમીને ખાસ ફાયદો થશે એવું લાગતું નથી. કેમ કે જે આમ આદમી લોન ધરાવે છે તેની લોન મોંઘી થઈ. આ તો ઊંધા કાન પકડાવવા જેવું થયું, બીજું શું? સરકારે ખરેખર કંઈ કરવું હોય તો પેટ્રોલના ભાવ રૃા.૬૦ કરી નાખવાની જરૃર છે.

જાણવા જેવું

છગ્ગો મારીને મેચ જીતાડવો એટલે

ધોની સ્ટાઇલ નહીં, કપિલ સ્ટાઇલ

છગ્ગો મારીને મેચ જીતાડવાને આપણે ધોની સ્ટાઇલ ગણીએ છીએ, પરંતુ વર્ષો પહેલા એક મેચમાં કપિલ દેવ પણ આવું કરી ચૂક્યા છે. કપિલ દેવ અને ધોની બંને વર્લ્ડ કપ વિજેતા ટીમના કપ્તાન હોવાનું સમાન ગૌરવ ધરાવે છે તેમ સિક્સ મારીને મેચ જીતાડવામાં પણ થોડા સમોવડિયા  છે. ૧૯૮૩માં ભારત લંડનના લોર્ડ્સ ખાતે વર્લ્ડકપમાં વિજેતા બન્યું હતું, પરંતુ હજુ ક્રિકેટના મક્કા તરીકે ઓળખાતા આ મેદાનમાં એકેય ટેસ્ટમેચમાં વિજય સાંપડયો નહોતો. ૧૦મી જૂન ૧૯૮૬ના રોજ ભારત અહીં પ્રથમ ટેસ્ટ મેચ જીત્યું. અગાઉ ૧૧ ટેસ્ટ અહીં હાર્યા બાદ જીત સાંપડી હતી.

કેવીરીતે ખેલાયો હતો ટેસ્ટ મેચ? અહીં ઝલક મેળવીએ. પ્રથમ ઇનિંગમાં ઇન્ગ્લેન્ડે ૨૯૪ રન બનાવ્યા હતા. ઓપનર ગ્રાહમ બૂચે ૧૧૪ રન ફટકાર્યા હતા. ગોલંદાજ ચેતન શર્માએ પાંચ વિકેટ ખેરવેલી. ભારતની પ્રથમ ઇનિંગમાં દિલીપ વેન્ગસરકરે ૧૨૬ રન કર્યા. આ મેદાન પર તેની ત્રીજી સેન્ચુરી હતી. ભારતે ૪૭ રનની બઢત મેળવી. ઇન્ગ્લેન્ડની ટીમને બીજી ઇનિંગમાં આંખે અંધારા આવી ગયાં. ૧૮૦માં ઓલ આઉટ. કપિલ દેવે ચાર વિકેટ ખેરવી. ભારત સામે ટાર્ગેટ આવ્યો ૧૩૪ રનનો. કહેવાની જરૃર નથી કે આપણી ટીમે લક્ષ્યાંક હાંસલ કરી લીધો, પણ ચાર વિકેટ પડયા પછી કપિલ દેવ જ્યારે મેદાનમાં ઊતર્યા ત્યારે તેમણે ચાર ચોગ્ગા અને છેલ્લે છગ્ગો ફટકારી મેચ જીતાડી હતી.

આજની નવી જોક

છગને બજારમાંથી કલર ટીવી ખરીદ્યું. ઘરે જઈને તેણે નવેનવું ટીવી ટાંકામાં નાખી દીધું.

મગન: ઘનચક્કર, આ શું કરે છે?

છગન: મારે ચેક કરવું છે કે ક્યાંક ટીવીનો કલર ઊતરી તો નહીં જાયને.

 

Keywords NETWORK,14,JUNE,2018,

Post Comments