Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

બેગમ અખ્તર:મલ્લિકા-એ-તરન્નુમ, મલ્લિકા-એ-ગઝલ

બેગમ અખ્તરે ગઝલ ગાવાનું છોડી દેતા બહઝાદ લખનવીએ લખવાનું છોડી દીધું હતું
બેગમ જિગર મુરાદાબાદી પાછળ પાગલ હતા, પણ જિગરે લગ્નનો ઇનકાર કરી દીધેલો

જેમની બેગમ કાયમ ઉપેક્ષા કરતા રહ્યા એ શકીલ બદાયૂનીની ગઝલે તેમને અમર બનાવી દીધા
જેણે એક પણ ગઝલ લખી નથી છતાં ગઝલ જેમના વિના અધૂરી છે.

એ વ્યક્તિ કોણ? જવાબ છે, મલ્લિકા-એ-તરન્નુમ, મલ્લિકા-એ-ગઝલ બેગમ અખ્તર. પૃથ્વી પર એવરેસ્ટથી ઊંચું કઈ નથી તેમ ગઝલ ગાયનમાં બેગમ અખ્તરથી ઊંચું કોઈ નથી, તેમનાથી આગળ કશું જ નથી. કોણ હતી આ સ્વર-સામ્રાજ્ઞાી? આવો તેમને જાણીએ, ચાલો તેમને માણીએ.

કિસ કા ખયાલ કૌન સી મંઝિલ નઝર મેં રહે,

સદિયાં ગુઝર ગઈ કી ઝમાના સફર મેં હૈ.

ગાયકી પર બેગમની પકડ જેટલી મજબૂત હતી, દુઃખની પણ એવી જ મજબૂત પકડ તેમના જીવન પર હતી. ગાલિબે જાણે આ શેર તેમના માટે જ કહ્યો હતો,

રંજ સે ખૂગર હુઆ ઇન્સાં તો મિટ જાતા હૈ રંજ,
મુશ્કિલે મુજ પર પડી ઈતની કિ આસાં હો ગઈ.

બાળપણથી જ સંગીતનો શોખ. મોટા-મોટા ઉસ્તાદો પાસે તાલીમ લીધી. તેમનું ગળું કોઈ એક ઘરાનામાં બંધાયેલું નહોતું. ગ્વાલિયર, કિરાના, પટિયાલા સમાટા તેમના કંઠમાંથી ઘૂઘવતા.

સંગીત પર તેમની હથોટી એવી કે દરેક ગઝલ જાતે જ કમ્પોઝ કરે. તેમણે ગાલિબ, મોમિન, દાગ બધાને ગાયા. સમકાલીનોને પણ ગાયા.

શાયરોમાં સ્પર્ધા રહેતી કે બેગમ તેમની ગઝલો ગાય. કેટલાક કવિઓ તો માત્રને માત્ર બેગમ અખ્તરને ધ્યાનમાં રાખીને ગઝલ લેખન કરતા.

ત્યારે તેઓ અખ્તરીબાઈ ફૈઝાબાદી તરીકે ઓળખાતાં. સૌથી પહેલી ગઝલ તેમણે ગાઈ સરદાર અહેમદ ખાંની... યાને કે બહઝાદ લખનવી.

બેગમ કેવળ ૧૧ વર્ષના હતાં ત્યારે અમ્મી મુસ્તરી બેગમ તેમના ભવિષ્યને લઈને ખૂબ ચિંતિત રહેતાં. તેઓ તેને બરેલીના પીર અઝીઝ મિયાં પાસે લઈ ગયા.

પીરે તેમને જોઈને કહ્યું, આપ તો મલ્લિકા છો. તેના હાથમાંથી નોટબુક લીધી, જેમાં બેગમે ગઝલો ઉતારી હતી. પીર સાહેબે નોટબુક ખોલી. ગઝલ પર હાથ રાખીને કહ્યું, રેકોર્ડીંગમાં સૌથી પહેલા આ ગઝલ ગાજો.

દીવાના બનાના હૈ, તો દીવાના બના દે,
વરના કહીં તકદીર તમાશા ન બના દે.
પીરે આશીર્વાદ દીધા, પ્રસિદ્ધિ તારા કદમ ચૂમશે, દૌલત તારી બંદી બનીને ઘૂમશે.

કલકત્તામાં દુર્ગા પૂજા દરમિયાન અખ્તરીએ આ ગઝલ ગાઈ. બાજુમાં બેસીને બડે ગુલામ અલી ખાં સારંગી વગાડી રહ્યા હતા. પૂરા બંગાળમાં ઝંઝાવાત ફુકાયો. બહુ જ જલદી તે આખા દેશમાં ફેલાઈ ગયો.

પીરબાબાની વાણી ફળી. આ ગઝલે બેગમને ચોમેર ખ્યાતિ આપી. પંડિત જસરાજે છ વર્ષની ઉંમરે સાંભળીને ક્લાસિકલ ગાયક બનવાનો નિર્ણય કરી લીધો. લાખો લોકો દીવાના બની ગયા. તેની રેકર્ડની માગ એટલી બધી વધી ગઈ કે મેગાફોન કંપનીએ આ રેકોર્ડ માટે કલકત્તામાં રેકોર્ડ પ્રેસિંગ પ્લાન્ટ બનાવવો પડયો.

બેગમ અખ્તર તથા બહઝાદ લખનવી બંને મશહૂર બની ગયા. વર્ષો પછી બેગમ અખ્તરે પીર બાબાની ઘટનાને યાદ કરતા કહ્યું, કાશ પીર સાહેબે શોહરત અને દૌલતને બદલે મને ચૈન અને સુકૂનની દુઆ આપી હોત. તો થોડીક ખુશી મારા દામનમાં પણ હોત.

૧૯૪૪-૪૫માં બેગમે બેરિસ્ટર ઇશ્તિયાખ અહેમદ અબ્બાસી સાથે લગ્ન કર્યા. એ પછી પાંચ વર્ષ સુધી તેમનું ગાયન બંધ હતું. બેરિસ્ટર સાહેબને પસંદ નહોતું એટલે. જ્યારે બહઝાદ લખનવીને આ વિશે ખબર પડી તો તેમણે ગઝલ લખવાનું બંધ કરી દીધું. એક મુશાયરામાં કોઈએ તેમને હસતા-હસતા પૂછ્યું, શું થયું બહઝાદ સાહેબ. ક્યાંક પ્રેમ તો નથી થઈ ગયો ને? શાયરે જવાબ આપ્યો.

એ દેખને વાલો, મુઝે હસ-હસ કે ન દેખો,
તુમકો ભી મોહબ્બત કહીં મુઝસા ન બના દે.
બહઝાદ ઉંમરમાં બેગમથી ઘણા મોટા હતા. ભાગલા પછી તેઓ પાકિસ્તાન જતા રહ્યા. ત્યાં એક વખત એક મુશાયરામાં ભાગ લીધો. દોસ્તારે છંછેડયા, બેગમે તમને દીવાના ભલે બનાવી દીધા, પણ હવે જરા હોશમાં આવો. હવે આ મામલો બ દેશ વચ્ચેનો છે.

બહઝાદે કહ્યું, મિયાં વાત બે દિલ વચ્ચેની છે, આમાં મુલ્કને વચ્ચે શામાટે લાવવું. પછી શેર લલકાર્યો.
દુનિયા કો ઇલ્મ ક્યા હૈ, ઝમાને કો ક્યા ખબર,

દુનિયા ભૂલા ચૂકા હુ તુમ્હારે ખયાલ મેં.
ભારતમાં પણ કોઈએ બેગમ અખ્તરને એ જ સવાલ પૂછ્યો. શું તમે બહઝાદ લખનવીને પ્રેમ કરો છો? બેગમે બેધડક કહ્યું, હા, હું બહઝાદને પ્રેમ કરું છું અને શામાટે ન કરું? જેણે મારા માટે લખવાનું છોડી દીધું, એને પ્રેમ ન કરું તો કોને કરું?

એક વખત તેઓ સંગીત જલસામાં જિગર મુરાદાબાદીની ગઝલ ગાઈ રહ્યા હતા.
તબીયત ઇન દિનો બેગના-એ-ગમ હોતી જાતી હૈ,
મેરે હિસ્સે કી ગોયા હર ખુશી કમ હોતી જાતી હૈ.

બેગમે આ ગઝલ રાગ સિંધૂરામાં સ્વરબદ્ધ કરી હતી. તે ગાતાં હતાં ત્યાં એક પંજાબી યુવા કવિ મંચ પર આવ્યો. તેણે એક ચીઠ્ઠી બેગમને હાથમાં આપીને કહ્યું, તમે એકવાર મારી ગઝલ ગાવ. મારી જિંદગી બની જશે. બેગમે એ ગઝલનું ઇન્સ્ટન્ટ કમ્પોઝિશન કર્યું. તથા કહ્યું, બહુ જ અદ્ભુત કવિ છો તમે, બહુ જ ઉચ્ચ વિચારો છે તમારા ને કહેણી, માશાલ્લાહ...  એ શાયર બીજા કોઈ નહીં, પણ સુદર્શન ફાકિર. તેઓ બેગમ અખ્તર માટે જ લખતા અને બેગમને કારણે ફેમસ થયા.

કુછ દુનિયા કી ઇનાયતને દિલ તોડ દિયા,
કુછ તલ્ખ એ હયાતને દિલ તોડ દિયા.

દિલ તો રોતા રહા ઔર આંખ સે આંસુ ન બહે,
ઇશ્ક કી ઐસી રીવાયતને દિલ તોડ દિયા.

કહે છે કે પછીના બે શેર ફાકિરે બેગમના કહેવા પર લખ્યા.
હમ તો સમજે થે કિ બરસાત મેં બરસેગી શરાબ,

આઈ બરસાત તો બરસાત ને દિલ તોડ દિયા.
આપ કો પ્યાર હૈ મુઝસે? યા નહીં હૈ મુઝસે?

જાને ક્યોં ઐસે સવાલાતને દિલ તોડ દિયા.
રાગ ભૂપ કલ્યાણમાં સ્વરબદ્ધ આ ગઝલ બેગમ કોન્સર્ટમાં ગાતા ત્યારે કેટલાય તૂટેલા દિલ સાજા થઈ જતાં.
શમીમ જયપુરીની શાયરીમાં જિગર મુરાદાબાદીની ક્લાસિકી હતી અને તસ્કિન કુરેશીનો અંદાઝ. બેગમે તેમને ખાસથી આમ સુધી પહોંચાડવાનું કામ કર્યું.
કાબે સે બુતકદે સે કભી બઝ્મ-એ-જામ સે,
આવાઝ દે રહા હૂં તુઝે હર મકામ સે.

શકીલ બદાયૂની વર્ષો લગી બેગમને તેમની ગઝલ મોકલતા રહ્યા, પણ બેગમ તેમનીે હાથ અડાડતાં નહોતાં. પછી શું થયું એની વાત પછી કરશું. અત્યારે જરા બીજી વાત કરીએ.

બેગમ અખ્તરે કોઈ શાયરને પ્રેમ કર્યો હોય, કોઈ એવો શાયર કે જેનો દિવાન તેઓ પોતાના તકિયા નીચે રાખીને સૂતાં, તે હતા જનાબ જિગર મુરાદાબાદી. એક એવો પણ જમાનો હતો જ્યારે બેગમ મહેફિલોમાં માત્ર જિગરની જ ગઝલો પ્રસ્તુત કરતા.

ત્યારે બહુ જૂજ લોકો જિગરના નામથી વાકેફ હતા.
યુ દિલ કે તડપને કા કુછ તો હૈ સબબ આખિર,
યા દર્દને કરવટ લી યા તુમને ઇધર દેખા.
દુનિયા કે સિતમ યાદ ન અપની હી વફા યાદ,
અબ મુઝકો નહીં કુછ ભી મોહબ્બત કે સિવા યાદ.
બેગમે અનેક ગઝલો ગાવા છતાં જિગરે તેમની તરફ ધ્યાન ન આપ્યું. છેવટે બેગમે પત્ર લખ્યો.
આપ શાયર હૈ ઔર મેં એક ગાયિકા, હમ દોનો શાદી ક્યોં નહીં કર લેતે?
જિગરે આકરો ઉત્તર વાળ્યો,
આપ મારો દિવાન વાંચો છો, મારી ગઝલ ગાવ છો, સારી વાત છે. પણ મહેરબાની કરીને મને મળવાની કોશિશ ન કરશો.

એ સાંજે બેગમે મહેફિલમાં જિગરને બદલે ગાલિબને ગાયા.
યે ન થી હમારી કિસ્મત કી વિસાલ-એ-યાર હોતા,
અગર ઓર જીતે રહેતે, યહી ઇન્તઝાર હોતા.
થોડા દિવસો બાદ એક પાર્ટીમાં બંનેની મુલાકાત થઈ. જિગરે મજાકમાં કહ્યું, મેં લગ્નનો ઇનકાર એટલા માટે કર્યો કે ક્યાંક આપણા સંતાનનું રૃપ મારા પર જાય અને લખવાની પ્રતિભા આપના પર જાય તો શું કરવું?
ફિરક ગોરખપુરી બેગમના ગાઢ મિત્ર હતા.

એક વખત ફિરાકની તબીયત ખૂબ નાદુરસ્ત હતી. તેમણે કહ્યું, જલદી બેગમને બોલાવો. મારે તેમને ગઝલ સંભળાવવી છે. બેગમને જાણ કરવામાં આવી. તેઓ આવ્યા. ફિરાકે નઝમ સંભળાવી,

શામ-એ-ગમ કુછ ઉસ નિગાહ-એ-નાઝ કી બાત કરો,
બેખુદી બઢતી ચલી હૈ રાઝ કી બાત કરો.
નિકહત-એ-ઝૂલ્ફ એ પરેશાં દાસ્તાં-એ-શામ-એ-ગમ

સુબહ હોને તક ઇસી અંદાઝ કી બાત કરો.
બેગમે ત્યાંને ત્યાં આ નઝમ શિવરંજનીમાં કમ્પોઝ કરી ફિરાકને સંભળાવી.

ફિરાકની આંખમાંથી સ્વરબદ્ધ આંસુ વહ્યાં.

બેગમને કોઈ શાયર સાથે સૌથી ઘનિષ્ઠ મિત્રતા રહી હોય તો તે કૈફી આઝમી સાથે. કૈફીની એક ગઝલ અધૂરી હતી. મક્તા બાકી હતો. તે પૂરો કરાવવા બેગમે તેને રૃમમાં પૂરી દીધા હતા.

૧૯૫૧માં મુંબઈ સેન્ટ્રલથી લખનઉ જનારી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ ડબામાં બેગમ બેઠા હતા. ત્યારે એક શાયર ત્યાં દોડતો આવ્યો. બેગમના હાથમાં પોતાની ગઝલ મૂકી. કહ્યું, આ કાગળ ટ્રેન ઊપડે પછી જ વાંચજો. બેગમે રાખી મૂક્યો. રાતે સૂઈ ગયા. સૂતા હતા ત્યારે પેલી ચબરખી યાદ આવી.

થયું લાવ વાંચું તો ખરા કે શું લખ્યું છે. તેમણે ચીઠ્ઠી ખોલીને વાંચી. ગઝલ હતી. બેગમે હાર્મોનિયમ લઈને અડધી રાતે ટ્રેનમાં ગઝલ કમ્પોઝ કરી. એ ગઝલ હતી,

એ મોહબ્બત તેરે અંજામ પે રોના આયા,
જાને ક્યોં આજ તેરે નામ પે રોના આયા.

એ શાયર હતા શકીલ બદાયૂની. જેની ગઝલની બેગમે વર્ષો લગી ઉપેક્ષા કરી હતી.

પહેલી ગઝલ બહઝાદની જેમણે બેગમ અખ્તરને પ્રસિદ્ધિ અપાવી. અને આ ગઝલ શકીલ બદાયૂની જેમણે બેગમને અમરપદ આપી દીધું.

આજની નવી જોક

છગન (લીલીને):તું મારી ફિલ્મમાં કામ કરીશ?
લીલી:સીન શું છે?
છગન:તારે ધીરે-ધીરે પાણીમાં ઊતરવું પડશે.
લીલી:ઓકે, પિક્ચરનું નામ શું છે?
છગન:ગઈ ભેંસ પાણીમાં.

Keywords network,11,july,2018,,

Post Comments