Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગોરખપુર અને ફુલપુર પેટાચૂંટણીના પરીણામ અમારા માટે બોધપાઠ: યોગી આદિત્યનાથ

- મુખ્યમંત્રી યોગીએ પરીણામનું સમ્માન કરી વિજેતા હરીફોને અભિનંદન પાઠવ્યા

- દેશમાં પરીવર્તનના જે કામ થયા છે તેને જનતા સમજશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો

લખનૌ, તા. 14 માર્ચ 2018, બુધવાર

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર અને ફુલપુર ચૂંટણીમાં તેમની પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી અમારા માટે બોધપાઠ છે. જે પરીણામ આવ્યા છે તેનું અમે સમ્માન કરીએ છીએ તેમજ વિજેતા થયેલા હરિફોને અભિનંદન પાઠવીએ છીએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ મહત્વપૂર્ણ રહ્યાં હતા.જ્યારે સામાન્ય ચૂંટણીઓમાં રાષ્ટ્રીય મુદ્દે મતદાન થતું હોય છે. તેવામાં આ હાર પરથી બોધ લઇને અમે મંથન કરીશું. અમને વિશ્વાસ છે કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જે ગરીબ કલ્યાણની યોજનાએ ચાલી રહી છે અને દેશમાં પરીવર્તનના જે કામ થયા છે તેને જનતા સમજશે.

તેમણે સપા અને બસપાના ગઠબંધનને રાજનૈતિક સોદો ગણાવી અને મતદાનની ઓછી ટકાવારીને ગોરખપુર અને ફુલપુરની હારનું કારણ ગણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યએ રાજીનામું આપવાથી આ બેઠકો ખાલી થઇ હતી અને જેની પેટાચૂંટણીમાં ભાજપની હાર થઇ છે.

Post Comments