Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઉદી અરેબિયામાં યોગને અધિકૃત સ્પોર્ટ એક્ટિવિટીનો દરજ્જો જાહેર

- ભારતમાં મુસ્લિમ ધર્મગુરુઓ વિરોધ કરે છે

- અરબી યોગાચાર્ય નઉફ મરવઇએ અરબ યોગ ફાઉન્ડેશનની સ્થાપના કરી યોગને પ્રોત્સાહન આપ્યું

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની યોગવિદ્યાએ વિશ્વભરને ઘેલું કર્યું છે. સાઉદી અરેબિયા પણ તેમાં બાકાત નથી. સાઉદીની સરકારે યોગને સ્પોર્ટનો દરજ્જો આપ્યો છે તેમ આરબ યોગ ફાઉન્ડેશનના વડા નઉફ મરવઇએ જણાવ્યું હતું.

નઉફ મરવઇએ ફેસબુક પોસ્ટ પર લખ્યું હતું કે યોગ એટલે એકાત્મતા, વ્યક્તિનું કલ્યાણ, શરીરથી મન, સંવેદના અને આત્મા સાથેનું ઐક્ય. યોગે હવે સાઉદી અરેબિયામાં અધિકૃત પ્રવેશ મેળવ્યો છે. યોગ હવે તમામ આદર્શોની  પાર નીકળી ગયો છે.
જોકે ફેસબુક એકાઉન્ટ સોશિયલ મીડિયા સાઇટે વેરિફાઇ કર્યો નથી.

તેમણે વધુ લખ્યું હતું કે સાઉદીમાં યોગની કલ્પના ઉત્પન્ન થઇ ત્યારથી તમામ મુશ્કેલીઓ સામે લડવામાં ઈશ્વરે શક્તિ આપી છે. ઈશ્વર મારા પરિશ્રમનો સાક્ષી છે અને તેમે હમેશ પ્રોત્સાહન અને શક્તિ આપ્યા છે. હવે  સાઉદીમાં યોગને અધિકૃત દરજ્જો મળ્યો છે.

તેમણે આ સફળતા માટે ભારતીય રાજદૂત અને ભારત સરકારનો આભાર માન્યો હતો. ભારતમાં કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ યોગને બિનઈસ્લામિક ગણાવી વિરોધ કરે છે ત્યારે સાઉદીમાં યોગને અધિકૃત રમતનો દરજ્જો મળ્યો તે મહત્વનું છે.

ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે રાંચીમાં યોગની મુસ્લિમ શિક્ષિકા રાફિયા નાઝને મુસ્લિમોએ ધમકી આપી યોગ બંધ કરવા કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગવિદ્યાને વ્યાપક પ્રોત્સાહન મળ્યંગ છે અને યુએને પણ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સાઉદી શાહે સાઉદીને ઉદારવાદી મુસ્લિમ દેશ બનાવવાનો વાયદો કર્યે છે પરંતુ કટ્ટરવાદી ધર્મગુરુઓ તેનો વિરોધ કરે છે.
 

Post Comments