Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્લાર્ક તરીકે નોકરી કરનારા યેદિયુરપ્પા ત્રીજી વખત બન્યા મુખ્યમંત્રી

- જાણો યેદિયુરપ્પાની રાજકીય સફર અંગે.....

બેંગ્લોર, તા.17.મે 2018 ગુરુવાર

કર્ણાટકમાં ભજવાઈ રહેલા પોલિટિકલ ડ્રામા વચ્ચે યેદિયુરપ્પાએ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

યેદિયુરપ્પા હાલમાં 75 વર્ષના છે અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાપીત કરવામાં તેમનો બહુ મોટો ફાળો છે. તેમનું આખુ નામ બૂકાનાકેરે સિધ્ધલિંગપ્પા યેદિયુરપ્પા છે.

કર્ણાટકના બુક્કનકેરેમાં જન્મેલા યેદિયુરપ્પાનુ નામકરણ સંત સિધ્ધલિંગેશ્વર દ્વારા બનાવવામાં આવેલા શિવ મંદિરના નામ પરથી કરવામાં આવ્યુ હતુ.

1965માં સમાજ કલ્યાણ વિભાગમાં ક્લાર્કની નોકરી તરીકે કેરિયરયર શરૃ કરનાર યેદિયુરપ્પાએ બાદમાં શિકારીપુર સ્થળાંતર કર્યુ હતુ.જ્યાં તેમણે ચોખાની મિલમાં ક્લાર્કની નોકરી કરી હતી.

એ પછી શિમોગામાં તેમણે હાર્ડવેરની દુકાન ખોલી હતી.આ દરમિયાનમાં તેમના લગ્ન થયા હતા.તેઓ બે પુત્રો અને ત્રણ પુત્રીના પિતા છે.તેમની પત્નીનુ 2004માં રહસ્યમય સંજોગોમાં  કુવામાં પડવાથી અવસાન થયુ હતુ.

1972માં તેઓ  શિકારીપુરા તાલુકાના જનસંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.આ તેમની રાજકીય કેરિયરની શરુઆત હતી.1977માં તેમને જનતા પાર્ટીના સચિવ બનાવાયા હતા.

1983માં તેઓ પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.એ પછી તેઓ સતત 6 વખત શિકારપુરથી ધારાસભ્ય બન્યા હતા.જોકે 1994માં અને 1999માં વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બે વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચુકેલા યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપે પહેલી વખત 2008માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે તેમણે 3 વર્ષ અને 2 મહિના શાસન કર્યુ હતુ.

એ પહેલા નવેમ્બર 2007માં પણ યેદિયુરપ્પા જનતાદળ એસ સાથે બનેલી ગઠબંધન સરકારમાં થોડા સમય  માટે મુખ્યમંત્રી રહ્યા હતા.

Post Comments