Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુખ્યમંત્રી બનતા જ યેદિયુરપ્પાએ કરી નાંખી ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત

- ઈશ્વર અને ખેડૂતોના નામ પર મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા

- 15 દિવસ પહેલા જ બહુમતિ સાબિત કરીશુંઃ યેદિયુરપ્પા

બેંગ્લોર, તા. 17. મે 2018 ગુરુવાર

કર્ણાટકના મુખ્યમંત્રીની ખુરશી યેદિયુરપ્પા કેવી રીતે ટકાવી રાખશે તે એક સવાલ છે ત્યારે અટકળો અને અનિશ્ચિતતાઓ વચ્ચે સીએમ પદની શપથ લીધા બાદ યેદિયુરપ્પાએ ખેડૂતો માટે દેવુ માફ કરવાની જાહેરાત પણ કરી નાંખી છે.

તેમણે મુખ્યમંત્રી બનવા માટે ઈશ્વર અને ખેડૂતોના નામે રાજભવનમાં શપથ લીધા હતા. શપથવિધિ પૂરી થયા બાદ મીડિયા સામે આવલા યેદિયુરપ્પાએ ખેડૂતોનું એક લાખ સુધીનું દેવુ માફ કરવાની જાહેરાત પણ કરી નાંખી હતી.

કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં ભાજપે કિસાનોનું દેવુ માફ કરવાના મુદ્દાને સૌથી વધારે મહત્વ આપ્યુ હતુ. યેદિયુરપ્પાએ પોતે કહ્યું હતું કે સરકાર બન્યા બાદ વહેલી તકે કર્જ માફ કરવાની જાહેરાત કરવામાં આવશે.

તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ અને જેડીએસનું અપવિત્ર ગઠબંધન છે.હું માત્ર મારી પાર્ટીના જ નહી તમામ 224 વિધાયકોના સમર્થનની અપેક્ષા રાખુ છું.

મને વિશ્વાસ છે કે ધારાસભ્યો વિવેક વાપરીને મતદાન કરશે. ભલે રાજ્યપાલે બહુમતિ સાબિત કરવા 15 દિવસનો સમય આપ્યો હોય પણ અમે તેના પહેલા બહુમતિ સાબિત કરી દઈશું અને એ પછી કેબિનેટનું વિસ્તરણ કરશે.

Post Comments