Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોદી રૃ.૫૨૬ કરોડનું રાફેલ વિમાન ૧૫૭૧ કરોડમાં કેમ ખરીદે છે? : કોંગ્રેસ

- રાફેલ સમજૂતી અંગે સુરજેવાલાના કેન્દ્ર પર ગંભીર આક્ષેપો

- ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં ફસાયેલી કોંગ્રેસ લોકોનું ધ્યાન હટાવવા પાયાવિહોણા આક્ષેપો કરે છે : ભાજપ

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદીમાં મોદી સરકારે કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સુરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે રાફેલ ખરીદીમાં કોઇ પારદર્શકતા નથી. મોદી સરકાર આ સોદા દ્વારા દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે. તેમણે દાવો કર્યો છે કે આ વિમાનની કીંમત ૫૨૬ કરોડ રૃપિયા હોવા છતાં સોદો ૧૫૭૧ કરોડ રૃપિયામાં કરવામાં આવ્યો છે.

ભાજપે કોંગ્રેસના આ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું છે કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડમાં ફસાયેલી કોંગ્રેસ પાર્ટી લોકોનું ધ્યાન હટાવવા માટે કેન્દ્ર સરકાર પર પાયાવિહોણા આક્ષેપ કરી રહી છે.

આ અગાઉ રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ૨૦ ઓગસ્ટ, ૨૦૦૭માં યુદ્ધ વિમાન ખરીદવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી. આ સમજૂતી માટે બે કંપનીઓ સામે આવી હતી. જેમાંથી રાફેલની આ સોદા માટે પસંદગી કરવામાં આવી હતી.

આ સમજૂતીની એક શરત એ હતી કે ૧૮ રાફેલ વિમાન ફ્રાંસમાં બનશે જ્યારે કંપનીની મદદથી ૧૦૮ વિમાન ભારતમાં બનશે.

જો કે વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના પ્રવાસ દરમિયાન ૩૬ વિમાન સીધા જ ફ્રાન્સથી ખરીદવાની જાહેરાત કરી દીધી હતી. સુરજેવાલાએ પ્રશ્ર કર્યો છે કે યુદ્ધ વિમાનોને વધુ કીંમતમાં કેમ ખરીદવામાં આવ્યા? સરકાર રાફેલની ટેકનિકને ટ્રાન્સફર કરવાના પક્ષમાં કેમ નથી?

સુરજેવાલાએ આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હિતની અવગણના કરી ખાનગી કંપનીઓને લાભ પહોંચાડી રહી છે. આ ઉપરાંત સુરજેવાલાએ રાફેલ અને અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ કંપની વચ્ચે થયેલી સમજૂતીમાં યોગ્ય પ્રક્રિયા થઇ ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Post Comments