Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેજરીવાલ જેટલીની માફી માંગે છે કોન્સ્ટેબલની કેમ નહીં ?: હાઈકોર્ટ

- અગાઉ કેજરીવાલે પોલીસ માટે ઠુલ્લા શબ્દ ઉચ્ચાર્યો હતો

- પોલીસે કેજરીવાલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2018 મંગળવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક સમયે પોલીસ માટે ઠુલ્લા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જે અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસને લઈને દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને માફી માંગી લેવાની સલાહ આપી છે જેથી મામલાનો ઉકેલ આવી શકે.

દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું તમે નાણાંમંત્રી અરૂણ જેટલીની માફી માંગે છો તો પોલીસની માફી કેમ માંગતા નથી. કેજરીવાલે પોલીસ માટે ઠુલ્લા શબ્દનો ઉપયોગ કર્યો હતો. તો પછી કોન્સ્ટેબલની માફી માંગીને પણ મામલાનો ઉકેલ લાવી શકાય છે.

જજ અનુ મલ્હોત્રાએ કહ્યું કે જો કેજરીવાલ પોતાના નિવેદનો માટે તમામની માફી માંગી રહ્યા છે તો તે પોલીસ કર્મચારીઓની માફી માંગીને મામલાનો ઉકેલ કેમ લાવી શકતા નથી. કેજરીવાલના વકીલે કહ્યું કે તે આ વિશે મુખ્યમંત્રી પાસેથી નિર્દેશ મેળવશે. જે બાદ કોર્ટે કેસની આગલી સુનાવણી માટે 29 મેની તારીખ નક્કી કરી છે.

કોર્ટ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં એક કોન્સ્ટેબલ દ્વારા દાખલ કરાયેલ માનહાનિના કેસમાં નીચલી કોર્ટના આદેશને રદ કરવાની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલે ગત કેટલાક દિવસોમાં જેટલી, પંજાબના નેતા બ્રિક્રમ મજેઠિયા અને અન્ય લોકો વિરુદ્ધ તેમના દ્વારા કરવામાં આવેલી ટીકા માટે માફી માંગી છે.

Post Comments