Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીના 'સુપરમેન' એલજી કચરાના કચરાના ઢગલા ક્યારે સાફ કરાવશો? : સુપ્રીમ

- એલજીને કચરાના નિકાલ માટે સ્ટેટ્સ રિપોર્ટ આપવા આદેશ

- દિલ્હીના ઉપ રાજ્યપાલે કચરા નિકાલની જવાબદારી નિગમની હોવાનું જણાવતા સુપ્રીમ કોર્ટ ભડકી : દરેક બાબતમાં મુખ્યપ્રધાનને વચ્ચે લાવવાનું બંધ કરી કચરાનો નિકાલ કયારે કરશો તે કહો?

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૨ જુલાઈ 2018, ગુરુવાર

દિલ્હીમાં કચરાના પર્વતો દર્શાવે છે કે દિલ્હી શહેર મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપ રાજ્યપાલની પણ ટીકા કરી હતી.

ગાઝીપુર, ઓખલા અને ભાલસ્વા ખાતેના કચરાના પર્વતોનો ઉલ્લેખ કરતા કોર્ટે જણાવ્યું છે કે એલજીના કાર્યાલય સહિત કોઇ પણ સત્તાવાળાઓ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેના જ કારણે દિલ્હીમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે વેસ્ટ મેનેજમેન્ટ અંગે સુપ્રીમમાં સોગંદનામું રજૂ કરતા સુપ્રીમે તેમની જોરદાર ટીકા કરી હતી.
આ સોગંદનામામાં એલજીએ જણાવ્યું હતું કે વેસ્ટ મેનેજમેન્ટ નિગમની જવાબદારી છે. આ માટે તેમણે આર્ટિકલ ૨૩૯એેએનો સંદર્ભ આપ્યો હતો. અમે આ અંગે સતત બેઠકો કરી રહ્યાં છે. એલજીના આ નિવેદનથી સુપ્રીમ કોર્ટ ભડકી હતી.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દરેક બાબતમાં મુખ્યપ્રધાનને વચ્ચે ન લાવો. સરળ શબ્દોમાં એ જણાવો કે કચરાના ઢગલા ક્યારે દૂર થશે.

સુપ્રીમે જણાવ્યું હતું કે  તમે એલજી છો, તમે બેઠક કરી છે તેથી અમને ટાઇમલાઇન અને સ્ટેટ્સ રિપોર્ટ આપો. તમારી પાસે બેઠક કરવાનો અધિકાર છે. બતાવો કે કેટલી બેઠકો કરી.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં વેસ્ટ મેનેજમેન્ટ અંગે સુપ્રીમ કોર્ટે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પાસે સ્ટેટ્સ રિપોર્ટ માગ્યો છે. ગુરૃવારે એલજીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ હતું.

સુપ્રીમે એલજી અનિલ બૈજલની કડક શબ્દોમાં ટીકા કરી
*    તમે તો કહી રહ્યાં હતા કે દર બાબતના પ્રભારી હું છું, સુપરમેન છું. તો પછી કચરાનો નિકાલ કેમ કરતા નથી.
*    તમે બંધારણીય પદ પર છો પરંતુ કશું કરતા નથી.
*    જ્યારે કોઇ કામ આવે છે ફક્ત પાસ કરી દો છો અને જણાવો છો કે આ મારી જવાબદારી નથી.
*    એવુ લાગે છે કે તમે કહેતા હશો કે રાજ્યના આરોગ્ય પ્રધાન કશું નથી જે શું હું જ છું.
*    તમારા અધિકારી બેઠકમાં જતા નથી વિચારતા હશે કે એલજી જ સર્વોપરી છે.
*    તમે ૨૫ બેઠક કરો છો કે ૫૦ કપ ચા પીવો છો તેનાથી અમને કોઇ મતલબ નથી.

Post Comments