Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફોરેન રિટર્ન - Veena World

-- હોલીડે પર ગયાં પછી એકાદ સ્વચ્છ, ચકાચક હોટેલ રૃમમાં પ્રવેશ કરવો, સાંજે બહારથી ફરીને પાછાં આવ્યાં

પછી રૃમ તે જ રીતે ચકાચક હોવો તેની આપણને એટલી આદત પડી ગઈ છે કે થોડાં નાણાં બચાવવા માટે એપાર્ટમેન્ટમાં

હોલીડે પર ગયાં પછી એકાદ સ્વચ્છ, ચકાચક હોટેલ રૃમમાં પ્રવેશ કરવો, સાંજે બહારથી ફરીને પાછાં આવ્યાં પછી રૃમ તે જ રીતે ચકાચક હોવો તેની આપણને એટલી આદત પડી ગઈ છે કે થોડાં નાણાં બચાવવા માટે એપાર્ટમેન્ટમાં રહેવું એટલે હોલીડેની ખુશી પરથી પાણી ફેરવી દેવા જેવું છે.

અમે ગામમાં રહેતાં ત્યારે 40 વર્ષ પૂર્વે મુંબઈમાં આવવાનું નવાઈભર્યું લાગતું હતું. તે સમયે કોઈ નસીબદાર અમેરિકા-ઇંગ્લેન્ડમાં જવા નીકળે એટલે ગામેગામ સન્માન થતું, લગ્નની જેમ તેની જાન નીકળતી અને તે વ્યકિત પાછી આવે એટલે તેને 'ફોરેન રિટર્ન'નો કિતાબ મળતો. એકાદ નેશનલ એવોર્ડની જેમ આ કિતાબ મળ્યો હોય તેવા તેના ઠાઠમાઠ રહેતા. અર્થાત્, તે સમયમાં પરિસ્થિતિ પણ તેવી જ હતી. તે સમયે વાજબી કિંમતમાં વિમાનની ટિકિટ મળવી, વિઝા કાઢવા, ડોલર્સ ખરીદી કરવા જેવાં બધાં જ કામો મુશ્કેલ જણાતાં હતાં. ધીમે ધીમે આ પરિસ્થિતિ બદલાઈ આપણા ભારતની ઇકોનોમી ઓપન થઈ. હવે તો આપણે એટલા મસ્ત જમાનામાં છીએ કે પૂછવું જ શું. આજની ઓનલાઇન પેઢીને ફોરેન એક્સચેન્જ કે વિમાનની ટિકિટ માટે કરવી પડતી ખટપટ કેટલી રહેતી તેનો અંદાજ નહીં આવી શકે. ઘણા બધા દેશોના ઓન અરાઇવલ વિઝાને લીધે રાત્રે નક્કી કરીને તમે મધરાત્રે વિદેશ પ્રવાસે નીકળી શકો છો. તૈયારી તરીકે સૂટબૂટ લેવાના દિવસે હવે ભૂતકાળ થઈ ગયા છે અને વિદેશ પ્રવાસમાં નીકળતી વખતે શોર્ટસ-કેઝયુઅલ શર્ટ-સ્લિપર્સની ફેશન આવી ગઈ છે. ક્રેડિટ કાર્ડસ-મલ્ટીકરન્સી કાર્ડસને લીધે ફોરેન એક્સચેન્જ લેવાની ઝંઝટ રહી નથી. ઘણા બધા ઓપ્શન્સ ઉપલબ્ધ થયા છે અને ઘેરઘેર ફોરેન રિટર્ન વ્યક્તિઓની રેલમછેલ થઈ ગઈ છે અથવા આખું ઘર ફોરેન રિટર્ન થઈ ગયું છે એવું કહેવામાં કોઈ વાંધો નથી. સમયનો આ સુંદર મહિમા એવું કહેવું પડે.

સાઉદીમાં બે ફેકટરી છે અને ત્યાં ઉત્તમ વ્યવસાય કરી રહ્યાં છે તે શ્રી સુશીલ અને સૌ. સાયલી વાળંજુ ગયા મંગળવારે અમારી વિદ્યાવિહારની કોર્પોરેટ ઓફિસમાં આવ્યાં. તેમણે ઘણી બધી સહેલગાહ વીણા વર્લ્ડ સંગાથે કરી છે અને આગામી સહેલગાહની તૈયારીમાં સાઉદીથી ડાયરેક્ટલી જોઇન કઇ રીતે કરી શકાશે તેના વિઝા સંબંધમાં માહિતી લેવા માટે આવ્યાં હતાં. ગપ્પાં મારતાં મારતાં કહ્યું કે અમને ટુર સાથે જવાનું ગમે છે, કારણકે કંપની મળે છે, બોલવા માટે માણસો હોય છે, બસમાં ધમ્માલ હોય છે અને મહત્વનું એ છે કે એકબીજાનો સાથ હોય છે અને અમારા લાડ લડાવવા માટે ટુર મેનેજર પણ હોય છે. તેમણે એક સહેલગાહ ઓનલાઇન બુક કરી હતી, પરંતુ ગુ્રપ ટુરની મજા આવી નહીં. ઉપરાંત શ્રીમતી વાળંજુના કહેવા મુજબ ટુર પર પતિ સાથે તૂ તૂ મૈ મૈ થાય તો પણ બોલવા માટે ગુ્રપમાં અન્યો હોય છે, પરંતુ એકલાં ગયાં તો કમ્પલ્સરી અબોલા થાય અને મૂડ પણ ખરાબ થાય છે. મને સાયલીબહેનની વાત બરોબર લાગી અને તે પરથી જ એવું લાગ્યું કે હવે અનેક ઓપ્શન્સ ઉપલબ્ધ છે. આથી પર્યટકોએ ચોક્કસ શું કરવું અને શું નહીં તેનું થોડું માર્ગદર્શન કરવું જરૃરી છે.

વીણા વર્લ્ડ પાસે ઓછામાં ઓછી કિંમતની એર ટિકિટ બુક કરવાથી લઇને હોટેલ બુકિંગ સુધી અને પોતાને જોઈએ તેવું હોલીડે પેકેજ લેવાથી માંડીને દેશવિદેશના ગુ્રપ ટુર સુધી, પર્યટનના બધા ઓપ્શન્સ અંડર વન રુફ ઉપલબ્ધ છે. જોકે તેમાં કોઈ વિકલ્પ પસંદ કરવા માટે કન્સલ્ટેશન જોઈએ. નહિ તો રોંગ નંબર લાગીને તમારી હોલીડે સ્પોઇલ થઇ શકે છે.

હવે રોંગ નંબર ચોક્કસ કઈ રીતે લાગે છે ? તો અમે ફેમિલી હોલીડે માટે ન્યૂ યોર્કમાં જવાનું નક્કી કર્યું. ત્યાંના સેન્ટ્રલ પાર્ક નજીક આઠ દિવસ રહેવાનું, નો સાઇટસીઇંગ- નો ટ્રાવેલ. હવે મુકામ માટે હોટેલ બુક કરવાનું કે એપાર્ટમેન્ટ એ નક્કી કરતી વખતે મસ્ત દેખાતા અને ઓછા રેટ હોય તેવા એપાર્ટમેન્ટ તરફ સૌ આકર્ષાયા. જોકે તે પછી ડિસ્કસ કરતી વખતે ધ્યાનમાં આવ્યું કે એપાર્ટમેન્ટમાં આપણો બ્રેકફાસ્ટ આપણે જાતે બનાવવો પડશે. આપણો બેડ આપણે બનાવવો પડશે. ત્યાં હોટેલ જેવી રૃમ સર્વિસ હોતી નથી. તો પછી કહ્યું, 'અરે, આપણે હોલીડે પર ગયા પછી આ જ કરવાનું હોય તો અહીં જ રહીએ ને.' આથી અમે ફરી હોટેલ શોધવા લાગ્યા.

અર્થાત્ અમે બધાં એકત્ર જઈ રહ્યાં હોવાથી સૌના એટલે કે, પરિવારની જરૃરતોને ધ્યાનમાં લીધી છે. થોડા સમય પૂર્વે અમારો નીલ બેકપેકર્સ સ્ટાઇલથી વિયેટનામમાં જઈ આવ્યો. યુથ હોસ્ટેલ કે હોમ સ્ટેજ પસંદ કરવાથી તેને મુકામ માટે ફક્ત દસ હજાર રૃપિયા ખર્ચ આવ્યો (જે અન્ય ફોરેન ટુર પર દરેક દિવસ માટે આવી શકે છે). મને બેકપેકર્સ સ્ટાઇલ ગમે છે, પગ તૂટે ત્યાં સુધી ફરવાનું, આંખો થાકે ત્યાં સુધી જોવાનું. સંપૂર્ણ અલગ લોકલ પદાર્થોથી ભૂખ સંતોષવાની, સ્થાનિક લોકોમાં ગળાડૂબ થવાનું, ભરપૂર ફોટોગ્રાફી કરવાની, યાદોનો ખજાનો જમા કરવાનો અને પાછા આવતી વખતે હવે પછી કયા દેશ જોઈ કાઢવા જોઈએ તેની પર ચર્ચા શરૃ કરવાની.

આ ઉપરના દાખલા પરથી એવું ધ્યાનમાં આવે છે કે પર્યટનનો પ્રકાર ઉત્તમ જ છે. બલકે પર્યટન આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે. અને હવે એ સિદ્ધ કરવાની જરૃર નથી કે 'પર્યટનથી માણસ ઘડાય છે' તે સૂર્યપ્રકાશ જેટલું સ્વચ્છ છે. અર્થાત અગાઉની પરિસ્થિતિ એટલી અનુકૂળ નહોતી. હવે માણસો વર્ષમાં ત્રણ-ત્રણ અને ચાર-ચાર વાર પ્રવાસ કરી રહ્યા છે. સિનિયરો તો તેમની સિનિયર્સ સ્પેશિયલ ટુરમાં મને કહે છે કે એક સહેલગાહ પૂરી કરી એટલે બીજી સહેલગાહનું ઘેલું લાગે છે. જુઓ ને, પર્યટન જીવનનો એક મહત્વપૂર્ણ પર્પઝ બની ગયો છે. સમથિંગ ટુ લૂક ફોર્વર્ડ ટુ...

જોકે પર્યટનનો કયો પ્રકાર પસંદ કરવો તે નક્કી કરતી વખતે દરેકે પોતાની પસંદગીઓ, આદતો, બજેટ, સગવડ વગેરેનો વિચાર પહેલાં કરવો જોઈએ. તમને સમુદ્રકિનારો જોઇએ કે બરફ, શહેરનો ચકચકાટ જોઈએ કે ગામડાની શાંતિ, રહેવા માટે મોડર્ન હોટેલ્સ જોઈએ કે પારંપરિક સ્ટાઇલનો સ્ટે, કયું હવામાન ફાવે છે, જમવાનું ભારતીય જોઈએ કે વિદેશી પદ્ધતિનું ચાલશે, ફરતી વખતે ગાઇડ કે ટુર મેનેજર જોઈએ કે એકલા ફરવાનું ગમે છે. પ્રવાસ માટે વિમાન, બસ, રેલવેમાંથી શું ચાલશે ? ફક્ત સિટી ટુર્સ કે હેલિકોપ્ટર રાઇડ-હોટ એર બલૂન રાઇડ જોઈએ ? પ્રેફરન્સ શાને આપશો શોપિંગને કે સાઇટ સીઇંગને ? શું વાત છે ! કેટલા બધા પ્રશ્ન, પણ આ પોતાને પૂછશો તો જ તમને તમારી મન જેવી સહેલગાહ કર્યાનો સંતોષ, આનંદ મળશે.

તો મિત્રો, જેમણે હજુ વિદેશ પ્રવાસ શરૃ કર્યો નથી અથવા ફોરેન રિટર્નનો સિક્કો હજુ પોતાના પર લીધો નથી તેમણે પોતાના વિદેશપ્રવાસનાં શ્રીગણેશ કરવા જોઈએ, તમે વિદેશપ્રવાસની શરૃઆત ફકત પચાસ હજાર રૃપિયામાં કરી શકો છો અને વીણા વર્લ્ડ હોય તો બધું ઉત્કૃષ્ટ અને સર્વ સમાવિષ્ટ. હજારો લોકોએ અનુભવ કર્યો છે. તો ચાલો, બેગ ભરો અને નીકળી પડો !

Keywords Website,Add,Veena,Patil,

Post Comments