Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમે કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ચાલુ રાખવા ઇચ્છીએ છીએ : રામ માધવ

- PDPના બળવાખોર નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાના અહેવાલ ફગાવી દીધા

(પીટીઆઈ)  નવી દિલ્હી, તા. 07 જુલાઈ 2018, શનિવાર

કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન તોડીને ભાજપ ફરી એકવાર સરકાર રચવાની મથામણ કરતો હોવાના અહેવાલ રામ માધવે ફગાવી દીધા છે. હાલમાં જ અહેવાલ હતા કે, ભાજપ પીડીપીના બળવાખોર ઉમેદવારોને સાથે રાખીને જમ્મુ કાશ્મીરમાં નવી સરકારની રચના કરી શકે છે.

આ મુદ્દે ખુલાસો આપતા રામ માધવે કહ્યું હતું કે, અમે કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ચાલુ રહે એવું જ ઇચ્છીએ છીએ. કાશ્મીરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા તેમજ વિકાસકાર્યો ચાલુ રહે એ માટે અમે આ નિર્ણય લીધો હતો.
અગાઉ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, કાશ્મીરમાં સરકાર રચવા પીડીપીના કેટલાક નેતાઓ ફરી એકવાર ભાજપ સાથે સંપર્કમાં છે. જોકે, આ અહેવાલોને ભાજપના નેતાઓએ ફગાવી દીધા હતા.

Post Comments