Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

VVIP હેલિકોપ્ટર કેસઃ 3 યુરોપિયન દલાલો સામે બિનજામિનપાત્ર વોરંટ

- સોદાની આશરે 60% રકમ કમિશનરરૂપે ચૂકવાઇ હતી

નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર 2017, શુક્રવાર

(પીટીઆઇ)


ઓગસ્ટા વેસ્ટલેન્ડના VVIP હેલિકોપ્ટર સોદામાં વચેટિયાની ભૂમિકા ભજવનારા 3 યુરોપિયન નાગરિકોને CBIની અદાલતે 'બિનજામિનપાત્ર વોરંટ' (NBW) પાઠવ્યા છે. જ્યારે હવાઇદળના પૂર્વ વડા એસ.પી. ત્યાગી સહિતના અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યા છે.

ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં CBIએ, કેસમાં આરોપી મનાતા લોકો સામે આરોપનામું દાખલ કર્યું હતું તેના આધારે અદાલતી કાર્યવાહીની જરૂર મુજબ તેમને સમન્સ કે વોરંટ મોકલવામાં આવ્યા છે. તેમાં જે વિદેશી દલાલો સામે વોરંટ કાઢવામાં આવ્યા છે તે કાર્લો એફ. ગેરોસ ક્રિશ્ચિઅન માઈકલ અને ગ્યુડીઓ હસ્ચકેના નામે બીનજામિનપાત્ર વોરંટ નિકળ્યા છે.

આરોપનામામાં ઉલ્લેખ કરાયો છે કે આ સોદામાં થયેલી ગુપ્ત ચુકવણીઓ (કમિશન)ને કારણે સરકારી તિજોરી પર રૂા. 2666 કરોડ (398.21 મિલિયન યુરો)નો બોજો પડયો હતો. આ સોદો રૂા. 3726.26 કરોડનો (556.262 મિલિયન યુરો)નો હતો જેમાં 60% જેટલા નાણાં વચેટિયાઓ જમી ગયા હતા.

3726 કરોડની ખરીદીમાં 2666 કરોડનું કમિશન, દેશના ગરીબ નાગરિકો પાસેથી મેળવેલા કરવેરાના નાણાંમાંથી ચુકવાયું હતું. ત્યારે યુરો સામે રૂપિયાનો ભાવ 67 રૂા. હતો. યુ.પી.એ.ની બીજી મુદતમાં આ સોદો થયો હતો અને વિવાદ થતા અટકી ગયો હતો.


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments