Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આ વખતે પણ લખનૌમાં વોટર નં. 141 મતદાન નહીં કરે

- જાણો કોણ છે વોટર નં. 141

- લખનૌ ખાતેથી પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે

લખનૌ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન 19 ફેબ્રુઆરીએ લખનૌ જિલ્લામાં મતદાન યોજાવાનું છે. પરંતુ આ વખતે પણ વોટર નં. 141 પોતાનો વોટ નહીં આપે. આ વોટર નં. 141 બીજું કોઇ નહીં પરંતુ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન 'ભારતરત્ન' અટલ બિહારી વાજપેયી છે. વાજપેયીએ ઉત્તરપ્રદેશની છેલ્લી ચાર ચૂંટણીઓ દરમિયાન મતદાન કર્યું નથી.

વાજપેયીના નિકટના સહયોગી શિવકુમારે જણાવ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આ વખતે પણ વિધાનસભા ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. વાજપેયીએ છેલ્લે 2004ની લોકસભા ચૂંટણીમાં મત આપ્યો હતો. તેમના દ્વારા લડવામાં આવેલી એ અંતિમ ચૂંટણી પણ હતી. ત્યારબાદ તેઓ 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણી તેમજ 2009 અને 2014ની લોકસભાની ચૂંટણીઓમાં સ્વાસ્થ્યના કારણોસર મતદાન કરી શક્યા નહોતાં.

ઉલ્લેખનીય છે કે વાજપેયી લખનૌ બેઠકથી 1991, 1996, 1998, 1999 અને 2004 એમ સતત પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતાં. UNમાં હિન્દીમાં સંબોધન કરનાર તેઓ પ્રથમ ભારતીય મંત્રી હતાં. વાજપેયી એમમાત્ર એવા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતાં જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

Post Comments