Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હજુ પણ ભગવાન વેંકટેશ્વેરના મંદિરોમાં જુની નોટોનું 'દાન' યથાવત

- છેલ્લા ૧૧ દિવસોમાં મંદિરની હુંડીમાં રૃપિયા ૧.૭ કરોડની જુની નોટો મળી હોવાનો મંદિરનો દાવો

(પીટીઆઇ)     તિરૃપતિ, તા.૧૧ બુધવાર, જાન્યુારી 2017
 તિરૃમાલા પાસે આવેલા ભગવાન વેંકટેશ્વેરના મંદિરની હુંડીમાં લોકો હજુ પણ જુની નોટો નાંખી જાય છે અને છેલ્લા ૧૧ દિવસોમાં ૧.૭ કરોડની જુની નોટો મંદિરના વહાવટીતંત્રને મળી હોવાનો તેમણે દાવો કર્યો હતો.નોટબંધીના છેલ્લા દિવસના એક દિવસ પહેલાં એટલે કે  ગયા વર્ષે ૩૧ ડિસેમ્બરના રોજ સૌથી વધુ એટલે કે રૃપિયા ૪૪ લાખની જુની નોટો મળી હતી, એમ મંદિરના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

' જુની નોટો બંધ કરવાની ૩૦ ડીસેમ્બરની છેલ્લી મુદ્દત હોવા છતાં પણ લોકો હુંડીમાં જુની નોટો નાંખી જાય છે. શ્રધ્ધાળુઓ નવી અને ચલણમાં હોય તેવી નોટોની સાથે સાથે જુની નોટો પણ નાંખી જાય છે. આ મંદિરમાં સમગ્ર વિશ્વમાંથી આશરે ૨.૬ કરોડ લોકો આવે છે' એમ તેમણે ઉમેર્યું હતું. જુની અને બંધથઇ ગયેલી નોટોનો અવિરત પ્રહાર ચાલુ રહેતાં  મંગળવાર સુધીમાં  છેલ્લા ૧૧ દિવસોમાં મંદિરને કુલ ૧.૭ કરોડની નોટો મળી હતી.

નવા વર્ષના પહેલાં દિવસે પણ રૃપિયા ૩૧ લાખની જુની નોટો હુંડીમાં આવી હતી. મંદિર સત્તાવાળાઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે આગામી દિવસોમાં જુની નોટો આવતી બંધ થઇ જશે. જો કે તેમણે જુની નોટોનું શું કરાશે તે અંગે કોઇ ખુલાસો કરવા ઇનકાર કર્યો હતો. આ મંદિરની હુંડીમાં દરરોજ આશરે ૨.૮ કરોડ રૃપિયા રોકડમાં  જમા થાય છે અને સોના-ચાંદી તેમજ અન્ય કિંમતી ઘાતુના દાગીના તો ખરા જ. હાલમાં જ પુરા થયેલા કેલેન્ડર વર્ષમાં મંદિરની હુંડીને રૃપિયા ૧૦૦૦ કરોડ ઉપરાંત મળ્યા હતા.

Post Comments