Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાજપેયીજીની તબિયતમાં સુધારો, થોડા દિવસમાં રજા અપાશે : એઇમ્સ

(પી.ટી.આઈ.)        નવી દિલ્હી, તા. ૧૩ જૂન 2018, બુધવાર

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એઇમ્સમાં દાખલ કરાયા છે. જ્યાં ગત ૪૮ કલાકની સારવારના અંતે તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે.

આગામી થોડા દિવસોમાં તેમના આરોગ્યમાં પૂર્ણ સુધારાની ચિકિત્સકોને અપેક્ષા છે. તેમ એઇમ્સના ડાયરેકટર રણદિપ ગુલેરીયાએ માહિતી આપી હતી. તેમને ૧૧મી જૂને તેમનું આરોગ્ય કથળતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

તેમને દાખલ કરાયા ત્યારે તેમને કિડનીમાં ઇન્ફેકશન હોવા ઉપરાંત તેમને છાતીમાં કફનો ભરાવો અને અન્ય કેટલીક તકલીફના અનુસંધાને દાખલ કરાયા હતા. ડોકટરોએ તેમને તત્કાલ સારવાર હેઠળ લઇને ઇન્જેક્ટેબલ એન્ટિબાયોટિક્સ આપવાનું ચાલુ કર્યું હતું.

ડોકટરોના મતે, ગત ૪૮ કલાક દરમિયાન તેમના આરોગ્યમાં સારો ફેરફાર જણાયો છે. હવે તેમની બંને કિડનીઓ યોગ્ય કાર્ય કરી રહી છે. યુરિનનો નિકાલ પણ યોગ્ય માત્રામાં થઈ રહ્યો છે.

જ્યારે કિડનીમાં થયેલા ઇન્ફેકશન પર પણ કાબુ મેળવી લેવાયો છે. તેમનું બ્લડ પ્રેશર તેમજ હૃદયની ધડકન તેમજ રૃધિરાભિસરણ પણ યથાયોગ્ય થઈ ગયા છે. આગામી થોડા દિવસોમાં તેમનું આરોગ્ય સંપૂર્ણ સારૃં થઈ જવાની અમને આશા છે તેમ ગુલેરિયાએ ઉમેર્યું હતું.

દરમિયાન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમિદ અન્સારી, ઉ.પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની, હરિયાણાના મુ.પ્રધાન મનોહરલાલ ખટ્ટરે વાજપેયીની મુલાકાત લઇને તેમના કુશળ સમાચાર પુછયા હતા.

Post Comments