Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ.પ્રદેશમાંથી વિદેશ મોકલાતા ૬૪૦૦ કાચબાઓને બચાવાયા, મુખ્ય આરોપી ઝબ્બે

- ઝડપાયેલા કાચબાઓમાં, અલભ્ય ગણાતા ભારતીય ગંગાતટના કાચબાઓ પણ મળ્યા

- આંતર રાજ્ય શિકારીઓ પાસેથી જપ્ત કરાયેલા કાચબાઓ વાયા કોલકાતા વિદેશ લઈ જવાતા હતા

(પીટીઆઈ)    લખનઉ, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
દેશનો કદાચ સૌથી મોટો મુદ્દામાલનો જથ્થો ગણી શકાય તેવા એક દરોડામાં ઉત્તર પ્રદેશ પોલીસના એસ.ટી.એફ. દળે ૬૪૦૦ કાચબાઓને ઝડપ્યા છે. અમેઠીમાંથી ઝડપાયેલા આ કાચબાઓની દાણચોરી કરનાર મુખ્ય આરોપી રાજબહાદુરસિંહને પણ ઝડપી લેવાયો છે.

વિદેશ મોકલવા એકત્ર કરવામાં આવેલા આ ૬૪૦૦ કાચબાનું વજન ૪૪૦ ક્વિન્ટલ થયું છે. તે શણના કોથળા, જમીન પર તેમજ આરોપીના મકાનના ફળિયામાં છુટા પડેલા મળી આવ્યા હતા. આરોપીનું નિવાસ સ્થાન ઉ.પ્રદેશના ગૌરીગંજમાં આવેલું છે. એસ.ટી.એફ.ના પ્રવક્તાએ અત્યાર પર્યન્ત ઝડપાયેલા આ પ્રકારના કાચબાઓમાં આ સૌથી મોટો જથ્થો છે. જેમાં હવે અલભ્ય મનાતા ભારતીય કાચબાઓ પણ છે.

પુછપરછમાં એ વિગત બહાર આવી છે કે આ આંતર રાજ્ય ગેંગે એકત્ર કરેલો જથ્થો છે. જેમાં કાચબાના નાના શિકારીઓએ ગૌરીગંજ, જગદીશપુર અને સાલ્વાનમાંથી આ કાચબા પકડીને રાજબહાદુરને પહોંચાડતા હતા. જે એકત્ર કરીને કોલકાત્તા પહોંચાડવામાં આવતા હતા. ત્યાંથી તેને બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, થાઈલેન્ડ, હોંગકોંગ અને અગ્નિ એશિયાના અન્ય રાષ્ટ્રોમાં મોકલવામાં આવતા હતા.

રાજબહાદુરની પુછપરછમાં ઉત્તર પ્રદેશ, પ.બંગાળ, ઓડિશાના કેટલાક આ પ્રકારે કાચબા પકડતા કે પહોંચાડતા શિકારીઓની માહિતી પણ આપી છે. તેના આધારે આ શિકારીઓનું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યાનું પ્રકાશમાં આવ્યું છે. ભારતમાં આ પ્રકારના કાચબા ગંગાતટ તેમજ ઘાઘરા-ગોમતીના તટપ્રદેશમાં જોવા મળે છે. જ્યારે અન્ય દેશોમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાન્માર અને શ્રીલંકા એ તેમનું વતન મનાય છે અને દ. એશિયાના આ દેશોમાં જ કાચબાની આ પ્રજાતિ જોવા મળે છે. ગ્રામ્ય દ્રષ્ટિએ તેઓ ફતેહગઢ, કનોજ, અલ્હાબાદ અને વારાણસીમાં નદી, કાદવિયા વિસ્તારોમાં જોવા મળે છે.

Post Comments