Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢો: CM યોગી

- યુપી સરકારે ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું

- રોડમેપ તૈયાર કરીને કાર્યવાહી કરાશે

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને બહાર ધકેલવાનું અભિયાન શરૂ થઈ ગયુ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદા વ્યવસ્થાને લઈને થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદેસરરીતે રહેતા બાંગ્લાદેશીઓની ઓળખાણ કરીને તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો છે.

પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે રાજ્યની કાયદાકીય વ્યવસ્થાને બગાડવા માટેનું કારણ આ ગેરકાયદેસર ઘૂષણખોરી કરી રહેલા લોકો છે. જે બાદ યોગી સરકારે તેમની ઓળખ કરીને બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી સાથે બેઠકમાં યુપી પોલીસે ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધુ છે.

આ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોડમેપ તૈયાર કરીને ગેરકાયદેસર વિદેશી નાગરિકોને પ્રદેશથી બહાર કરવામાં આવશે. ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની સાથે સાથે તેમના ગેરકાયદેસર દસ્તાવેજોની પણ તપાસ થશે.

લોકસભામાં ગૃહમંત્રાલયે લેખિતરૂપમાં જવાબ આપતા કહ્યું હતુ કે ભારતમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસરની ઘૂષણખોરી ચિંતાનો વિષય છે.

લોકસભામાં કિરણ રિજિજૂએ કહ્યું ગેરકાયદેસરના પ્રવાસી ખોટા દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ કરે છે. જેથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની સંખ્યા વિશે કોઈ જાણકારી નથી.


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments