Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાલતી ટ્રેને બે યુવકોને નીચે ફેંકી દેવાયા

- બેસવાની જગ્યા જેવી નજીવી બાબતની તકરારમાં ઘટના ઘટી

- એક યુવકનું મોત નીપજ્યુ બીજાને ગંભીર ઈજા

ફરીદાબાદ, તા. 13 ઓગસ્ટ 2017 રવિવાર

શનિવારે રાત્રે દિલ્હી બલ્લભગઢ રૂટ પર બે યુવકોને ચાલતી ટ્રેનથી નીચે ફેંકી દેવાની ઘટના સામે આવી છે. જેમાંથી એક યુવકનું મૃત્યુ નીપજ્યુ છે જ્યારે બીજાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બંને યુવકો દિલ્હી - આગ્રા ઈન્ટરસિટીથી જઈ રહ્યા હતા. ટ્રેનમાં સીટને લઈને વિવાદ થયો હતો. વિવાદ એટલે સુધી વધી ગયો કે યુવકોને ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવ્યા. બંને યુવકો આસાવટીના પાસે એક ગામડાના રહેવાસી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટનામાં મૃત્યુ પામનાર 38 વર્ષનો દેવેન્દ્ર ચાર બાળકોનો પિતા હતો અને બલ્લભગઢ સ્થિત એક કંપનીમાં કામ કરતો હતો, ઘટના સમયે તે પલવલથી આવી રહ્યા હતા. દેવેન્દ્ર અને બીજા યુવકને ટ્રેનથી ફેંકવામાં આવ્યા હતા. પોલીસે કાર્યવાહી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા છે. જોકે અત્યારે એક ફરાર છે.

આના પહેલા આ જ રૂટ પર 22 જૂને મથુરા જઈ રહેલી ટ્રેનમાં ઝૂનેદ નામના યુવકની ભીડમાં મારીને મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સમયે ઝુનેદ દિલ્હીના સદર બજારથી ઈદની ખરીદી કરીને પોતાના ગામડે પાછો ફરી રહ્યો હતો.

Post Comments